________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦ )
શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન.
અધિકારને પ્રાપ્ત કરવા યોગ્ય બની આ ભવમાં વા પરભવમાં ઉપરની ભૂમિકાના ગુણોને સ્પ છે. જે વિદ્યાર્થી પ્રથમ ધોરણના શિક્ષણકર્મને અધિકારી છે તેને બી. એ. ના કલાસમાં બેસાડવામાં આવે તો તેથી તેને લાભના સ્થાને હાનિ પ્રાપ્ત થાય છે. બી. એ. ના અધિકારી વિદ્યાથીને પ્રથમ ધોરણના કલાસમાં બેસાડીને ગાંધવામાં આવે છે તેથી તેને લાભને સ્થાને હાનિ છે–તદ્વત જે મનુષ્ય બાહ્યવ્યવહારદશાથી વિરુદ્ધ અનધિકારોગ્ય કાર્યોને કરે છે તે હાનિને પ્રાપ્ત કરે છે. જે અધિકારને જે ગ્ય હોય તે અધિકાર પ્રમાણે તેને કર્તવ્ય કર્મને ઉપદેશ દેવામાં આવે અને કર્તવ્ય છે તે દશા પ્રમાણે તે કરે તો સ્વાધિકાર એગ્ય કર્મ પ્રવૃત્તિ કરીને તે સ્વાધિકારથી ઉરચ એવી અનુક્રમ ઉચ્ચદશાઓને અનુક્રમે અનુક્રમે પ્રાપ્ત કરવા અધિકારી બને છે અને તે પ્રગતિમાર્ગની ભૂમિકાઓમાં સ્વાધિકારપ્રવૃત્તિ દ્વારા આરોહતો જાય છે. અતવ ઉપર્યુક્ત ઉલ્લેખથી અવબોધવું કે સ્વાધિકારદશાગ્યપ્રવૃત્તિનું સમ્યગુજ્ઞાન કરી અને તેનાં પ્રયજન-રહસ્ય અવધી કર્મયોગી થવાથી કદાપિ ધર્મ વા કર્મમાર્ગથી ભ્રષ્ટ થવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી અને અધિકાર પરત્વે કર્મપ્રવૃત્તિને અન્તરથી નિર્લેપ રહેવાની શક્તિ પ્રાપ્ત કરવાની સાથે આત્મોન્નતિમાર્ગમાં સદા આગળ પ્રવાહવું થયા કરે છે. જેનામાં જે શક્તિ ખીલી હોય છે અને તેના અધિકાર પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વ્યાવહારિક દષ્ટિએ તેને જે કર્તવ્યપ્રવૃત્તિ કરવી ઉચિત હોય છે તે તેને કરવી પડે છે અને એ કર્તવ્ય પ્રવૃત્તિ કરવાની ફરજથી યદિ તે વિમુખ થાય છે તો તે સ્વ અને પારને અનેક પ્રકારની હાનિ પ્રાપ્ત કરાવે છે. સર્વ જીવોને વર્તમાન, ભૂત અને ભવિષ્યમાં સ્વદેહાદિષણાર્થે અનેક પ્રવૃત્તિ કરવાની હોય છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી પડે છે પરંતુ તેમાં વિશેષ એ છે કે-પ્રારબ્બાદિયોગે જે જે પ્રવૃત્તિ થાય તેના લાભાલાભનો વિવેક હોવો જોઈએ અને જ્ઞાનગપૂર્વક તે પ્રવૃત્તિ થવી જોઈએ. જ્ઞાનપૂર્વક થતી પ્રવૃત્તિથી ભવિષ્યમાં અનુભવશિક્ષણ મળે છે અને તેથી ભવિષ્યમાં અનેક પ્રકારના સુધારાવધારા યુક્ત પ્રવૃત્તિ કરી શકાય છે. સર્વ પ્રકારનાં કર્મ ટળ્યા વિના અને પંચ શરીરને નાશ થયા વિના દેહાદિકપ્રવૃત્તિ ટળતી નથી. જ્યાં સુધી દેહનું અસ્તિત્વ છે તાવતું જ્ઞાની રે અજ્ઞાની દેહાદિ પિષણાર્થે પ્રવૃત્તિ કર્યા વિના રહી શકે તેમ નથી. જીવ માત્રની પ્રવૃત્તિ અનિવાર્ય હોવાથી જ્ઞાનીઓને એ ફરજ શીર્ષે આવી પડે છે કે તેઓની પ્રવૃત્તિમાં જ્ઞાનમાર્ગ પૂર્વક પ્રવર્તવાને ઉપદેશ દે. શ્રી આદિનાથ પ્રભુએ ગૃહાવાસમાં મનુબેને અનેક પ્રકારની શિલાદિ શિક્ષણની પ્રવૃત્તિ દર્શાવી હતી. જો કે શિલ્પાદિ કળાઓ સષિત હતી તે પણ તેના વિવેક વિના અને તેની પ્રવૃત્તિ વિના નિવૃત્તિમાર્ગ તેઓ થઈ શકે તેમ નહોતું; અત એવ તત્કાલીન મનુષ્યોને કર્મમાર્ગની શિલ્પાદિ પ્રવૃત્તિ જણાવવાની જરૂર પડી હતી. પન્નર કર્મભૂમિમાં તીર્થકરે ઉત્પન્ન થઈ શકે છે અને કર્મભૂમિમાં
For Private And Personal Use Only