________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લોકિક વ્યાવહારિક ક્રિયાઓનું સ્વરૂપ.
(
૭ ).
અને અન્ય દષ્ટિએ ક્રિયાઓના આવશ્યકત્વ-મહત્વ-ઉપગિત્વ અને કરણયિત્વના અજ્ઞાતાઓ છે તેઓ સંકુચિત દ્રષ્ટિથી લૌકિક વ્યાવહારિક ક્રિયાઓને અવબોધી તેઓનું સંકીર્ણક્ષેત્ર કરીને ઉપગિ ક્રિયાઓના નાશપ્રતિ સ્વપ્રવૃત્તિ કરે છે. કેઈ પણ ક્રિયા વા આચારનું અનેક દષ્ટિથી સ્વરૂપની પરીક્ષા કરી પશ્ચાત તેમાં સુધારાવધારાની પ્રવૃત્તિ કરવી. અનેક દષ્ટિથી ક્રિયાઓનું વ્યવહારમાં અસ્તિત્વ પ્રાકટ્ય આરૂઢ થયેલું છે તે યદિ ન અવબોધાય તે પરિણામ એ આવે કે વ્યવહારપ્રવૃત્તયિાઓનું રૂઢત્વ થઈ જાય. પૂર્વે જે જે દેશમાં જે જે મનુષ્યમાં જે જે આચારક્રિયાઓ પ્રવર્તતી હતી અને વર્તમાનમાં જે જે લૌકિકાચાર ક્રિયાઓ પ્રવર્તે છે તેનું અનુભવ દૃષ્ટિએ સ્વરૂપ તપાસવાની જરૂર છે. ભિન્ન ભિન્ન દેશીય મનુષ્યોમાં ભિન્નાચાર ક્રિયાઓ પ્રવર્તે છે તેના પ્રવર્તક જ્ઞાનીઓ વા અજ્ઞાનીઓ હતા અને તે સમયે તે તે દેશકાલની સ્થિતિએ તે તે લૌકિકક્રિયાઓનું કેટલું ઉપયોગિત્વ હતું અને વર્તમાનમાં તેઓનું કેટલું ઉપયોગિત્વ છે તેને વિવેકદષ્ટિએ અનુભવ ક્યથી વર્તમાનમાં વ્યષ્ટિભેદે અને સમણિભેદે તે તે ક્રિયાઓનું આદરણીયત્વ અવધવાની શક્તિ પ્રાપ્ત થાય છે. પ્રાચીન સર્વ લૌકિક ક્રિયાઓ ઉપયોગી છે કે કેમ ? અને તેમાં કંઈ સુધારાવધારો કરવાની જરૂર છે કે કેમ ? વા તેઓનું પરાવર્તન કરી તેના સ્થાને અન્ય યિાઓની પ્રકટતા ઉપયોગી છે કે કેમ ? તેને જેઓ પરિપૂર્ણ નિર્ણય કરીને વર્તમાનિક આચારક્રિયાઓમાં વ્યક્તિભેદે પ્રવૃત્ત થાય છે તેઓ વાર્તમાનિક સ્વફરજની આવશ્યક ક્રિયાઓને કરી સ્વનું તથા વિશ્વનું શ્રેયઃ કરવા સમર્થ બને છે. લૌકિક વ્યાવહારિક ક્રિયાઓનું મહત્વ જ્યાં સુધી લૌકિક વ્યવહારમાં વર્તવું પડે છે ત્યાં સુધી અવબોધવું. લૌકિક ક્રિયાઓને લૌકિકવ્યવહારજીવનમાં
જ્યાં સુધી વર્તવાનું હોય છે ત્યાં સુધી ક્યાં વિના છૂટકે થવાનો નથી અને તેમજ તેવી દશામાં તેવી ક્ષિાઓ ર્યા વિના લૌકિકધર્મનું અને લૌકિકમાર્ગનું સંરક્ષણ થઈ શકતું નથી. લોકિક દષ્ટિએ લેકે, લૌકિકકિયાએ કરીને લૌકિક પ્રગતિદ્વારા આત્મોન્નતિના શિખરે આહવા શક્તિમાન થાય છે. લૌકિકક્રિયાઓની ઉપયોગિતા અને મહત્તા અવબોધીને લૌકિકજીવનપ્રગતિનું સંરક્ષણ કરવું જોઈએ. લૌકિકજીવન પ્રગતિરૂપ સાધન વિના લોકોત્તર ધર્મપ્રવૃત્તિને ચિરસ્થાયીભાવ રહી શકતો નથી. જે દેશમાં જે કાલમાં લૌકિકજીવન પ્રગતિકારક મહાત્માઓ હોય છે તે દેશમાં તે કાલમાં લોકોત્તર ધાર્મિક જીવનપ્રગતિના ઉપાયનું અસ્તિત્વ અને તેનું સંરક્ષકત્વ સમ્યક પ્રવર્તે છે એમ લૌકિક પ્રવૃત્તિદષ્ટિએ અનુભવ કરી શકાય છે. લોકિકજીવનના વિચારભેદે લૌકિકાચારોના–ક્રિયાઓના ભેદ પડે છે. લૌકિકવિચારોનું વ્યક્તિ પરત્વે અને સમાજ પરત્વે જેમ જેમ ઔદાર્ય પ્રગટે છે તેમ તેમ લૌકિકાચારોનું ઔદાર્ય પ્રકટે છે. વિચારો એ આચારોનું મૂળ છે. વિચારો એ મેઘ સમાન છે અને આચાર એ નદી સમાન છે. વિચારોની સુધારણએ આચારો-ક્રિયાઓની સુધારણાઓ થઈ શકે છે. ક્રિયાઓ જે જે પ્રવર્તે છે તેની પૂર્વે વિચારે હોય છે.
For Private And Personal Use Only