________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
F
રાજસ વિગેરે કર્મોનું સ્વરૂપ.
(૪૭)
સ્થાપન કરવાને વ્યવહાર અને નિશ્ચયતઃ સમર્થ થઈ શક્તા નથી. કર્તવ્ય કાર્યોને સ્વફરજનાને અદા કરવામાં અભિમાન ક્રોધ લોભ અને માયા કરવાની કંઈ પણ જરૂર નથી. રાજ્ય વગેરે તંત્રને સાત્વિક ગુણવૃત્તિથી સમ્યગૂ આવી શકાય છે. યુદ્ધાદિ કાર્યોમાં સત્વગુણવૃત્તિવાળા મનુષ્યો વિજયી બને છે. બીકણ–બાયલા બની જવું એનું નામ સત્વગુણવૃત્તિ નથી. જે જે અંશે સત્યનિષ્ઠા પ્રમાણિકતા નિર્ભયતા આત્મભેગ પરમાર્થપ્રવૃત્તિ, દાક્ષિણ્ય, સેવા, ભક્તિ, દયા, વિજ્ઞાન, વિવેક, સમ્યકત્વ, મન, વચન અને કાયિક શક્તિનું વ્યાયામપૂર્વક આરોગ્ય કવ્યક્ષેત્રકાલભાવનું જ્ઞાન દક્ષત્વ શોર્યશક્તિપ્રાકટ્ય આચારવિચારશુદ્ધિ હદયનું ઔદાર્ય દાન બ્રહ્મચર્ય શક્તિની વૃદ્ધિ આત્મજ્ઞાનપ્રકાશ ખેરહિતપ્રવૃત્તિ બાહ્યકર્મ ફલેચ્છાત્યાગ આત્મવિશ્વભાવનાની વૃદ્ધિ સમતા સંતેષ વિદ્યા અનેક પ્રકારની વિદ્યાનું પઠન પાઠન સંરક્ષકશક્તિપ્રગતિ પરોપકારભાવનાની વૃદ્ધિ સૌજન્યભાવની વૃદ્ધિ અભેદભાવનાની વૃદ્ધિ કલ્યાણકારક વિચારોની વિસ્તીર્ણતા પરસ્પર સાહાસ્યપ્રદ– ચિત્યજ્ઞત્વ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પુણ્યકર્મ કરવાની પ્રવૃત્તિ આત્મગુણોનો વિકાસ સાપેક્ષનયજ્ઞાન ત્યાગભાવ નિરહંવૃત્તિ અને તટસ્થત્વ રહેવાની શકિત ખીલે છે. તે તે અંશે મનુષ્ય સાત્વિકવૃત્તિવાળે કહી શકાય છે.
જેમ જેમ મનુષ્ય આત્મા અને પરમાત્માના અનુભવ જ્ઞાનમાં આગળ વધે છે અને ઉપર્યુક્ત સત્વગુણને જે જે અંશે રહે છે તે તે અંશે તે રજોગુણ અને તમોગુણવૃત્તિને પરિહરી લૌકિકપ્રગતિમાં ઉચ્ચ બની વિશ્વની ઉચ્ચતા કરવા સ્વભાવે સમર્થ થાય છે. જે મનુષ્ય ગૃહવાસમાં રહ્યા હતા અને પિતાને સાત્વિકગુણી માનતા છતાં લોકિવ્યવહારમાં પડતીને પામે છે તો તત્સંબંધી અવધવું કે તે મનુષ્ય સાત્વિકગુણના ખરેખરા સેવક બન્યા નથી. જે તેઓ વસ્તુતઃ સાત્વિકગુણસેવક બન્યા હોય તે લૌકિક વ્યવહારદષ્ટિએ વિશ્વમાં સર્વોત્તમ ગણાયાવિના અને અન્ય મનુષ્યોના સ્વામી બન્યા વિના રહેત નહિ. સમ્યકત્વજ્ઞાન પ્રાપ્તિપૂર્વક સાત્વિકગુણની ભૂમિકામાં વિહાર કરીને ઉરચ પ્રદેશનો અનુભવ કરી શકાય છે. વિશ્વજીનું પરસ્પરહાનિત્વ ખરેખર રજોગુણ અને તમોગુણરૂપ મેહનીયવૃત્તિયોથી થાય છે એમ જ્યારે અનુભવમાં આવે છે ત્યારે સાત્વિકગુણનું વસ્તુતઃ આસેવન થઈ શકે છે. રજોગુણ અને તમોગુણવૃત્તિથી ભૂતકાળમાં અનેક મનુષ્યની પડતી થઈ વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. રજોગુણ અને તમે ગુણી મનુષ્ય પરસ્પર એક બીજાની શક્તિને નાશ થાય એવા વિચારો અને પ્રવૃત્તિ કર્યા કરે છે. રજોગુણ અને તમગુણી મનુષ્ય પરસ્પર સંકલેશ કરી અવનતિના માર્ગમાં ગમન કરે છે. સત્ત્વગુણ મનુષ્ય સાતિવકવૃત્તિવાળા વિચારો અને આચારોથી આત્માનું અનેક પ્રકારનું બળ એકઠું કરે છે અને તેનો વિવેકદૃષ્ટિપૂર્વક ઉપગ કરે છે તેથી તેઓ અ૫હાનિ અને મહાલાભ મેળવવા વિશ્વમાં શક્તિમાન્ થાય છે. રજોગુણી અને તમે ગુણી મનુષ્યો ભલે સ્વને સ્વતંત્ર માને
For Private And Personal Use Only