________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લાગે છે. ધર્મને હંબગ ગણીને તેને તિરરકાર કરનારા નાસ્તિકેને પ્રાદુર્ભાવ થવા લાગે છે, તેઓની સામા ટકી રહેવાય એવી રીતે ધર્મકર્મસુધારકેએ ધર્મરક્ષાકારકકર્મો કરવાં જોઈએ. આત્મજ્ઞાન, પરમાત્મજ્ઞાનના ઉપદેશને ઘેરે ઘેર ફેલાવે થે જોઈએ અને કાયરતા, ભીરતા અને દીનતાના નાશપૂર્વક લેકની ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ થવી જોઈએ. સર્વપ્રકારના ધાર્મિક સિદ્ધાંતને ઘેરઘેર ઉહાપોહ થે જોઈએ. આત્માના શુદ્ધધર્મોની પ્રાપ્તિ માટે વિશ્વવતિ મનુષ્યને જાગ્રત કરવા જોઈએ. ધર્મની રૂઢીઓ પ્રમાણે નિરસતાથી પ્રવર્તનારા સમૂચ્છિમપંચેન્દ્રિય જેવા મનુષ્યમાં ધાર્મિકજ્ઞાનને સંચાર થે જોઈએ. સર્વ મનુષ્યમાં આત્મશક્તિને ખ્યાલ પ્રગટાવ જોઈએ અને તેઓ ફરજ માનીને સર્વ આવશ્યક કર્મો કરે એ ઉપદેશ થ જોઈએ. વ્યવસ્થાથી ધામિકકર્મો કરનારા મનુષ્યને સમૂહ પ્રકટાવ જોઈએ. હું તને ભેદભાવ ટળે અને સર્વજીવે પિતાનામાં દેખાય એવા આધ્યાત્મિકજ્ઞાનને પ્રચાર કરે જોઈએ. ધર્મકર્મસુધારક કર્મગીઓએ એ પ્રમાણે ધર્મરક્ષા કરવાના કાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ. આત્મજ્ઞાનપૂર્વક ધર્મકર્મોનું રહસ્ય શું છે તેને લેકેને પરિપૂર્ણ અનુભવ આપ જોઈએ. લોકોને અજ્ઞ રાખીને ધર્મકર્મના જેજે સુધારા કરવામાં આવે છે તેમાં પરિણમે અ૫લાભ અને અત્યંત હાનિ પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક જ્ઞાનને સૂર્ય સદા પ્રકાશિત રહે છે તે વિશ્વ મનુષ્ય સર્વે સ્વયમેવ સ્વયેગ્ય ધર્મકર્મ સુધારાને કરી શકે છે અને વર્તમાનમાં ધર્મનું રક્ષણ કરી શકે છે. જ્યારે અધ્યાત્મજ્ઞાનને સૂર્ય અસ્ત થાય છે ત્યારે ધર્મી મનુષ્યમાં આચારભેદે સંપ્રદાય ભેદો થાય છે અને અજ્ઞાની
કેનું જોર ફાવી જાતાં સત્ય રહસ્યથી લેકે અજ્ઞાત રહેતાં જડકિયા વાદીઓને પ્રાદુર્ભાવ થાય છે. હવે આધ્યાત્મિકજ્ઞાનના સૂર્યના કિરણેને કંઈક લેકેપર પ્રકાશ પડવા લાગે છે. તેથી લેકે સત્યની શોધ કરવા લાગ્યા છે. તેથી હાલને સંક્રાન્તિકાલ ગણાય છે. હાલ ધર્મના શાસ્ત્રનું મથન થાય છે અને સત્ય શોધવા માટે વિશ્વમાં સર્વત્ર મહાપ્રવૃત્તિ થએલી છે તેથી એ ચળવળના પરિણામે લોકોમાં અનેક ધામિક પરિવર્તને થાય છે. યુગપ્રધાન મહાત્માઓ ધર્મકર્મોને સુધારો કરીને અધ્યા
For Private And Personal Use Only