________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
品
નામરૂપનું વિવરણુ.
( ૧૧ )
કારની ફરજ પ્રમાણે મારે નિરવૃત્તિથી પ્રવર્તવું જોઇએ; પરન્તુ તેથી મારે સ્વજને અજાવતાં કોઈ જાતની ખાદ્ય વ્યવહાર પ્રમાણે ખામી ન રાખવી જોઈએ. બાહ્ય લૌકિક આવશ્યકે જે જે કર્માંની પ્રવૃત્તિયો કરવાની છે તે યદિ બાહ્યવાધિકાર પ્રમાણે ન કરવામાં આવે તે એક તે સ્વાધિકાર ફરજથી ભ્રષ્ટ થવાય; આત્મશક્તિમાં મન્ત્રતા આવે; આત્મજ્ઞાન પર તેથી લેાકેાની અરુચિ પ્રગટે; અને ધર્મસત્તાનો નાશ થાય તથા બાહ્ય આવશ્યક લૌકિકકમેની પ્રવૃત્તિના અભાવે જે જે વસ્તુની અગવડતા ટળે તેના ચેાગે ચિન્તા શેમેહ અને પરની આશામાં દાસત્વ વેઠવાના પ્રસંગ આવે. યાવત્ ગૃહાવાસમાં રહેવાનું થાય તાત્ લૌકિક આવશ્યક કર્તવ્ય કાર્યાંને ન કરવામાં આવે તે તેથી સ્વફરજથી ભ્રષ્ટ થતાં અન્ય લેાકેાને પાતાના વ્યાવહારિક પ્રામાણ્ય કર્તવ્ય કર્મોના વિશ્વાસ ન આવે અને તેથી લેાકેા પર પ્રામાણ્ય વર્તનની છાપ ન પડે. આ પ્રમાણે અનેક પ્રકારના દોષા ઉત્પન્ન થવાથી યાવત્ ગૃહાવસ્થામાં સ્થિતિ થાય તાવત્ ગૃહાવાસના કુચિત વિવેકે કર્તવ્ય કર્માને સ્વાધિકારે ખજાવવાની જરૂર છે. મારા આત્મા નિષ્ક્રિય નિરાકાર છે, બાહ્ય જડવસ્તુ આત્માની કાઇ કાલે થઈ નથી, થતી નથી અને ભવિષ્યમાં થવાની નથી તેથી ખાહ્ય વસ્તુઓની અહ‘તા-મમતા રાખવી એ તે! મારે આત્મિક ધર્મ નથી; તથાપિ લૌકિક વ્યવહારદૃષ્ટિએ શરીરઢિ જીવનહેતુભૂત માહ્યોપયોગી વસ્તુઆને બાહ્યાધિકારે ઉપયેગમાં લેવાની જરૂર છે; પરન્તુ તેમાં લેપાવાની જરૂર નથી. આત્મા વસ્તુતઃ અનામી તથા અરૂપી છતાં કમસંબંધે નામ તથા અનેક પ્રકારના રૂપાને ધારણ કરે છે તેથી તે અરૂપી અનામી એવું સ્વસ્વરૂપ ભૂલી વિશ્વવ્યવહારમાં પ્રવર્તતા છતા નામ તથા રૂપના માહથી સુઝાઈને અહંમમત્વના માહ માર્ગમાં બાહ્યથી અને અન્તરથી વહ્યા કરે છે, નામ અને રૂપ એ આત્માને શુદ્ધ પર્યાય નથી તેથી આત્મજ્ઞાનીએ પેાતાને વિશ્વમાં અનેક નામાની ઉપાધિયાએ પ્રસિદ્ધ થએલા જાણતા છતાં પણ તેમાં અનામી એવું આત્મસ્વરૂપ ઉપયાગમાં રાખીને મુંઝાતા નથી; તેમજ શરીરાદિ અનેકરૂપી પર્યાય જો કે કર્મના યોગે આત્માના સંબંધમાં આવ્યા છે; છતાં તે વસ્તુતઃ આત્માના શુદ્ધ પર્યાયેાથી ભિન્ન હોવાથી તેમાં રતિ અને અવૃત્તિ ધારણ કરીને મુંઝાતા નથી. નામરૂપના પર્યાયેા અખિલ વિશ્વમાં સર્વત્ર છે પરન્તુ તેએ આત્માથી ભિન્ન હેાવાથી તેમાં રાગદ્વેષના પિરણામને ધારણ કરવા એ કાઇ રીતે ઉપયાગી ન હોવાથી જ્ઞાનીએ બાહ્ય લૌકિક વ્યવહાર પ્રમાણે નામરૂપી બાહ્ય લૌકિક જીવનઉપયેાગિતાએ ઉપયોગ કર્યાં છતાં પણ તેમાં મુંઝાતા નથી. લૌકિક વ્યવહાર દૃષ્ટિએ નામરૂપના વ્યવહારની પ્રવૃત્તિને આચર્યા વિના કેઇ પણ મનુષ્યને કોઇ પણ રીતે ચાલતું નથી; પરન્તુ લૌકિક વ્યવહાર દૃષ્ટિ પ્રમાણે નામરૂપના અનેક પ્રકારના પર્યાયાના સંબંધમાં આવતાં છતાં અને તેના વ્યવહારની પ્રવૃત્તિ આચર્યા છતાં અન્તરથી નામરૂપથી નિલેષ રહેવું એ પ્રમાણે લૌકિકકમ યાગમાં ઉચ્ચ થવાની જરૂર છે. નામરૂપને વ્યવહાર તા ધર્મની વ્યવહારષ્ટિએ
For Private And Personal Use Only