________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
પરસ્પર યુદ્ધ કર્યું હતું, તેમાં ક્ષાત્રધર્મ કર્મરૂપ બાહ્ય સ્વફરજ પ્રવૃત્તિની મુખ્યતા છતાં અન્તરથી ઘણું નિર્લેપપણું હતું. કુમારપાલાદિ રાજાઓએ ક્ષાત્ર ધર્મ વ્યવહાર કર્માનુસારે અનેક યુદ્ધોના કૃત્યને સ્વફરજ માની પ્રવૃત્તિ કરી હતી, તેવી પશ્ચાતું ક્ષાત્ર જેન રાજાઓએ સ્વફરજ માનીને ક્ષાત્ર ધર્મકર્મથી ભ્રષ્ટ ન થયા હોત તે સંપ્રતિ જૈનસૃષ્ટિમાં ક્ષત્રિયનૃપતિનું અસ્તિત્વ રહેતા અને તેથી જૈન જગતનું અસ્તિત્વ ક્ષાત્રબળે સંરક્ષી શકાત. જૈન ક્ષાત્રાદિ ધર્મોની સાથે ધર્મ કર્મોને સંબંધ સદા સ્વસ્વાધિકાર કર્મ વ્યવસ્થાથી સદા નિયત રહે એવી બાહ્યસ્વસ્વધર્મની ઉપયોગિતા, મહત્તા અને કર્તવ્યતા અવબોધવી, અવધાવવી અને અવબોધકની અનુમોદના કરવી એ સ્વકર્મવેગની અસ્તિતા, સંરક્ષકતા અને પ્રગતિના વાસ્તવિક ઉપાયો છે. ત્યાગીઓએ વ્યાવહારિકત્યાગધર્મકર્મો અને નૈશ્ચયિત્યાગધર્મકર્મોની વ્યવસ્થાઓને સ્વફરજરૂપ માની ઉત્સર્ગો ઉત્સર્ગ માર્ગથી અને અપવાદે અપવાદ માર્ગથી દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી પ્રવર્તવું. જે જે કાલે ઉત્સર્ગ અને અપવાદથી વ્યાવહારિક સાધુધર્મકર્મ અને નૈઋયિકધર્મકર્મયોગ કરવાની નિયમિતતા હોય તે તે કાલે તે તે કરવાથી વ્યવહારસાધુ ધર્મથી અને નિશ્ચય સાધુ ઘર્મથી આત્મોન્નતિ અને પરન્નતિ કરી શકાય છે. સ્વસ્વદશાના અધિકાર પ્રમાણે જે જે કર્તવ્ય કરવાનાં હોય તે સ્વાત્માનું શાસન અધીને પ્રત્યેક મનુષ્ય પ્રગતિ માર્ગમાં સંચરી તે તે પ્રમાણે કરવાં જોઈએ. પિતાના અધિકાર પ્રમાણે જે જે કર્યો કરવામાં સ્વધર્મની આવશ્યક્તા છે તેમાં સર્વ સ્વાર્પણ કરીને નિષ્કામ ભાવે જે મનુષ્ય પ્રવર્તે છે તે કર્મચગી છતાં અન્તરથી નિર્લેપ રહે છે. અધિકારપ્રાસકાર્યો કરવામાં કર્મયોગી પ્રવૃત્તિ નથી આચરતો તે નિષ્કિય જેવો દેખાયા છતાં પ્રમાદી અને સ્વકર્તવ્ય કર્મ બ્રણ છે એમ અવબોધવું. જ્ઞાનયોગની પ્રાપ્તિની કસોટી ખરેખર કર્મયોગથી થાય છે. જે સ્વાધિકારે કર્મયોગમાં પ્રવર્તે છતો સ્વાધિકાર પ્રમાણે જ્ઞાનયોગને ગ્રહણ કરે છે તેના જ્ઞાનગની વિશુદ્ધતા--પરિપકવતા થાય છે અને તેના જ્ઞાનગથી આત્માની અત્યંત વિશુદ્ધિ થાય છે. કર્મયોગમાં સ્વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરતાં જે જ્ઞાન ખરેખર ચિત્તની શુદ્ધિ કરે છે તેવી શુદ્ધિ ખરેખર કર્મવેગના રાજમાર્ગની દૃષ્ટિથી અવલેતાં અન્ય કશાથી થતી નથી. રાગ દ્વેષને જય કર સમભાવ રાખવો ઇત્યાદિ ઉપદેશની મિછતા સર્વને લાગે છે પરંતુ અનેક પ્રકારની પ્રવૃત્તિ કરતાં તે વખતે રાગ દ્વેષના સંગે મળતાં રાગ દ્વષ ન થાય એવી રીતે વતીને જે કર્મ કરવા તેમાં જ સત્યજ્ઞાનની ખૂબી રહેલી છે. મન વાણી અને કાયા દ્વારા જેટલી જેટલી ધર્માર્થે પ્રવૃત્તિ થાય છે તે સર્વને કર્મવેગ યાને ક્રિયાયોગમાં સમાવેશ થાય છે. ભક્તિપ્રવૃત્તિયેગ, સેવાપ્રવૃત્તિ અને જ્ઞાનપ્રવૃત્તિ વગેરે અનેક બાહ્યગોને કર્મચગમાં અન્તર્ભાવ થાય છે. અત્ર શુભ અને શુદ્ધ એવા બે ભેદ અખ્તરના શુભ અને શુદ્ધ પરિણામની અપેક્ષાએ અને બાહ્ય શુભ વ્યવહાર અને
For Private And Personal Use Only