________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
( ૮ ).
શ્રી કર્મયોગ મંથ-વિવેચન.
યિાગ પ્રવૃત્તિમય જીવન તેમનું હતું. ક્રિયાગમાં તેમની અનન્ય શ્રદ્ધા હતી તેથી ક્રિયાયોગ અથવા કમગ નામને ગ્રન્થ કરીને મનુષ્યને સ્વસ્વધર્મ યુક્ત યિાગકર્તવ્યને વિશેષતઃ જણાવવાની ફરજ મારી–પિતાની છે અને તે દ્વારા સદ્ગુરુના ક્રિયાયોગ ગુણની ભક્તિ છે એ નિશ્ચય કરીને ક્રિયાયોગ ગ્રન્થને કહ્યું છું. વિશ્વમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને
દ્વાદિ ભેદે મનુષ્ય હોય છે. પ્રત્યેક જાતના મનુષ્યને દેશકાલાનુસાર સ્વસ્વ ધર્મ યોગ્ય કર્મ કરવા પડે છે. ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે સ્વધર્મ ફરજને વશ્ય થઈ કર્મ કરવાં પડે છે અને સાધુઓને ત્યાગીઓને સ્વસ્વ અધિકાર પ્રમાણે કર્તવ્ય કર્મને કરવો પડે છે. પ્રત્યેક મનુષ્યને સ્વસ્વ ધર્માનુસારે ક્રિયા કરવી પડે છે તેથી કિયાગ(કર્મયોગ)નું સમ્યક સ્વરૂપ વિશ્વ મનુષ્યને ઉપકારી થાય અએવ તેને જણાવવા કહ્યું છું. ક્રિયાની આવશ્યકતાપૂર્વક યિાગ ગ્રન્થકરણ પ્રવૃત્તિ દર્શાવે છે –
શુભ કર્મયોગથી થતી ચિત્તશુદ્ધિઓ.
' છો. क्रियायोगं विना जीवा जीवन्ति न कदाचन ।
आवश्यकक्रियायोगात् चित्तशुध्रुिवं नृणाम् ॥ ४ ॥ શબ્દાર્થ—કિયાગ યાને કર્મયોગ વિના વિશ્વમાં જેવો કદાપિ જીવી શકતા નથી. આવશ્યક ક્રિયાગથી મનુષ્યના ચિત્તની શુદ્ધિ નક્કી થાય છે
વિવેચનક્રિયાયોગ વડે વિશ્વમાં સર્વ જીવો સ્વજીવનાસ્તિત્વ સંરક્ષી શકે છે. સર્વ પ્રકારની વનસ્પતિયોને દેખ; તેઓ ક્રિયાથી સ્વયેગ્યાહારાદિષક તત્ત્વોને કાયમની ક્રિયાવડે આકર્ષી ગ્રહીને જીવી શકે છે. જલના જંતુઓ પણ આહારાદિક ક્રિયા વડે જીવી શકે છે તો પશુઓ, પંખીઓ, નારકી, દે અને મનુષ્ય તે ક્રિયાયોગ વિના જીવી જ શી રીતે શકે ? જગતમાં જ્યાં દેખો ત્યાં જડ વા ચેતન એ બે ક્રિયાયોગ વિના હોઈ શક્તા નથી એવું સ્વયમેવ સિદ્ધ છે. સર્વ જીવોને સ્વસ્વ પ્રાણની રક્ષાપુષ્ટિ અર્થે આહારાદિ ગ્રહણની ક્રિયા કરવી પડે છે અને તે ક્રિયા કર્યા વિના કદાપિ તેમને છૂટક થતો નથી. જગતુમાં ધર્મનું વા કર્મનું અસ્તિત્વ ખરેખર ક્રિયા વિના રહી શકતું નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણનું અસ્તિત્વ ક્રિયાથી વર્તે છે. ત્યાગી અને રાગીનું અસ્તિત્વ પણ ક્રિયા વિના રહી શકતું નથી. કોઈપણ પ્રકારની ક્રિયા કર્યા વિના જીવે
For Private And Personal use only