________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વને. જે મનુ વિશ્વવતિસર્વજીની સત્તા ધન, લક્ષ્મી, સદુપદેશાદિથી જેવી ઘટે તેવી સેવા કરે છે તે લોકો વિશ્વમાં ધર્મને પ્રચાર કસ્થાને અને ધર્મની સર્વત્ર વ્યાપકતા કરવાને શક્તિમાન થાય છે. સેવાના અનેક ભેદ છે. સર્વ જીવેના આત્માઓનાં દુઃખ ટાળવાં અને ગુરૂ આદિની સેવાવડે તેના ઉપદેશ પ્રમાણે પ્રવર્તવું એજ સેવા ધર્મનું લક્ષણ છે. સળુઓનાં ચરણકમલ સેવવાથી સેવા ધર્મનાં રહોનું જ્ઞાન થાય છે. સાધુઓની સન્તાની કૃપા મેળવવા સદાકાલ તેઓની સેવા કરવી જોઈએ. ગુરૂઓના મુખના સદુપદેશથી સેવાધર્મની પ્રાપ્તિ થાય છે. સર્વ મનુષ્ય પિતપતાના ધર્મની સર્વત્ર મનુષ્યમાં વ્યાપતા કરવાને ઈરછે છે અને તે માટે રક્તના પ્રવાહ વહે એવાં યુદ્ધ કરવાને માટે પણ બાકી રાખતા નથી. પરંતુ સર્વ ને સ્વાત્મા સમાન માનીને તેઓ સેવા ન કરે ત્યાં સુધી તેઓ ધર્મના સદ્દવિચારની અને સદાચરેની વ્યાપકતા કરવા શક્તિમાન થતા નથી. ગમે તેવા દુષ્ટપ્રતિપક્ષી મનુષ્યને પણ સેવા ધર્મથી સ્વધર્મમાં લાવી શકાય છે. નાસ્તિક મનુષ્યને પણ તેઓનાં દુઃખ ટાળવારૂપ સેવા પ્રવૃત્તિથી ધર્મ માર્ગમાં આકર્ષી શકાય છે. અન્નદાનથી, વસ્ત્રદાનથી, વિદ્યાદાનથી, સવિચારદાનથી, સદાચારદાનથી અને શુભશક્તિ જે જે હેય તેઓનું અન્ય મનુષ્યને દાન કરવાથ્થી જીવોની સેવા કરી શકાય છે. દુર્ગણીઓને અનેક ઉપાયથી સુધારીને તેઓની સેવા કરી શકાય છે. રજોગુણ અને તમે ગુણ મનુષ્યને સુધારીને તેઓને સવગુણી કરવાથી તેઓની સેવા કરી એમ કથી શકાય છે. તેફાની, લેશી મનુષ્યને શાંતિ ગુણનું દાન આપીને તેઓની સેવા કરી શકાય છે. વિશ્વવર્તિમનુષ્યમાંથી ક્રોધ, માન માયા-લોભ વગેરે દુર્ગાને નાશ થાય રાસ તેઓ આત્માની શક્તિ ખીલવી શકે એવી છે જે પ્રવૃત્તિ કરવી તે કર્તવ્ય સેવા છે. સેવક એગ્ય ગુણે પ્રકટાવ્યા વિના સેવાધર્મમાં પરિષહે આવતાં સ્થિર રહી શકાતું નથી. ગામેગામ શહેર શહેર ફરીને મનુષ્યને આત્મજ્ઞાનને ઉપદેશ આપવું અને તેઓનું માલુમય જીવન કરવું એ ઉત્તમત્તમ સેવાધર્મને માર્ગ છે. ત્યાગી મહાત્માઓ સમાન કેઈ ઉત્તમોત્તમ સેવાધર્મ કરવાને શક્તિ
For Private And Personal Use Only