________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
( ૨૬ )
શ્રી કર્મવેગ ગ્રંથ-વિવેચન.
પ્રકારની વિવેકદૃષ્ટિવડે નિર્ણય કરેલ છે તે બાહ્ય ક્રિયાઓ આચાર સંબંધી કંઈક કથવા તથા આદરવાનો અધિકારી બને છે. અમુક ક્રિયાઓને નિષેધ અને અમુક ક્રિયાઓની પ્રવૃત્તિ કરતાં પૂર્વે તે તે ક્રિયાઓનું દેશકાલભાવ અને અધિકારીભેદે નિષેધત્વ અને પ્રવૃત્તિત્વનું સમ્યક સ્વરૂપ ખરેખર અનુભવદુષ્ટિએ અવબોધવું જોઈએ. કોઈ પણ આચરણાક્રિયાનું સ્વરૂપ તેના અધિકારી-અધિકારી કોણ છે તેની ઉપયોગિતા અને તેની અસ્તિતા વિશ્વદૃષ્ટિએ કેવી છે અને અમુક વ્યકિતની તથા સમાજ છિની અપેક્ષાએ કેવી છે તેને પરિપૂર્ણ નિર્ણય કર્યા વિના આધ્યાત્મિક વા નિષેધકદષ્ટિથી કંઈ પણ લૌકિકાચા માટે વવું તે પ્રમાણભૂત માની શકાય નહિ. લોકિક વ્યાવહારિકશાસ્ત્રો મનુષ્ય અને જે જે કિયાઓના કર્તાઓ તે તે ક્રિયાઓનું જે જે ઉપગિત્વ વા અનુપયોગિત્વ કથે તેટલા માત્રથી તેનો સમ્યગ નિર્ણય કરી શકાય નહિ, પરંતુ વસ્તુતઃ સ્વાનુભવદષ્ટિએ તે તે ક્રિયાઓના અસ્તિત્વ પ્રાચ્ય અને પ્રવૃત્તત્વઆદિનો નિર્ણય કરી અનેકટણિયેની અપેક્ષાએ તેઓનું ઉપયોગિઆદિ અને અધિકારભેદે કર્તવ્યતાદિકને વિવેક દષ્ટિએ નિર્ણય કરવો એ સ્વફરજ આદિ માટે હિતાવહ છે. અમુક ક્રિયાને અમુક દ્રવ્ય ક્ષેત્રાદિકયોગે આદર કરવો વા ન કરે તેનું જે પરિપૂર્ણ સ્વરૂપ સમજે છે અને અધ્યાત્મજ્ઞાન તથા અધ્યાત્મચારિત્ર્યદષ્ટિએ જે લૌકિક વ્યાવહારિક ક્રિયાઓ કરતો છતો અન્તરથી તટસ્થ સાક્ષીભૂત રહી શકે છે તે મનુષ્ય લૌકિક વ્યવહારમાં વર્તત છ લૌકિકક્રિયાઓ કરવાને અધિકારી બને છે. લૌકિકવ્યવહારે જે જે ક્રિયાઓને જે જે દેશકાલીય મનુષ્ય આચરે છે તે નિમિત્ત હેતુ પૂર્વક આચરે છે તેને પ્રાય:મુખ્યવૃત્તિએ નિર્ણય કર. અમુક ક્રિયાઓ મારે કર્તવ્ય છે અને તે અમુક કારણથી અને અમુક સંગોમાં અમુક વિધિથી અમુકાધિકારે-ઇત્યાદિ બાબતોનું જે પરિપૂર્ણ જ્ઞાન કરીને આચારની યૌગિક દ્રષ્ટિએ તથા તટસ્થ દૃષ્ટિએ જે મનુષ્ય ક્રિયાઓ કરે છે તે પરસ્પર બાહ્યતઃ ભિન્ન ભિન્ન ક્રિયાઓ કરનારા હોવા છતાં આન્તર દષ્ટિએ પરસ્પર અવિરોધી ક્રિયાઓવાળા અવબોધવા, પરસ્પર વિરૂદ્ધ ક્રિયાઓ વિશ્વમાં સર્વત્ર અવેલેકાય છે પરન્તુ આન્તરદૃષ્ટિએ બાહ્યક્રિયાઓના આશપ્રજને તપાસતાં અધિકારભેદે વ્યષ્ટિભેદે ભેદ છતાં આન્તરદષ્ટિએ પારસ્પરિક અપેક્ષાપૂર્વક અવિરૂદ્ધત્વ અવબોધવું. અધિકાર અને આશયષ્ટિએ સ્વગ્ય વા અગ્ય તથા સામાજિક દષ્ટિએ ગ્ય વા અયોગ્ય અને અસ્તિત્વસંરક્ષક દષ્ટિએ યોગ્યત્વ અને અગ્યત્વનો નિર્ણય કરી સ્વધિકારે જે જે મનુષ્ય જે જે ક્રિયાઓને જે જે ફરજે કરે છે તેમાં તેઓ સ્વપરને લાભ સમપી શકે છે. આ વિશ્વમાં ઉદારદષ્ટિએ સમષ્ટિદષ્ટિએ--ભિન્ન ભિન્નાધિકારી દષ્ટિએ-આવશ્યક દષ્ટિએ–ઉત્સર્ગ દષ્ટિએ અપવાદ દષ્ટિએ-દ્રવ્યક્ષેત્રકાલભાવ દષ્ટિએ અને વ્યક્તિત્વ દષ્ટિઆદિ અનેક દષ્ટિઓએ લૌકિકાચારોની યિાઓનું આવશ્યકત્વ અને અનાવશ્યકત્વ પ્રબોધવા તથા આદરવા યોગ્ય છે. જે મનુષ્ય એકેક દષ્ટિએ કિયાઓના આદરપણામાં જ્ઞાતા છે
For Private And Personal Use Only