________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાપ્ત થએલ કર્તવ્ય કરવામાં પૂર્ણ શ્રદ્ધા બળની આવશ્યકતા છે. આત્મજ્ઞાની મહાત્માઓ વર્તમાન અને ભવિષ્યની શુભાવપરિસ્થિતિને ધ્યાનમાં લેઈ સ્વભક્તને કર્તવ્ય કાર્યની આજ્ઞાઓ કરે છે. ગીતાર્થગુરૂની આજ્ઞામાં પ્રભુની આજ્ઞા સમાઈ જાય છે. કારણકે પ્રભુની પક્ષદશામાં પ્રત્યક્ષગુરૂવર્ય, મોક્ષની પ્રવૃત્તિને વર્તમાનમાં સમ્યગ નિર્દેશવા શક્તિમાન થાય છે. વર્તમાનમાં જ્ઞાની ગુરૂઓવડે ધર્મસામ્રાજ્યની પ્રવૃદ્ધિ થાય છે. પરમાત્મા વીતરાગદેવની સર્વ આજ્ઞાઓને જેઓ આત્મજ્ઞાનવડે સમ્યમ્ અનુભવી શકે છે એવા જ્ઞાની ગુરૂઓ જે આજ્ઞાઓ કરે છે તે પરમાત્માના ઉપદેશથી અવિરૂદ્ધ છે તેથી તેમજ વર્તમાનકાલમાં પ્રત્યક્ષ ધર્મપ્રવર્તકગુરૂવાથીગુરૂની આજ્ઞાએ પ્રાપ્ત થએલકાર્ય કરવામાં શંકા ન કરવી જોઈએ. જેઓ ગીતાર્થગુરૂઓને સંપૂર્ણપણે અનુભવે છે તેઓ પરમાત્માને અનુભવ કરી શકે છે. દી દીવાથી થાય એ નિયમ છે. જ્ઞાની ગુરૂ આત્માને સાક્ષાત્કાર કરાવી આપે છે તેમજ પરમાત્માને સાક્ષાત્કાર કરાવી આપે છે આપણે આત્મા પરમાત્મા છે અને તે જ્ઞાનગુરૂની સેવા અને તેની આજ્ઞા પ્રમાણે પ્રત્યવિના અનુભવી શકાય તેમ નથી. આત્મજ્ઞાની ગુરૂઓની આજ્ઞા પ્રમાણે પ્રવર્યાથી સેવાધર્મ, ભક્તિધર્મ અને કર્મયેગીની દશા પ્રાપ્ત થાય છે અને હૃદયની ઉત્તમ શુદ્ધિ થાય છે. તેથી ગુરૂપરની પૂર્ણ શ્રદ્ધાના બળે તથા કર્તવ્યપ્રવૃત્તિની પૂર્ણશ્રદ્ધાના બળે પરમાત્માને અનુભવ સાક્ષાત્કાર થયા વિના રહેતે નથી. ગુરૂપર પૂર્ણશ્રદ્ધાવિના તેમના વિચારની અને આચારેની પૂર્ણશ્રદ્ધા થતી નથી. તથા સેવાધર્મ આદિમાં તેમની આજ્ઞા પ્રમાણે સર્વ સ્વાર્પણ કરી શકાતું નથી. માટે આત્મજ્ઞાની ગુરૂમય બનીને તેમની આજ્ઞાપ્રમાણે પ્રવર્તવું જોઈએ. સ્વાર્થ, સ્વછંદતા, ભીતિ, કલજજા અને ગાડરીયા પ્રવાહને ત્યાગ કર્યા વિના ગુરૂની આજ્ઞા પ્રમાણે કર્મપ્રવૃત્તિ થતી નથી. આત્મજ્ઞાની સદ્દગુરૂના સર્વ પ્રકારના વિચારોમાં અને આચારેમાં પૂર્ણ સાહ્યતા છે એવી પૂર્ણ શ્રદ્ધા ન હોય ત્યાંસુધી તેમની કૃપા તથા તેમના આત્માની શક્તિને પ્રાપ્ત કરી શકાતી નથી. અતએ આત્મજ્ઞાની ગુરૂનાભક્તએ પૂર્ણશ્રદ્ધાના બળે આત્મસમર્પણ કરીને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. ગુરૂની આજ્ઞા થતાં તેમાં વિચાર કરે
For Private And Personal Use Only