________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લૌકિક કમેના ત્રણ પ્રકાર.
( ૪૧ )
ઈટાનિષ્ટ પ્રવૃત્તિથી સ્વાધિકાર કર્મથી યથાર્થ ફરજ અદા કરી શકાતી નથી અને લૌકિક દૃષ્ટિએ આત્માની પ્રગતિ થઈ શકતી નથી અને લોકોત્તર ધર્મકર્મની પ્રવૃત્તિના પણ સ્વાધિકાર અધિકારી થઈ શકાતું નથી એમ લૌકિક કર્મજ્ઞ વિવેકીઓને સમ્યમ્ અવબેધાઈ શકાશે. લોકિક દૃષ્ટિએ ઈચ્છાનિષ્ટનું સમ્યગ સ્વરૂપ નિર્ણત કર્યા વિના જે જે અંશે અપ્રવૃત્તિ કરવામાં આવે છે તે તે અંશે સ્વની-કુટુંબની-સમાજનીજ્ઞાતિનીધર્મની અને દેશની અવનતિમાં કારણભૂત થઈ શકાય છે એમ જ્યારે પરિપૂર્ણ નિશ્ચય થાય છે ત્યારે લેકવ્યવહારમાં લૌકિક પ્રગતિનાં દ્વાર ખુલ્લાં થાય છે. સ્વબુદ્ધિથી પ્રત્યેક કર્મનું ઈષ્ટનિષ્ટત્વ અધ્યા વિના પરજનેની બુદ્ધિના પરતંત્ર બની માનસિક વિચારશ્રેણિએ અન્યનું પાતંત્ર્ય ગ્રહી જે મનુષ્યો કર્મ પ્રવૃત્તિ કરે છે તે કદાપિ સ્વાત્મ સ્વાતંત્ર્યપ્રદ લૌકિક કર્મમાં પ્રવૃત્ત થઈ શકતા નથી. સ્વાત્મસ્વાતંત્ર્યપ્રદષ્ટકર્મોને સ્વપ્રજ્ઞા દ્વારા અવબોધીને સંપ્રાપ્ત સ્વાત્મશક્તિપૂર્વક સેવવાં જોઈએ. બાહ્યવિશ્વમાં શુદ્ધનિશ્ચયનયષ્ટિએ અવક્તાં કોઈ કર્મમાં ઈષ્ટત્વ અને કોઈ અકર્મમાં અનિષ્ટત્વ દેખાતું નથી. જગતના સર્વ પદાર્થો સ્વાત્માથી ભિન્ન છે. જગતના પદાર્થો વસ્તુતઃ આત્માથી ભિન્ન છે તેથી તેમાં ઈષ્ટત્વ અને અનિષ્ટત્વની કલ્પના કરવી એ વસ્તુતઃ બ્રાતિ છે અને તેની પ્રવૃત્તિ કરવી તે પણ બ્રમાત્મક છે; તથાપિ લૌકિક વ્યવહારદષ્ટિએ આજીવિકાદિ નિમિત્તયોગે બાહ્યકર્મોમાં ઈષ્ટત્વ અને પ્રતિકૂલ કર્મોમાં અનિષ્ટને આરોપ કરી શકાય છે અને જ્યાં સુધી આજીવિકાદિની આવશ્યકતા છે તાવત્ બાહ્યકર્મોમાં શુભાશુભની પ્રવૃત્તિ સત્ય કરે છે. તત્ત્વજ્ઞાનીઓ આત્મજ્ઞાનવડે લોકિક બાહ્યકર્મોમાં ઈષ્ટાનિષ્ટત્વ માનતા નથી તોપણ લૌકિક આજીવિકાદિ જીવન હેતુઓ માટે અન્તરમાં ઈટાનિષ્ટત્વની કલ્પનાથી રહિત થયા છતાં પણ આજીવિકાદિ હેતુએ બાહ્યવ્યવહારને આવશ્યક ગણી લૌકિક દૃષ્ટિએ ઈષ્ટ ગણાતાં એવાં ઈષ્ટકને આચરવાં એ ફક્ત સ્વફરજ માનીને આચર્યા કરે છે અને લૌકિક દૃષ્ટિએ અનિષ્ટ ગણાતાં એવાં અનિષ્ટ કર્મોનો ત્યાગ કરે છે તેથી તેઓ ઈષ્ટકમને આચરતા છતા અને અનિષ્ટકર્મને ત્યાગ કરતા છતાં સ્વફરજને આવશ્યકરૂપ માની પ્રવર્તતા હોવાથી તેઓ રાગાદિના અભાવથી બાધકનો સ્વાત્માની સાથે સંબંધ કરી શકતા નથી; તેથી તેઓ બાહ્યથી કર્મકરણીએ સક્રિય છતાં અન્તરથી અક્રિયપણે પ્રવર્તે છે. કાર્યોમાં ઈચ્છાનિત્વ ફક્ત લૌકિક વ્યવહારદષ્ટિએ ઇષ્ટાનિષ્ટ પરિણામાદિયાગે રૂઢ થએલું છે. આત્મજ્ઞાનીઓ ઇબ્રાનિની કલ્પનાથી રહિત થઈ ઈનિષ્ટ ગણાતાં બાહ્યકર્મોમાં આદેયહેયભાવે વર્તે છે તેથી તેઓ આકાશની પેઠે અન્તરથી નિર્લેપ રહી કમગીના ઉચ્ચપદને પ્રાપ્ત કરી શકે છે. સાત્વિકકર્મો રાજસિકકર્મો અને તામસકર્મો એમ લૌકિકકર્મોના ત્રણ પ્રકારે ભેદ પડે છે. સાત્વિક બુદ્ધિને માટે જે ચગ્ય હોય વા સત્વગુણ જેનાથી વધે અથવા
For Private And Personal Use Only