________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહ જૈન ધર્મના આચાશને યથાશક્તિ ચારેવણે પાળી શકે છે અને આત્માના જ્ઞાનદર્શનચારિત્રાદિગુણોને ખીલવી શકે છે. ચારેવર્ણના મનુષ્યોને જે ધર્મમાં પ્રવૃત્તિ કરવાને અધિકાર નથી તે ધર્મનું વિશ્વમાં અસ્તિત્વ રહેતું નથી. મુસલમાનકેમ, ખ્રસ્તિ બાદ્ધ વગેરે કામમાં ગુણ કર્માનુસારે પ્રવૃત્તિ કરનારા ચારેવર્ણના મનુષ્ય હયાત છે તેથી તે ધર્મને પ્રચાર વ્યાપક તરીકે પ્રવર્તે છે. જૈન ધર્મમાં પણ પૂર્વની પેઠે ચારેવણે સ્વસ્વાધિકારે વિવેક યતના પૂર્વક પ્રવર્તે એવી પ્રવૃત્તિ કરનારા કર્મયેગીઓ અત્યંત સંખ્યામાં પ્રગટે, બાહ્યસામ્રાજ્ય અને ધર્મસામ્રાજ્યને ચારવણેની સાથે પરસ્પર નિકટ સંબંધ છે તેનાં રહસ્યને મનુષ્યએ ગુરૂગમથી અવધવાં જોઈએ. ઉપર્યુક્ત લક્ષણવાળા કર્મયોગીઓથી ધર્મની સર્વપ્રકારે પ્રગતિ થાય છે.
અવતરણુ––યથાસ્થિત ગુણકર્મવિશિષ્ટવર્ણવ્યવસ્થા નાશથી સમાજની હાનિ થાય છે તે દર્શાવે છે અને વર્ણન ગુણકર્મની વ્યવસ્થાપ્રવૃત્તિથી દેશન્નતિ, ધર્મેનતિ વગેરે શુભેન્નતિ થાય છે તે દર્શાવે છે. एकवर्णस्य नाशाच, वर्णा अन्ये विनश्वराः। सर्ववर्णोन्नतेः सिद्धयै, वर्णधर्मस्य संस्कृतिः ॥१७४॥ सर्ववर्णसमुन्नत्या, भवेद्देशोन्नतिः शुभा। सात्विकी योजनाकार्या, देशधर्मार्थसेवकैः ॥१७५॥
શબ્દાર્થ –એક વર્ણના નાશથી વા તેના માન્યથી અન્યવણે વિનશ્વર થાય છે. સર્વવર્ણોની ઉન્નતિની સિદ્ધિ માટે વણધર્મની સંસ્કૃતિ છે. સર્વવર્ણની સમુન્નતિએ શુભ દેશેન્નતિ થાય છે. દેશધર્માર્થ સેવકોએ સર્વવર્ણોની ઉન્નતિ માટે સાવિકજના કરવી જોઈએ.
વિવેચન –ચારવણે પિકી એક વર્ણને પણ જે તેના ગુણકર્મોની સાથે નાશ થાય છે તે અન્યવણે વિનશ્વર થઈ જાય છે. આર્યાવર્તમાં ક્ષત્રિયવર્ણના મનુષ્યોમાંથી ગુણકર્મોને કંઈક અભાવ થતાં હાલ સ્વાતંત્ર્ય રક્ષકજીવનની દિશામાં અસ્તવ્યસ્તદશા થઈ છે અને સિદ્ધાં
For Private And Personal Use Only