________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
- - -
-
ન કી
મા
જ
( ૧૨ ).
શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન.
પાતતાને પ્રાપ્ત કરે છે. રાગીને રાગીના સ્વાધિકાર પ્રમાણે ધર્મકર્મ પ્રવૃત્તિ કરવી પડે છે અને ત્યાગીને ત્યાગીના અધિકાર યોગ્ય સ્વધર્મકર્મ પ્રવૃત્તિ કરવી પડે છે. સર્વ સ્વસ્વાધિકારે કર્મ પ્રવૃત્તિ થયા કરે છે અએવ પ્રવૃત્તિમાર્ગ એ જીવનસૂત્ર છે. પ્રવૃત્તિ એ જીવન છે. બાહ્ય ધર્મકર્મની અતિઆદિ અનેક પ્રકારની અસ્તિનું મૂલ પ્રવૃત્તિ છે; માટે સ્વાધિકાર યોગ્ય જે જે ધર્મકર્મની પ્રવૃત્તિયો અવબેધાતી હોય તે ઉત્સર્ગ અને અપવાદથી યથાશકિત નિર્લેપપણે આચરવી ઘટે છે.
ગુણકર્માનુસારે બ્રાહ્મણ સ્વબ્રાહ્મણગ્ય ધર્મ પ્રવૃત્તિનો ત્યાગ કરે, ક્ષત્રિય ક્ષત્રિયયોગ્ય ક્ષાત્રધર્મકર્મ પ્રવૃત્તિનો ત્યાગ કરે, વૈશ્ય વૈશ્યયોગ્ય કર્મ પ્રવૃત્તિયોનો ત્યાગ કરે, શૂદ્ર સ્વકર્મપ્રવૃત્તિનો ત્યાગ કરે, ત્યાગિ સ્વત્યાગપ્રવૃત્તિનો ત્યાગ કરે, જલ સ્વજલાગ્યધર્મપ્રવૃત્તિને ત્યાગ કરે, વાયુ વાવાની પ્રવૃત્તિનો ત્યાગ કરે અને શરીરમાં રહેલા પ્રાણ સ્વપ્રવૃત્તિનો ત્યાગ કરે તે એકદમ આ વિશ્વની ક્ષણમાત્રમાં નાશ થઈ જાય અને મહાપ્રલય વતી રહે; પરંતુ તેની પ્રવૃત્તિનો સર્વથા નાશ થતો નથી તેથી આ વિશ્વ અનાદિકાલથી અનન્તકાલ પર્યન્ત પ્રવર્યું અને પ્રવર્તશે. વાયુ વાવાની પ્રવૃત્તિ નૈસર્ગિકરીતિએ કર્યા કરે છે અને તેથી જગના સર્વ જીવો તેના ઉપગ્રહે જીવી શકે; એમ જલાદિ સર્વની પ્રવૃત્તિથી આ વિશ્વ નભ્યા કરે છે. મનુષ્યોની વિચિત્ર અધિકારની અપેક્ષાએ એક સરખી પ્રવૃત્તિ હોતી નથી. કેટલીક બાબતમાં વિધવત સર્વ જીવોની ઉપાધિભેદભેદતા હોવા છતાં પોપકારાદિ સામાન્ય કર્મમાં એકસરખી પ્રવૃત્તિ દેખાય છે અને વ્યછિપરત્વે ઉપાધિભેદે ભિન્ન પ્રવૃત્તિ અવલેકાય છે. આ વિશ્વમાં સર્વ જીને નૈસર્ગિકરીતિએ જીવવાનો એકસરખો અધિકાર હોય છે તેમાં અન્યને રક્ષવાનો પણ એક સરખો અધિકાર હોય છે અને તેના ગે-દયાદિગે રક્ષક પ્રવૃત્તિમાં પ્રવર્તવાને એક સરખો અધિકાર હોય છે. છતાં વ્યકિતની અપેક્ષાએ અને ગુણકર્મની અપેક્ષાએ ઉપર્યુકતપ્રવૃત્તિમાં સદેષતાદિ અનેક તરતમયગો રહે છે તથાપિ તે તે પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આંતરિક નિલે પત્ય ધારવું એ તે સર્વ જીવોને એક સરખો ઉપદેશ દેવો પડે છે. લીવો નીવથ વિનમ્ એવું જલજંતુઓ વગેરે સૂક્ષ્મપ્રાણિવર્ગમાં અવકાય છે તેથી એમ ન સમજવું કે મનુષ્ય માટે પણ સર્વથાપ્રકારે એ સૂત્ર આદેય છે. જીવન જીવવામાં જીવની સહાય છે, મનુષ્યને જીવવામાં છે અને અ ને ઉપગ્રહ છે, પરંતુ અન્તર બાહ્ય તરતમયોગે નિર્દોષ પ્રવૃત્તિના માર્ગ ઉપર આરેહતા રહેવું એવું અધીને પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે હિંસા દિથી સ્વદેષપ્રવૃત્તિને આદરતાં છતાં અન્તરથી અનુબંધાદિહિંસા પરિણામને ત્યાગ કરીને નિર્દોષત્વ ધારણ કરવું કે જેથી મન : એ સૂત્રરીતિ પ્રમાણે જ્ઞાનાવરણીયાદિ કર્મબંધભાગ ન થવાય અને અન્તરથી નિબંધ-મુકત અંશે અંશે રહી શકાય અને ઉપરની ઉચ્ચભૂમિકામાં આરેહવાનો અધિકાર પ્રાપ્ત થાય. નિર્દોષપ્રવૃત્તિ અને નિર્દોષપરિણામે
For Private And Personal Use Only