________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭૪
અનુસરી ધર્મનું રક્ષણ કરવા આત્મભાગ આપવો જોઇએ. વિશ્વમાં દયા, સત્ય, અસ્તેય, પ્રમાણિકતા, ભક્તિ-સેવા, પરોપકાર, આત્મભાવ, સદ્વિચારો અને સદાચારો વગેરે અનન્ત ધર્મના ભેદોરૂપ ધર્મથી સર્વ કાર્ચીની સિદ્ધિ થાય છે. અતએવ ધર્મરક્ષમાં સર્વત્ર આત્માર્પણ કરવું જોઇએ. સંકુચિત ષ્ટિવાળાએ ધર્મરક્ષણાર્થે આડનુ ચાડ વેતરી નાખે છે અને વિશાલ ધર્મના આશયેાનુ કેટલીક વખતે તે અજ્ઞાનપણાથી ખૂન કરી નાખે છે. સંકુચિતાષ્ટિમતા પોતે જે ધર્મ માને છે તેનાથી ભિન્ન જે જે ધર્મો હોય છે તેના બહિષ્કાર કરે છે અને સ્વકીય માન્યતાવાળા વિચારોનું અને આચારનું મૂળ રહરય શું હોય છે તે નહીં જાણવાથી ધર્મના નામે પ્રવૃત્તિ કરીને અધમ પ્રવૃત્તિ કરે છે. અતએવ ઉદારદ્રષ્ટિથી સર્વ ધર્મોનું સ્વરૂપ અવબોધીને પશ્ચાત્ ધર્માંના અનેક ભેદોની રક્ષા કરવામાં દ્રવ્યક્ષેત્ર કાલભાવથી જે જે ઉપાય! આદરવા ઘટે તે આત્મસમર્પણ કરીને આદરવા. સ્વાશ્રયી એક મનુષ્ય આત્મસમર્પણ કરીને ધર્મની જેટલી રક્ષા કરી શકે છે તેટલી અન્યપરાશ્રયી મનુષ્યાથી બની શકતી નથી. ઉદાર હૃષ્ટિવાળા આત્મસમર્પકમનુષ્યા સ્વાશ્રયી બનીને સમષ્ટિ ખળ ભેગુ કરી ધર્મની રક્ષા કરી શકે છે. અનેક વ્યક્તિયેાના સંઘખળથી ધર્મની રક્ષા કરી શકાય છે. પતિવ્રતા ધર્મરક્ષણાર્થે રજપુતાનાની રાજરમણીઓએ આત્માસી કર્યાં છે તે ઇતિહાસથી અવમેધાઇ શકે છે. કુમારપાલે ધર્મરક્ષાર્થે આત્મભાગ આપવામાં કંઈ ખાકી રાખ્યું નહોતું. ભેાળાભીમે દેશરક્ષારૂપ સ્વધર્મની રક્ષા કરવામાં આત્મસમર્પણ કર્યું હતું. જે જે સત્યધર્મો હોય તેની રક્ષા કરવાથી સર્વ જીવાની પ્રગતિમાં ભાગ લેઇ શકાય છે. જે વખતે જે ધર્મની રક્ષા કરવાની ખાસ જરૂર હાય તે વખતે તે ધર્મની રક્ષા કરવી જોઈએ. આત્મસમર્પણ કર્યા વિના ધર્મની રક્ષા થઇ શકતી નથી. દેશધર્મ, સમાજધર્મ, વિશ્વધર્મ, સંધધર્મ, સ્વધર્મ, સામાજિક ધર્મ, જૈન ધર્મ, જ્ઞાનધર્મ,દશનધર્મ, ચારિત્રધર્મ, ન્યાયધર્મ, નિમિત્તધર્મ, ઉપાદાન ધર્મ, ઉપકારધર્મ, વિદ્યાધર્મ, ક્ષાત્રધર્મ, વૈશ્યધર્મ, શુદ્રધર્મ અનેકાન્તશ્રુતધર્મ, તત્ત્વધર્મ, આત્મધર્મ, આદિ અનેક પ્રકારના ધર્મોના રક્ષણથી સર્વ પ્રકારની શક્તિયાને પ્રકટાવી શકાય છે અને તેથી વિશ્વમાં સર્વ વ્યવસ્થાની
For Private And Personal Use Only