________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭.
જ્યા હતા તેઓનું સ્મરણ કરીને વર્તમાનકાલમાં સાધુઓનું અને સાધ્વીઓનું અસ્તિત્વ રહે તેઓની સંખ્યામાં વધારે થાય એવા ઉપાએને સેવવા જોઈએ. સંપ્રતિરાજાએ ધાર્મિકેની વૃદ્ધિ માટે અનાર્ય દેશમાં વેષધારી સાધુઓ અને સાધ્વીઓને વિહાર કરાવ્યું હતું અને તેથી અન્ય દેશોમાં ધમિમનુષ્યની સંખ્યામાં વૃદ્ધિ થઈ હતી. સંપ્રતિરાજાએ સાધુઓની અને સાધ્વીઓની સંખ્યાની વૃદ્ધિ માટે અનેક પ્રકારના શુભ ઉપાને જ્યા હતા. આ કાળમાં સાધુઓ, સાધ્વીઓ વગેરે ધામિકમનુષ્યની સેવા ભક્તિ કરવાથી જેટલે સ્વપરને લાભ થાય છે તેટલે અન્ય કશાથી થતું નથી. ધામિકેની હયાતીથી દેશમાંવિશ્વમાં શાંતિ પ્રસરે છે અને રજોગુણ તથા તમે ગુણને પ્રચાર મદ પડે છે. શ્રીકુમારપાલ રાજાએ સાધુઓની તથા સાધ્વીઓની સંખ્યામાં વૃદ્ધિ થાય તે માટે વિશાલદષ્ટિથી પ્રવૃત્તિ કરી હતી. ચેરાશ ગચ્છના સાધુઓની સેવાભક્તિમાં ઉદારભાવથી કુમારપાલે પ્રવૃત્તિ કરી હતી અને તેથી જૈનકેમની હયાતીમાં વૃદ્ધિ કરી શક્યા હતા. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ સાધુઓની અને સાધ્વીઓની વૃદ્ધિ માટે કુમારપાલ રાજાને પ્રતિબોધીને જૈનસામ્રાજ્યની વૃદ્ધિપૂર્વક જૈનધામિકેની વૃદ્ધિમાં જે આત્મસમર્પણ કર્યું છે તેની તુલનામાં કઈ ટકી શકે તેમ નથી. હિન્દુસ્થાનમાં વસનાર હિન્દુલેકેએ ગાયની સન્તસાધુઓની રક્ષા માટે મુસલમાનની સામે આત્મબળ વાપર્યું હતું તેમાં ધાર્મિકેના અસ્તિત્વ માટે મુખ્ય ઉદ્દેશ હતું તે લક્ષ્યમાં રાખવું જોઈએ. ધાર્મિકમનુષ્યના હૃદયમાં પરમાત્માઓને વ્યક્ત વાસ છે. ધર્મ મનુષ્યને જ્યાં વાસ હોય છે ત્યાં અનેક જાતના ઉપદ્રની શાન્તિ થાય છે. ધાર્મિક મહાત્માઓને સવિચારેથી અને આચારથી દુનિયા૫ર જેટલી શુભ અસર થાય છે તેટલી અન્ય કશાથી થતી નથી. ધમાં મહાત્માઓ વિના પરમાત્મદર્શન કરી શકાતાં નથી. અતએ કર્મયોગીઓએ ધાર્મિક મનુષ્યની અસ્તિતા માટે જેટલું બને તેટલું કરવું જોઈએ. ધમમહાત્માઓના સ્પર્શથી પૃથ્વી પવિત્ર થાય છે. સર્વ દેશમાં ધામિક મનુષ્યની રક્ષા થાય. તેઓની સેવાભક્તિ થાય એવા પ્રબંધને જવા જોઈએ. ધામિકમનુષ્યની સામા અધમી
For Private And Personal Use Only