________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લૌકિક વનકર્મો સિવાય ધર્મ નિર્જીવ જેવો ગણાય.
( ૩૫ )
સેવતાં ધર્મકર્મ પ્રવૃત્તિને પણ સુખપૂર્વક સેવી શકાય છે એ સૂત્ર કદાપિ વિશ્વવ્યવહારવર્તુલસ્થિતમનુષ્યને વિમરવા યોગ્ય નથી. જેનામાં ક્રિયાની કિંમત આંકવાની શકિત આવી નથી તેનામાં સમયની કિસ્મત આંકવાની શક્તિ પણ ન હોઈ શકે એ બનવા એગ્ય છે. ક્રિયામાં પ્રવૃત્ત થયા વિના લૌકિક વ્યવહારમાં તથા લાકેત્તર વ્યવહારમાં મનુષ્યની કિસ્મત થઈ શકતી નથી અને તે સ્વપાછળ પિતાનાં અસ્તિત્વસંરક્ષક સંતતિબીજકોને મૂકી જવા સમર્થ થઈ શકતો નથી. જે જે લૌકિકન્નતિકારક જીવન પ્રગતિ એગ્ય ક્રિયાઓ હોય અને દ્રવ્યક્ષેત્રકાલભવતઃ સ્વ અને પરને ઉપકારી તથા કરવા યોગ્ય હોય તો તે યિાઓને યથાશક્તિ કરવી એ મનુષ્યમાત્રને લૌકિક આવશ્યક ફરજરૂપ ધર્મ છે; તેનાથી જે વિમુખ રહે છે તે સંસાર વ્યવહારમાં આજીવિકાદિ સામગ્રીઓની સાધનસંપત્તિના અભાવે પશ્ચાત્તાપપાત્ર બને છે; અત એવ વ્યવહારકર્મમાર્ગમાં પ્રવર્તકોએ ઉપર્યુક્ત લૌકિક આવશ્યક કિયાઓ પ્રતિ લક્ષ્ય દેવું જોઈએ. ત્યાગીઓને પણ દેશકાલાનુસાર સ્વભક્તોની આજીવિકાદિ સાધનસંપત્તિની અનુકૂલતાર્થે લૌકિક જીવન કર્મયોગને પ્રબંધ કરવો પડે છે. વિદ્યાબલક્ષાત્રબલ-વ્યાપારબલ અને સેવાબેલ વગેરે બેલેથી જે લોકે વિશ્વમાં જીવનદશામાં સાધનસંપન્ન નથી તેઓ અન્ય મનુષ્યના દાસ બને છે અને કોઈ વખત તેઓનું અસ્તિત્વ અને તેઓના ધર્મનું અસ્તિત્વ ખરેખર ઈતિહાસના પાને અવશેષ માત્ર રહી શકે છે. વિશ્વવ્યાપક ઉદાર અને સર્વમનને સ્વવસ્થિતિમાં અનકલ એવાં લૌકિક જીવનકમે અને તેઓની યિાઓ જે દેશમાં અને જે ધર્મમાં હોતી નથી તે દેશ અને તે ધર્મ ખરેખર વિશ્વમાં નિર્જીવ જેવો બની જાય છે. વિશ્વમાં કોઈ પણ ધર્મ એ નથી કે જેના આરાધકો ખરેખર લૌકિક કર્મ પ્રવૃત્તિને સેવ્યા વિના લૌકિક જીવનમાર્ગમાં જીવી શકે. અધિકાર દેશ-કાલ-દ્રવ્ય-ભાવના સાનુકૂલ પ્રતિકૂલ જીવનસંગોને વિચાર કર્યા વિના જે ધર્મના પ્રવર્તકે સંસારસ્થ જીવને સંસારસ્થ દશામાં લૌકિક જીવન કર્મક્રિયાઓનો સર્વથા ત્યાગ કરવા જણાવે છે તે ધર્મના પ્રવર્તકે અને તે ધર્મારાધકે લૌકિકેન્નતિની અસ્તવ્યસ્ત દશાને પ્રાપ્ત કરીને લૌકિકન્નતિમાર્ગથી ભ્રષ્ટ થઈ અને ધર્મમાર્ગથી પણ આજીવિકાદિ હેતુઓના અભાવે ભ્રષ્ટ થાય છે. ધર્મ પ્રવર્તક કે જે ધર્મ પ્રચારક માર્ગમાં પરિતઃ દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી કુશલ છે તેઓ લેકોને તેમના લૌકિકકર્મ પ્રવૃત્તિના અધિકાર પ્રમાણે ધર્મના આચારાદિને ઉપદેશ આપી તેઓની લૌકિકજીવન કર્મ પ્રવૃત્તિનો નાશ કરતા નથી. લોકોએ લૌકિકકર્મ પ્રવૃત્તિને સ્વસ્વાવસ્થાએ નિર્ણય કરીને જીંદગીમાં જીવનના સંરક્ષણની સાથે ગૃહાવાસમાં રહી લોકોત્તર ધર્મકર્મની ક્રિયાઓને સ્વાધિકારે યથાશકિત સેવવાને હેયે પાદેય વિવેક પ્રાપ્ત કરે જોઈએ. ઉપર્યુંકત વિવેકપૂર્વક સ્વાધિકારે લૌકિકજીવન કર્મકિયાઓને નહિ સેવવામાં આવે તે કર્મવ્યવસ્થા કમનિયમિત પ્રવૃત્તિના અનેક જીવનમાર્ગોની સ્પર્ધામાં જે લોકો સંકુચિતવૃત્તિથી-નિવિવેકપ્રવૃત્તિથી-આલચથી અને પ્રાચીન
For Private And Personal Use Only