________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રિયા કરવાની આવશ્યકતા.
રહી શકતો નથી. જે જે પ્રકારની ક્રિયા કરવાની આવશ્યકતા જે કાલમાં જીવને હોય છે તે કુદરતના નિયમ પ્રમાણે થયા વિના રહેતી નથી. માતાના ઉદરમાંથી તુરત જન્મેલું બાલક પિતાની માતાના સ્તનને તુર્ત ધાવવાની ક્રિયા કરે છે અને તેના શરીરનાં અંગ ઉદરમાં પ્રવેશેલા દુગ્ધનું ભિન્ન ભિન્ન સ્વરૂપ કરવાને સ્વસ્વ ક્રિયા કરવામાં પ્રત્યેક અવયવો એક ક્ષણ માત્ર પણ વિશ્રાન્તિ લેતાં નથી. શરીરમાં રહેલા સર્વ અવયે સ્વસ્વ ક્રિયા કરવામાં સદા તત્પર રહે છે. હસ્ત હસ્તનું કાર્ય કરે છે, ફેફસાં પિતાનું કાર્ય સદા કરે છે, નાડીઓ સ્વકાર્યમાં મહાનદીઓની ગતિ પ્રમાણે વહ્યા કરે છે અને તેથી તેઓ જીવી શકે છે, ઈત્યાદિ અનેક પ્રત્યક્ષ દષ્ટાન્તો જ્યાં ત્યાં સર્વત્ર અવલોકી શકાય છે. જેને નિષ્ક્રિય જેવી અવસ્થાવાળા પદાર્થો લેખીએ છીએ તેવા પદાર્થોમાં પણ સૂમ દષ્ટિથી અવલોકવામાં આવે તે કોઈ પણ જાતની તેઓમાં ક્રિયા પ્રવર્યા કરે છે એમ અવબોધાશે જ. જીવમાં અને અજીવમાં સક્રિયત્ન ધર્મ રહ્યો છે અને તેથી જીવાદિ પદાર્થો સ્વસ્વ ધર્મની ક્રિયાઓ સમયે સમયે કર્યા કરે છે. કોઈપણ મનુષ્ય કોઈપણ પ્રકારની ક્રિયા વિના રહી શકતા નથી; અતએ જ્ઞાનગદ્વારા વસ્તુઓનું સ્વરૂપ અધ્યા પશ્ચાત્ પણ સ્વબાહ્ય જીવન અને સ્વઆન્તર જીવનનનું અસ્તિત્વ વૃદ્ધિ અને તેની સંરક્ષાર્થે કિયાગ કરવાની તો ખાસ જરૂર રહે છે એમ પ્રત્યેક મનુષ્યને અનુભવપૂર્વક અવબોધાયા વિના તે નહિ રહે. સ્વજીવનબલની રક્ષા કરવા માટે ક્રિયાની આવશ્યક્તા સિદ્ધ કરે છે. જે જે ક્રિયાઓ જે જે જીવોને કરવી પડે છે અને તે તે ક્રિયાઓ કર્યા વિના બાહ્યતઃ તથા અન્તરથી તે તે ક્રિયાઓ કર્યા વિના બાહ્યતઃ તથા અન્તરથી તે સ્વજીવનને સંરક્ષી શકતા નથી, અવશ્ય તે તે ક્રિયાઓ સ્વધર્મયુક્તભાવથી કરવી પડે છે. અતએ તે તે ક્રિયાઓને આવશ્યક ક્રિયાઓ અથવા આવશ્યક કમળ એ નામથી સંબોધવામાં આવે છે. જે જે દેશના મનુષ્ય આવશ્યક ક્રિયાઓને કરવામાં સ્વફરજ માનીને પ્રવૃત્તિ કરે છે તેઓ કદાપિ વિશ્વમાં બાહ્ય જીવને અને આન્તરજીવને પરતંત્ર બનતા નથી અને તેઓ બાહ્ય સામ્રાજ્યસ્વાતંત્ર્ય અને આન્તરસામ્રાજ્યસ્વાતંત્ર્યને સંરક્ષી શકે છે. ક્રિયાયોગ યાને કર્મયોગને પ્રવૃત્તિ કથવામાં આવે છે અને દેશકાલાનુસાર અભિનવ રૂપમાં પ્રત્યેક જીવની આગળ ઉપસ્થિત થાય છે. તેની જે અવગણના કરીને સ્વાધિકાર કર્મ કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે તે વિશ્વમાં ધર્મની અને કર્મની સર્વ સત્તાઓથી ભ્રષ્ટ થઈને સ્વસંબંધી જેને પણ ભ્રષ્ટ કરે છે. જે દેશના મનુબે કર્મયોગમાં સદા પ્રવૃત્ત રહે છે અને પ્રમાદને પરિહરી પ્રવર્તે છે તે દેશસ્થ મનુબે અન્ય દેશીય મનુષ્યોને પરતંત્ર બનાવે છે અને સ્વકીય સ્વાતંત્ર્યની પ્રગતિથી આન્તર તથા બાહ્યજીવને તેઓ જીવી શકે છે. જે જીવ ક્રિયાયોગનું કુદરતી જીવન પરિપૂર્ણ અવધે છે તે કદાપિ સ્વકર્તવ્યરૂપ ક્રિયાયોગથી ભ્રષ્ટ થતો નથી. ક્રિયા
For Private And Personal Use Only