________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫૫ ણાર્થે જે એગ્યકર્મ હોય તેને વિવેકથી કરવું જોઈએ. કારણકે સાધુએથી નિશ્ચયતા ધર્મની ઉત્તપત્તિ જ્યાં ત્યાં વિશ્વમાં થાય છે. માટે સાધુઓની સેવા કરવી અને શુભ ભક્તિથી તેઓને દાન દેવું અને સાધુસંઘની પ્રગતિ માટે જે ગ્યકર્મ હોય તેને કરવું જોઈએ.
વિવેચન—ઉપર્યુક્ત જ્ઞાની મુની સત્યશુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ માટે અવતાર ધારણ કરે છે, અને કર્મયેગીઓને ધર્મવૃદ્ધિ માટે આજ્ઞા કરે છે. તેઓ કથે છે કે દેશકાલાનુસારે શુદ્ધ ધર્મની વૃદ્ધિ માટે જે જે ઉપાયે એગ્ય ભાસે તે સેવવા જોઈએ. ધર્મની વૃદ્ધિથી દેશ સામ્રાજ્ય સમૃદ્ધિ વધે છે, ધર્મની વૃદ્ધિથી વિશ્વમનુષ્યની આર્થિક સ્થિતિ સુધરે છે. ધર્મની વૃદ્ધિથી વાયુ સમીચીન વાય છે. મેઘની સુવૃષ્ટિ થાય છે અને અનેક દુષ્ટરોગને નાશ થાય છે. ધર્મની પ્રવૃદ્ધિથી અનેક પાપને નાશ થાય છે, અને અનેક પુણ્યકર્મોને ઉત્પાત થાય છે તેથી ધર્મદેશમાં મહાપુરૂષના અવતારે પ્રગટે છે. ધર્મની પ્રવૃદ્ધિથી મનુષ્યમાં આમિકબળ ખીલે છે અને મેહની આસુરી પ્રકૃતિને નાશ થાય છે. સર્વત્ર ધર્મની પ્રવૃદ્ધિથી વ્યાવહારિક સત્ય સ્વાતંત્ર્ય વિચારોની અને સદાચારની વૃદ્ધિ થાય છે અને અધર્મમય અસદવિચારેને અને અનાચારને નાશ થાય છે. ધર્મની પ્રવૃદ્ધિથી ચારી, વ્યભિચાર વગેરે દુષ્ટ કર્મકરનારાઓ પણ ધર્મ પ્રવૃત્તિ સેવે છે અને ચેરી વ્યભિચાર વગેરે દુષ્ટ કર્મોનો ત્યાગ કરે છે. શુદ્ધધર્મ પ્રવૃત્તિથી દેશમની સમાજેમાંથી દુષ્ટવિચાર અને દુષ્ટાચારે પલાયન કરી જાય છે. રાજાઓમાં અને પ્રજાઓમાં પરસ્પર નૈતિક સંબંધ સંરક્ષવામાં ધર્મની વૃદ્ધિથી વિશેષ કાર્ય કરી શકાય છે. સત્ય શુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિવિના અનીતિનું બળ વિશ્વમાં વૃદ્ધિ પામે છે અને તેથી વિશ્વમાં શાંતિનાં સૂત્રોનાં બંધને શિથિલ થઈ જાય છે. દયા સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, મમતાત્યાગ, નિષ્પક્ષપાતદષ્ટિ, મધ્યસ્થતા, વિવેક વગેરે ગુણેથી આત્માના જ્ઞાનાદિ શુદ્ધ ધર્મની વૃદ્ધિ થાય છે. શુદ્ધધર્મને રહેવા માટે શરીરની બહાર અન્યત્ર પરિભ્રમવા જવું પડે તેમ નથી. વિધવતિસર્વદેહધારીઓના આત્માઓમાં જ્ઞાન દર્શન ચારિત્રરૂપ શુદ્ધ ધર્મ રહે છે. વિશ્વમાં શુદ્ધધર્મના બળથી સર્વ
For Private And Personal Use Only