________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન.
છે. અને ત્યાગીઓ ત્યાગદશાના સ્વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરી શકે છે. ગૃહસ્થ સ્વાધિકાર પ્રમાણે ગૃહસ્થનાં કેટલાંક ધાર્મિક કૃત્યને ગૃહસ્થ સેવી શકે છે; પરન્તુ તેઓને સાધુઓ સેવી શક્તા નથી અને સાધુધર્મના ત્યાગ ધર્માધિકાર પ્રમાણે સાધુ યોગ્ય કેટલાંક ધર્મ કાર્યોને સાધુઓ સેવી શકે છે પરન્તુ ગૃહસ્થવર્ગ સેવી શકતો નથી. તેનું વિવેચન યોગદીપિકા નામના અમદીય પુસ્તકના પ્રાંતમાં કરવામાં આવ્યું છે. ધર્મનાં નિમિત્ત કારણના અનેક ભેદ પડે છે. એક મનુષ્ય કંઈ ધર્મના સર્વ ભેદની પ્રવૃત્તિને આરાધવા શકિતમાન થતું નથી પરંતુ તેની દશા પ્રમાણે દ્રવ્યક્ષેત્રકાલભાવથી જે જે ધર્મકર્મોને તે ક્ષેત્રકલાનુસારે આરાધના કરવા યોગ્ય છે તેઓને તે આદરી શકે છે અને તે ધર્મકૃત્ય કરવામાં તેના સ્વાધિકારની ફરજ અદા થાય છે; તેમજ તેથી તે સ્વાત્માની પ્રગતિ કરી શકે છે. ઉત્સર્ગમાર્ગો અને અપવાદમાગે ગૃહસ્થ અને ત્યાગીને સ્વાધિકાર ભિન્નભિન્ન ધર્મકૃત્યોને સેવવાં પડે છે. આપત્તિકાલમાં યુદ્ધાદિ પ્રસંગે વડે ગૃહસ્થ અને ત્યાગીએને આપત્તિ ધર્મભેદ સેવવા પડે છે અને આપત્તિ ધર્મોવડે સ્વીત્સર્ગિક ધર્મભેદોને પુનઃ સ્વાધિકારે પ્રાપ્ત કરવાનું લક્ષ્યબિન્દુ સ્મરણમાં રાખીને આપત્તિકાલીન પ્રવૃત્તિ સેવવી પડે છે. દેશકાલાનુસારે ઉદારભાવનાથી જ્ઞાનીઓ સ્વાધિકાર ધર્મપ્રવૃત્તિને સેવે છે. જે દેશમાં જે કાલમાં જે મનુષ્ય ઉત્સર્ગ અને અપવાદ માર્ગે ધર્મભેદ થવાનાં મુખ્ય રહને અવબોધી પક્ષપાતરહિતપણે અને સંકીર્ણ દષ્ટિને પરિહરી ધર્મની પ્રવૃત્તિને આત્મશક્તિના વિકાસાર્થે અને અનેક પ્રકારની સ્વાતંત્ર્યપ્રગતિના પ્રકાશાર્થે સેવે છે તે દેશમાં તે કાલમાં તે મનુષ્ય ધર્મકર્તવ્ય કર્મગીઓના ઉચ્ચ શિખર પર આરેહીને વિશ્વમાં સ્વાસ્તિત્વ પ્રગતિત્વ સંરક્ષક-બીજકને સ્થાપન કરીને અમર બને છે. આત્માને ઉચ્ચ દશા પર સ્થાપન કરે અને જેનાથી દુખેને નાશ થાય તેને ધર્મ કહેવામાં આવે છે. આત્માની માનસિક-વાચિક અને કાયિક શક્તિોની જે પ્રગતિ કરે છે અને જેનાથી સર્વ પ્રકારની ઉન્નતિ થાય છે તેને ધર્મ કહેવામાં આવે છે. દેશકાલના અનુસાર ધર્મકાર્યોમાં પરિવર્તન થયા કરે છે અને દેશકાલાનુસારે મનુષ્યોને સગવડતાપૂર્વક બાહ્યલૌકિક પ્રગતિની સાથે આત્યંતરિક પ્રગતિમાં ધર્મને પણ સહાયભૂત થવું પડે છે. દેશ સંધ અને સ્વવ્યક્તિની જે અવનતિ કરનાર હોય તે ધર્મ ગણી શકાય નહિ પરતુ અધર્મ ગણી શકાય. બાહ્યપ્રગતિની સાથે જે ધર્મ સાનુકૂળપણે વર્તે છે તે ધર્મ ખરેખર વિશ્વમાં સર્વવ્યાપકથ વાને યોગ્ય થાય છે. વિશ્વમાં મનુષ્યની સ્વતંત્ર પ્રગતિ આજીવિકા પ્રગતિ સામ્રાજ્ય પ્રગતિ વ્યાપાર પ્રગતિ ક્ષાત્રબલ પ્રગતિ સેવાધર્મપ્રગતિ ઉદાર ભાવના પ્રગતિ અભેદમાર્ગ પ્રગતિ વિદ્યા પ્રગતિ અને સંધ દેશ અલગતિમાં જે સાહાયભૂત થાય છે તેને ધર્મ કથવામાં આવે છે અને એ ઉપર્યુક્ત પ્રગતિકારક ધર્મ ખરેખર વિશ્વમાં જીવવાનું અને સ્વદર્ય પ્રકટાવવાને શક્તિમાન્ થાય
For Private And Personal Use Only