________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
-
--
-
-
--
-
-
SS
ઇષ્ટ અને અનિષ્ટ કર્મનું પૃથક્કરણ.
( ૩૯ )
બોધવાં. જે કર્મો કરવાથી આજીવિકાના ઉપાયો સંરક્ષાતા હોય અને તેની પ્રગતિ થતી હોય તો તે લૌકિક દૃષ્ટિએ ઈષ્ટક અવબોધવાં. જે કર્મો કરવાથી અન્યોના હુમલાથી સ્વપરનું તથા સમાજ સંઘાદિનું રક્ષણ થાય તો તે ઈષ્ટકર્મો જાણવા. જે કર્મો કરવાથી માનસિકવાચિક-કાયિક અને આત્મિક શક્તિ પ્રતિદિન વધે અને શારીરિકશક્તિની આરોગ્યતા સંરક્ષાય તે કર્મોને શુભકર્મો તરીકે અવબોધવા. જે કર્મો કરવાથી ગૃહસંસારમાં સર્વ પ્રકારની સાનુકૂલતા સચવાય અને પ્રતિકૂળતાને નાશ થાય તે ઈષ્ટકર્મો અવધવાં. જે કર્મો કરવાથી અનેક પ્રકારના વિશ્વમાં પ્રસરતા રેગોને નાશ કરી શકાય અને વિશ્વમનુષ્યને શાન્તિ સામ્રાજ્યની પ્રાપ્તિ થાય તે ઈષ્ટકમ્ અવબોધવાં. જે કર્મો અનેકદૃષ્ટિના આશચથી સાપેક્ષતાને ભજતાં હોય અને લૌકિકમાર્ગમાં સર્વ મનુષ્યને ઉચ્ચદશા પ્રતિ ઉપયોગી થતાં હોય તે ઈષ્ટકર્મો જાણવાં. જે કર્મો કરવાથી દાનવીર-ભક્તવીર-દેશવીર આદિ વીની પદવીઓમાં આગળ વધતું હોય તે ઈષ્ટકર્મો અવધવાં. જે કર્મો કરવાથી લોકિક
વ્યવહારપ્રામાણ્ય પ્રતિષ્ઠામાં આગળ વધતું હોય તે લોકિક દષ્ટિએ શુભ કર્મો જાણવાં. જે કર્મો કરવાથી શત્રુઓના દાવપ્રપંચનો નાશ કરી શકાતો હોય અને અનેક સંકટો સામે યુદ્ધ કરી છુ સાધ્યની સિદ્ધિ થતી હોય તો તે કર્મો અવબોધવાં. જે જે કર્મો કાલાનુસાર આર્થિક સ્થિતિની અભિવૃદ્ધિસંરક્ષાર્થે ઉપગી હોય તે ઈષ્ટકર્મો અવબોધવાં. લોકિકદષ્ટિએ ઈષ્ટકર્મોથી જે જે કર્મો વિપરીતરૂપ હોય તે અનિષ્ટ કામે અવબોધવાં. જે કર્મો દેશ સમાજની અવનતિકારક હોય તે અનિષ્ટ કર્મો જાણવાં. આત્માની બાધોન્નતિનાશક અને વિશ્વસમાજની બાહ્યોન્નતિનાશક જે જે કર્મો હોય તે અનિષ્ટ કર્મો જાણવાં. વિદ્યાક્ષાત્રબલ-વ્યાપારહુન્નરકલાદિનાશક જે જે કર્મો કરાતાં હોય તે અનિષ્ટકર્મો અવબોધવાં. સાંસારિક પ્રગતિમાર્ગમાં આગળ વધવામાં જે જે અગ્ય પ્રવૃત્તિ થતી હોય તે અનિષ્ટકર્મો અવબોધવાં. લૌકિક જીવનપ્રગતિમાં સ્વાધિકારથી ભિન્ન જે જે કર્મો હોય તેઓને અનિષ્ટકર્મો તરીકે અવબોધવાં. અપવાદમાર્ગે આપત્તિકાલે ગૃહસ્થને સ્વાભાદિ રક્ષણાર્થે જે જે કર્મો કરવાયેગ્ય હોય અને તે તે કર્મોથી ભિન્ન એવાં કર્મો તે તે કાલે કરવામાં આવે તો તે અનિષ્ટકર્મો અવધવાં. ઉત્સર્ગ માગે છે જે દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે જે જે કર્તવ્ય કર્મો હોય તેનાથી તે તે દ્રવ્યક્ષેત્રકાલભાવે વિરુદ્ધ એવાં જે જે કર્મો કરવામાં આવે વા માનવામાં આવે તે તે અનિષ્ટ ક જાણવા. જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે અવસ્થાએ અને જે જે અધિકારે આર્થિક સ્થિતિ પ્રગતિકારક સ્વગ્ય જે જે કર્મો હોય તેનાથી ભિન્ન એવા કર્મો કરવામાં આવે તે સ્વગ્ય આર્થિક દૃષ્ટિએ તે અનિષ્ટકર્મો અવબોધવાં. જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે અવસ્થાએ જે જે અધિકારે સ્વ અને કુટુંબસમાજ દેશ દેશ વગેરેનાં રક્ષણનાં જે જે કર્મો સ્વને તથા સમાજને કરવાગ્યે તેઓનો ત્યાગ કરીને તેના બદલે વિરુદ્ધકર્મો કરવામાં
For Private And Personal Use Only