________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર )
શ્રી કયાગ ગ્રંથ-સવિવેચન.
પણ સિદ્ધ થાય છે; પરન્તુ તેમાં ક્રોધ માન માયા લેાભ ઇર્ષ્યા નિન્દા શેક રતિ અતિ અને કલેશાદિ પરિણામને ધારણ કરવાની કોઈ પણ જાતની જરૂર નથી. નામરૂપમાં રાગદ્વેષ અને અહ વૃત્તિદ્વારા ભુલાવે જો ન થાય તેા અન્ય રીતે ભૂલ થવાની નથી. સામલ વગેરે વિષના વ્યાપારી તેના ઉપયેગપૂર્વક વ્યાપાર કરે છે તેથી તેમને કોઇ જાતની હાનિ થતી નથી; તદ્વત્ લોકિક કર્મ પ્રવૃત્તિયાને આચરતાં નામરૂપના વ્યવહારની પ્રવૃત્તિ થતાં તેથી સ્વાત્મરૂપ ન ભૂલાય એવા શુદ્ધોપયેાગે વતાં કાઇ પણ રીતે હાનિ થતી નથી; ઊલટું લૌકિકકની પ્રવૃત્તિથી લૌકિક આવશ્યક કર્માંની સિદ્ધિ થતાં લોકિક વ્યવહારનુ જીવન પણ સમ્યગ્રીતે પ્રવવાથી અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ ચિતાએથી મુક્ત થવાપૂર્વક લાકાત્તર ધર્મવ્યવહાર કર્મોમાં પણ સમ્યક્ પ્રવૃત્તિ થયા કરે છે. ઉપચોળે ધર્મ એ વાક્યના ભાવાર્થ હૃદયમાં ધારણ કરીને લૌકિકકમાંને લૌકિક કર્મ વ્યવહાર પ્રમાણે વર્તી કરવાં જોઇએ એમ ગૃહસ્થ જ્ઞાનીઓએ અન્તરમાં ખરેખર ઉપયુકત બાબતને અનુભવ કરીને પ્રવર્તવું. શ્રી ઋષભદેવભગવતે ગૃહસ્થ દેહમાં ગૃહસ્થની લૌકિક કર્યું કજ પ્રમાણે વર્તીને વિશ્વ મનુષ્ચાને અનેક પ્રકારની શિલ્પાદ્ઘિ કળા શીખવી હતી કે જેનાથી જીવાના પર ઉપગ્રહાદિપૂર્વક અન્ય સ્થાવરત્રસાદિક જીવોનો સંહાર થાય; પરન્તુ તેઓએ ગૃહસ્થ કર્માંને લૌકિક કની વિવેક દૃષ્ટિ પ્રમાણે સ્વાધિકારે ઔપદેશિકદષ્ટિએ આચર્યું હતું; તેથી તેઓશ્રી માન્તરિક પરિણામથી નિલેપ રહી વિશ્વોન્નતિ કરવાને સમર્થ થયા હતા. શ્રી ઋષભદેવ ભગવતે લોકોને લૌકિક શિલ્પાદિ કર્મીનુ શિક્ષણ આપ્યું હતું; પરન્તુ તેમાં તે નામરૂપ પર્યાયના માહથી મુંઝાયા ન હતા. આવશ્યક લૌકિક કાર્યને દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવપ્રમાણે આદરવાં ખરાં પણ તેમાં મુઝાવું નહિ એમ ખાસ લક્ષ્યપયોગ રાખીને જેઆ વર્તે છે તે સાત્વિકભાવે લૌકિક કર્મ કરવાને અધિકારી બને છે. જે મનુષ્ય લૌકિક વ્યવહાર પ્રમાણે આવશ્યક કર્મીને કરતા છતા સર્વે બાહ્ય દૃશ્ય પ્રચાથી પેાતાના આત્માને ભિન્ન માની અન્તરમાં સમભાવે વર્તીને આત્મિક પ્રગતિમાં પ્રવૃત્ત થાય છે તે મનુષ્ય નિલે પ રહેવાને ચાગ્ય હોવાથી લોકિક કર્મ કરવાને અધિકારી અને છે. યાવત્ સલેપભાવે બાહ્ય કર્મમાં-વસ્તુમાં-નામરૂપમાં મુંઝાવાનું થાય છે તાવત્ કર્મયોગીના અધિકારને પ્રાપ્ત કરી શકાતા નથી. લૌકિક કર્મચાગી અને લેાકેાત્તર ધર્મકર્મચાગીના અધિકાર નિર્લેપ દશાને પ્રાપ્ત કર્યા વિના થતા નથી એમ ખાસ અન્તરમાં અનુભવ કરવાની જરૂર છે. સાત્વિક કર્મયોગીઓ હુ વિદ્વાન છું, હું ધ્યાતા છું, હું અમુક કર્મના કર્તા છું અને હું અમુકનો ભાકતા છું એવા શબ્દ વ્યવહાર આચરતા છતા હું પણાના અભિમાનને હૃદયમાં ધારણ કરતા નથી; ફકત સર્વ કાર્યાંની પ્રવૃત્તિયોમાં પેાતાને સર્વનો સાક્ષી તટસ્થ માનીને પ્રવર્તે છે. સાત્વિકજ્ઞાની કચેોગીઓની આન્તરિક અને બાહ્યની નિર્લેપ દશા હાવાથી તે સંસારમાં બાહ્યપ્રવૃત્તિમાં શુષ્ક નાક્ષીએરની સ્થિતિ જેવા હોય છે. શુષ્ક
For Private And Personal Use Only