________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬ )
શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન.
રૂઢિવશ થઈ પશ્ચાતું રહેશે તો તેઓ આત્માની બાહ્ય સાધનશક્તિથી વિમુખ બની અન્ય જનનું પાતંત્ર્ય સેવશે. આત્માની બાહ્ય સાધનશકિત વડે આત્માની આત્યંતરજ્ઞાનાદિ શક્તિને વિકાસ થાય છે. ગૃહસ્થાવાસમાં ચાવતું સ્થિતિ હોય તાવતું ગૃહસ્થાવાસના સ્વાધિકારે આત્મજ્ઞાન અને વૈરાગ્યાદિગુણો અન્તરમાં અમુકસ્થિતિ સુધીના પ્રગટ્યા છતાં સ્વયોગ્ય લૌકિકજીવનાદિ કર્મ પ્રવૃત્તિને સેવવી પડે છે અને તેથી બાહ્ય લૌકિકકર્માધિકારની ફરજ અદા કરી એમ કહેવાય છે. લૌકિકજીવિકાદિ સાધન સામગ્રીઓની સાનુકૂલતા જે જે કાલે જે જે અવસ્થાએ ઉત્સર્ગ વા અપવાદથી સધાય એવી રીતે જે જે પ્રવૃત્તિ કરવી તે તે પ્રત્યેક મનુષ્યને યોગ્ય છે. એકની કર્મક્રિયાની ઉપાદેયતા અન્યને હેયરૂપ લાગે અને તેની ક્રિયાઓની ઉપાદેયતા ભિન્નાધિકારથી બીજાને હેયરૂપ લાગે તો તેમાં કશું આશ્ચર્ય નથી. એક વ્યક્તિએ સ્વાધિકાર-સમાજે સમાજના અધિકાર–સંઘે સંઘના અધિકાર પ્રમાણે અને રાજાએ રાજાના અધિકાર પ્રમાણે દેશકાલાદિને વિવેક કરી અને લાભાલાભને પરિપૂર્ણ નિશ્ચય કરી આત્માની બાહ્ય અને આતરિક પ્રગતિકારક કર્મક્રિયાઓ કરવી જોઈએ. વિવેકે લોકિકકર્મપ્રવૃત્તિમાં અન્તથી દયાની યતના પૂર્વક વર્તવાથી દોષનો પરિહાર કરી શકાય છે અને સ્વાધિકારે કર્મ પ્રવૃત્તિ સેવીને વિશ્વવર્તિપ્રતિ ઉપગ્રહ કરી શકાય છે. લૌકિકકર્મક્રિયાઓ સદોષ તે હોય છે જ; પરન્તુ લૌકિક દશામાં લૌકિકકર્મકિયાએ કર્યા વિના છૂટકે થતો નથી. તેમાં વિશેષ એ છે કે આત્મજ્ઞાન વૈરાગ્ય અને અહિંસાદિભાવથી યુક્ત થઈ જે મનુષ્ય લૌકિકકર્મ સ્વાધિકાર સદોષ પ્રવૃત્તિને સેવે છે પણ તે અન્તરથી તરતમયોગે નિર્લેપ રહે છે અને આત્મોન્નતિ કમણિના પગથીયાપર રહી અન્યના લોકિજીવનની પ્રગતિમાં સ્વાદર્શજીવનને સ્પષ્ટ કરે છે. લૌકિજીવનાદિ ઉપયેગી પ્રવૃત્તિથી હીનભ્રષ્ટ મનુષ્ય કદાપિ બાહ્ય વ્યવહારીય દાસત્વભાવથી મુક્ત થઈ શક્તા નથી. આજીવિકાનાં સાધનસંપન્ન રહેવું એ લૌકિકકર્મ પ્રવૃત્તિમાં મુખ્ય કર્મ છે અને તેનાં જે જે વિદ્યાક્ષાત્રબલવ્યાપારાદિક સાધનોથી સંસારમાં વર્તવાની દશા છતાં આળસુ થવું એ અજ્ઞાની અર્ધદગ્ધ મનુષ્યોનું લક્ષણ છે. આજીવિકાદિ માટે અન્યની યાચના કરવી એ હીનકર્મ છે અને તેવી સ્થિતિએ ગૃહસંસારમાં પડી રહી ચિન્તા-શેક-વિકલ્પ–સંકલ્પ કરી દુર્યાનના ભેગી થવું એ કોઈ પણ રીતે યોગ્ય નથી. સ્વગ્ય સામર્થ્યપૂર્વક આજીવિકાદિ લૌકિકકમ પ્રવૃત્તિ વડે આજીવિકાદિ સાધનથી જે સંપન્ન થાય છે તે ગૃહસાંસારિક બહ ચિન્તા શોકાદિ દુર્ગાનથી મુકત થઈ ધર્મની પ્રવૃત્તિમાં પ્રવર્તવા શક્તિમાન થાય છે; અએવ ગૃહીઓને ઉપર્યુક્ત વિવેક ગ્રાહ્ય કર્મ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થયા વિના છૂટકો થતો નથી. આત્મજ્ઞાન-વૈરાગ્ય અને અહિંસાદિગુણયુક્ત ગૃહસ્થમનુષ્યને સાંસારિકકર્મ પ્રવૃત્તિમાં પ્રવર્તતાં અનેક જાતના અનુભવે આવે છે અને પશ્ચાતું તેને સાંસારિક કર્મોમાં આનુભવિકનિર્વેદ પ્રકટે છે અને તેથી તે ત્યાગમાર્ગના યોગ્ય થઈ પશ્ચાત્ ત્યાગી બની ત્યાગીનું આદર્શજીવન ગાળવા શક્તિમાન
For Private And Personal Use Only