SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મજ્ઞાનીઓ અભિમાનથી રહિત હોય છે. પ્રયત્ન કરી તેની સાધ્યતા કરી શકાય છે અને કર્તવ્યકર્માતે હર્ષ શેકથી વિમુક્ત રહેવાય છે. લૌકિકદશામાં યાવત્ સ્થિતિ છે તાવતું લોકિકવ્યવહારદષ્ટિએ તેની પ્રવૃત્તિ કર્યા વિના છૂટકો થતો નથી તેથી ગૃહાવાસમાં સ્થિતિ કરનારાઓ નિષ્કામદૃષ્ટિથી પ્રવૃત્તિ કરે છે. જેણે રાગદ્વેષને અમુકાશે જીતેલા છે તે જિતદોષ કહેવાય છે. પિતદોષજ્ઞાનીવડે સાત્વિકકર્મો અર્થાત્ રાગદ્વેષ કામનારહિતપણે વિદ્યાપ્રાપ્તિકર્મ–ક્ષાત્રકર્મ–વૈશ્યકર્મ અને સેવ્યકર્માદિ કર્મો કરી શકાય છે. કપિલકેવલીએ પાંચસે ચેરોની આગળ લૌકિકકર્મરૂપ નાટ્યગાન કર્યું હતું. ચેરોની આગળ નાટક કરતાં કપિલકેવલીનું લૌકિક આવશ્યક કર્મફરજને અદા કરી હતી. કપિલકેવલીનું નાટ્યકર્મ તે સાત્વિકકર્મ તરીકે રાગદ્વેષરહિતપણે અવધવું. પરિપૂર્ણ રાગદ્વેષરહિત એવા કપિલકેવલીએ લૌકિક નાટ્યકર્મ સેવ્યું તેમાં તેમણે દ્રવ્યક્ષેત્રકાલભાવે લૌકિકકર્મ કરવાની પ્રવૃત્તિની આવશ્યકતા અવબોધી હતી. સાત્વિક મનુષ્ય અહંમમત્વવૃત્તિરહિતપણે લૌકિક કર્તવ્યકર્મોને એક પિતાની ફરજ માનીને જ કરે છે. અહંમમત્વ વૃત્તિને ત્યાગ કરવાપૂર્વક જે જે કર્તવ્ય કર્મો થાય છે તેથી તે કર્મોને પણ ઉપચારથી સાત્વિકકર્મો તરીકે કથવામાં આવે છે. તથા જે કર્મો કરવામાં સાત્વિકભાવના વતે છે તે કને સાત્વિકકર્મો કથવામાં આવે છે. આત્મજ્ઞાની જે હોય છે તે રવૃત્તિ અને તમોવૃત્તિરૂપ દોષને જીતી શકે છે. આત્મજ્ઞાનીઓ રાગદ્વેષના ત્યાગપૂર્વક લૌકિકદશામાં લૌકિક આવશ્યકર્મપ્રવૃત્તિને આચરતા હોવાથી તેઓ સંસારમાં અપુનબંધકની સ્થિતિને પ્રાપ્ત કરી આમન્નતિ વિકાસક્રમમાં દરરોજ આગળ વધ્યા કરે છે. લૌકિકકર્મોને તે અખિલ વિશ્વવર્તિ મનુષ્યો આચરે છે પરંતુ રાગદ્વેષરહિતપણે સ્વફરજને પ્રભુની આજ્ઞારૂપ અવબેધી તેમાં પ્રવૃત્ત થનાર વિરલ આત્મજ્ઞાનીઓ હોય છે એમ અવબોધવું. જેમ જેમ નિર્લેપકર્મ પ્રવૃત્તિ કરનારા મનુષ્યોની સંખ્યામાં વૃદ્ધિ થાય છે તેમ તેમ વિશ્વની સાવય વાસ્તવિક ઉન્નતિ થયા કરે છે. જેમ જેમ વિશ્વમાં આત્મજ્ઞાનીઓની સંખ્યામાં વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ સાત્વિકકર્મગીઓ વડે પૃથ્વી શોભાયમાન થતી જાય છે. એક તરફ આત્માના શુદ્ધ સ્વરૂપના ઉપયોગમાં રહેવું અને બીજી તરફથી વિધવર્તિ લૌકિક કર્તવ્યકર્મોને સ્વફરજાનુસારે કર્યા કરવાં એ કંઈ સામાન્ય બાબત નથી. ઉચ્ચ કર્મયોગીની દશાને પ્રાપ્ત કરવાને માટે અન્તઃકરણપૂર્વક પ્રયત્ન હોય તે આવી દશા પર સ્થિત થવાય છે એમ મનુષ્ય અનુભવષ્ટિથી અનુભવશે તે તેમને અવબોધાયા વિના નહિ રહે. આત્મજ્ઞાનીઓ » જ્ઞાની, અરું સ્થાની, અહં જાત્ત, યદું મો જુસ્થામાં થતી અહંવૃત્તિથી મુક્ત થાય છે તેથી પિતાની શક્તિ માટે પોતાને અભિમાન પ્રકટતો નથી. જ્ઞાનીકર્મયોગીઓ અવબોધે છે કે બાહ્યકર્તવ્યકર્મો ખરેખર બાહ્ય વ્યવહારે કારણ સામગ્રીએ થયા કરે છે અને આત્મિક કર્તવ્યકર્મો આન્તરિક ભાવ પ્રમાણે થયા કરે છે તેથી તેમાં જે સ્વાભાવિક ધર્મ પ્રમાણે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy