________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૪૭
ઉદ્ધાર કરવા સમર્થ થાય છે. આ કાલમાં ગુરૂદેવની પૂર્ણ શ્રદ્ધા ભક્તિબલથી આત્માને ઉદ્ધાર થાય છે. પૂર્ણશ્રદ્ધાબલવિના સ્વછંદતાથી ગમે તેવી રીતે પ્રવર્તવામાં આવે તેથી આત્માની અપૂર્વ શક્તિને પ્રકાશ થતું નથી. પૂર્ણ શ્રદ્ધાબલથી શિષ્ય, ગુરૂના હૃદયના સર્વ અનુભવેને સ્વશકત્યા આકર્ષી શકે છે અને સ્વયંગુરૂપદ પ્રાપ્ત કરી શકે છે. પાશ્ચાત્ય વાતાવરણના સંસ્કારોથી કેટલાક આર્યોના હૃદયમાં નાસ્તિક વાતાવરણને પ્રવેશ થયે છે અને તેથી તેઓ પૂર્વની પેઠે ગીતાર્થગુરૂમહાત્માઓની પેઠે પૂર્ણ શ્રદ્ધાબલથી સેવા કરી શકતા નથી. તેથી તેઓ પૂર્વાચાર્યોની પેઠે અપૂર્વશક્તિને પ્રકાશ કરવા શક્તિમાન થતા નથી. અધ્યાત્મવિદ્યાનાં ગુપ્તપણે અને આવિર્ભાવપણે આર્યા વર્તમાં બીજ છે તેને કદાપિ નાશ થનાર નથી. આર્યાવર્તમાં આત્મજ્ઞાની મહાત્માઓ થયા થાય છે અને થશે. સર્વધર્મોની ઉત્પત્તિનું મૂળ આર્યાવર્ત છે. જ્યારે આર્યાવર્તમાં રજોગુણ, તમે ગુણ, નાસ્તિતા વગેરે આસુરી શક્તિ જેરથી પ્રકટે છે અને તેથી ધર્મી મનુષ્ય પીડાય છે ત્યારે અધ્યાત્મજ્ઞાની પૂર્વભવ સંસ્કારીગીતાર્થમહાત્મા
ને જુદી જુદી દિશામાં પ્રાદુર્ભાવ થાય છે અને તેઓ આસુરી શક્તિને હટાવી આધ્યાત્મિક સામ્રાજ્યની સ્થાપના કરે છે. અધ્યાત્મજ્ઞાની મહાત્માએ યુગે યુગે સર્વ મહાત્માઓમાં પ્રધાન હોવાથી તે યુગપ્રધાન તરીકે ગણાય છે. ભાષાના ભણતર માત્રથી અર્થાત્ દશબાર ભાષાના વિદ્વાન થવા માત્રથી અગર મનહર આકર્ષક વ્યાખ્યાન દેવાથી વા અનેક શાસ્ત્રને અભ્યાસ કરવા માત્રથી આત્મજ્ઞાની મહાગુરૂની દશા પ્રાપ્ત કરી શકાતી નથી. ભાષાપંડિત, કથાકરનારાઓ, ઉપદેશકે, વ્યાખ્યાનકારો, કિયાકરનારાઓ અનેક છે પરંતુ આત્મજ્ઞાની અનુભવી ગીતાર્થમહાત્માઓ કે જે મન રહીને પણું અપૂર્વ શક્તિને પ્રકાશ કરનારા વિરલા છે. અન્ય મહાત્માઓ કરતાં તેઓમાં એક પ્રકારની વિલક્ષણતા રહેલી હોય છે. અંધકારમય રૂઢિમય જમાનામાં તેઓ જ્યારે પ્રકટે છે ત્યારે ખરા આત્માર્થી મનુષ્ય તેમને ઓળખી શકે છે. રૂઢિબળવાળાઓ પૈકી કવચિત્ અજ્ઞ મનુષ્ય તેઓના સામા પડે છે પરંતુ તેઓ જે જે બાબતેને પ્રકાશ કરવા
For Private And Personal Use Only