________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયાઓ વિવેકપૂર્વક કરવી.
( ૩૩ )
રાજેન્નતિ, અને પ્રજોન્નતિ, આદિ અનેક પ્રકારની ઉન્નતિનું અસ્તિત્વ સંરક્ષી શકાય અને ઉન્નતિમાં આગળ વધી શકાય. જે જે દેશકાલાદિકગે અયોગ્ય અને અવનતિકારક પ્રવૃત્તિ અવબોધાતી હોય તેઓથી વિરામ પામી સર્વ પ્રકારની ઉન્નતિકર વ્યાવહારિકલૌકિકકર્મક્રિયાઓ કરવી જોઈએ. મનુષ્યએ સ્વર્ગેની ફરજ અદા કરવાને પ્રગતિકારક લૌકિકકર્મક્રિયાઓ પ્રતિ લક્ષ્ય દેવું જોઈએ. સમય વહ્યો જાય છે અને પ્રત્યેક કર્તવ્ય કાર્યની ક્રિયાનો ભાર પિતાના પર જે આવી પડેલો હોય તે કરીને કર્તવ્ય કણમાંથી મુક્ત થવું જોઈએ. આવશ્યક લૌકિકપ્રવૃત્તિને જે દેશના અને જે ધર્મના લોકે વિવેકપૂર્વક લાભાલાભ તપાસીને કરે છે તે દેશના અને ધર્મના લોકો ખરેખર અદેશીય મનુષ્ય કરતાં ઉન્નતિકમમાં આગળ વધે છે. જે દેશના અને ધર્મના લોકો હેયાદેય વિવેક વિના દેશીય અને ધાર્મિક કાર્યોની ક્રિયાઓ કરે છે અને તેનાથી શું પરિણામ આવે છે તે પ્રતિ જરા માત્ર દરકાર રાખતા નથી તે દેશના અને તે ધર્મના લોકો આમેન્નતિ–દેશોન્નતિસંઘોન્નતિ વગેરે અનેક પ્રકારની ઉન્નતિથી પશ્ચાતું રહે છે. અમુક લૌકિક પ્રવૃત્તિ આદર્યાપૂર્વ વિવેકબુદ્ધિથી વિચાર કરવો જોઈએ કે તે પ્રવૃત્તિથી મને શું લાભ થનાર છે અને અન્ય મનુબેને શું લાભ થનાર છે? ઈત્યાદિ બાબતો પર જે ખાસ લક્ષ્ય રાખીને લૌકિક ક્રિયાઓને ઉદ્દેશપૂર્વક આદરે છે તે વિગે કાર્યસિદ્ધિની વિજયદશાને ભજે છે. લૌકિક ક્રિયાઓને અધિકારી જે મનુષ્ય હોય અને તે લૌકિક જીવનાદિ ક્રિયાઓ કરે પરન્તુ દેશકાલાનુસારે તે ક્રિયાઓ કરતાં કેઈ અન્ય કાર્યોની પ્રવૃત્તિ શ્રેષ્ઠ છે કે કેમ તેને વિચાર ન કરે અને અન્ય પરંપરાથી જ્ઞાન વિના સ્વયેગ્ય કર્મ પ્રવૃત્તિ કર્યા કરે તો પરિણામે ફલ એ આવે કે તે લૌકિક જીવન પ્રગતિમાં અન્ય સુજ્ઞ મનુષ્ય કરતાં પશ્ચાતું પડે અને તેની અન્ય પરંપરા પ્રવૃત્તિના સુધારા વધારાના અભાવને લાભ ખરેખર તેના પ્રતિસ્પર્ધી પ્રાપ્ત કરી શકે. અત એવ વર્તમાન અને ભવિષ્ય કાલમાં કઈ કઈ લોકિક જીવનાદિ પ્રવૃત્તિ એગ્ય છે અને કયારૂપે યુગ્ય થશે તેને સમ્યગ વિચાર કરી અજ્ઞાત્વપરંપરાને ત્યાગ કરી સ્વયેગ્ય લૌકિક કર્મક્રિયાઓ આદરવી જોઈએ અને દઢ સંકલ્પથી તેમાં સદા પ્રવૃત્ત થવું જોઈએ. લૌકિક દેશસેવા–રાજ્યસેવા–પ્રજાસેવા-રાજસેવા–લૌકિક ગુરુ સેવા-માતાપિતાની સેવા-વ્યવહારિક વિદ્યાપ્રદ જનાઓની સેવા-ગરીબોની સેવા-જ્ઞાતિ સેવા આદિ અનેક પ્રકારની સેવાના માર્ગોમાં સેવક થઈ સેવાની ક્રિયાઓ કરવામાં હેયાદેય વિવેકપૂર્વક કટિબદ્ધ થવું જોઈએ. ગૃહસ્થાવાસસ્થિત મનુષ્યને લોકિક કાર્ય ક્રિયાઓ કરવી પડે છે. પણ તેમાં વિવેકવિના કરાતી ક્રિયાઓથી પ્રગતિમાર્ગમાં આગળ વધાય અથવા પ્રવૃત્તિમાર્ગમાંથી પાછળ રહેવાય છે તેનું ભાન રહેતું નથી, તેથી અંતે અવનતિકારક ભયંકર પરિણામ પ્રાપ્ત થાય છે. અત એવ વિવેકપૂર્વક અનેક પ્રકારની યુક્તિથી લૌકિક
For Private And Personal Use Only