________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર્શથી આપણું મન તત્કાળ પ્રકાશિત થઈ જાય છે અને આપણા મનને સર્વત્ર વિસ્તરેલે અનંત પ્રકાશ દેખાવા માંડે છે.”
સ્વામી વિવેકાનન્દ ઉપર્યક્ત જે વિચારો દર્શાવ્યા છે તેમાંથી સાપેક્ષદષ્ટિએ સાર ખેંચવાની આવશ્યક્તા છે. સ્વામી વિવેકાનન્દના સર્વ વિચારે આપણને માન્યભૂત હેતા નથી. આપણે તેમાંથી સાર ખેંચીને વિચારવું કે, ગીતાર્થમહાત્માઓને પંચપરમેષ્ટિમાં સમાવેશ થાય છે. અને તેઓ અવવારી મહાત્મા છે. પરંતુ અષ્ટકર્મરહિત સિદ્ધ પરમાત્માના અવતાર થતા નથી. દરેકમાં ભિન્ન ભિન્ન શક્તિઓ ખીલી હોય છે. એક સમાનગુણે સર્વ મહાત્માઓમાં હઈશક્તા નથી. દેશકાલપરત્વે ભિન્ન ભિન્ન રીતે મહાત્માએ વિવિધ જાતિની સુધારણાઓ કરે છે. ગીતાર્થગુરૂઓ સત્યને પ્રકાશ કરે છે અને અસત્ય પ્રવૃત્તિને હઠાવી દે છે. ધર્મની સ્થાપના રક્ષા કરવા માટે જ્ઞાનગુરૂઓ પ્રગટે છે. પ્રત્યેક ગીતાર્થ સ્વાધિકારે કર્તવ્યકર્મોને કરે છે અને અનાશ્રિત મનુષ્યને ઉદ્ધાર કરે છે માટે આત્મજ્ઞાની મહાત્માઓની આજ્ઞા પ્રમાણે સ્વાધિકારે કર્તવ્ય કર્મો કરવાની જરૂર છે. તેઓ સ્વાધિકાર જે દર્શાવે તે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં રોકાકરવી નહીં જ્ઞાનીગીતાર્થેના વિચારમાં અને આચારમાં શંકા કરવાથી અને તેઓએ નિર્દિષ્ટ કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિમાં શકાકરવાથી અવશ્ય પતિતદશા થાય છે. જ્ઞાની ગુરૂના વિચારોમાં અને આચારમાં દેશકાલ પરત્વે અસંખ્ય દષ્ટિએ અસંખ્ય હેય છે તેઓના સર્વ વિચારના આશાને તે જાણી શકે છે અથવા તેના કરતાં વિશિષ્ટગીતાર્થો જાણી શકે છે તેમાં બાલજીને અધિકાર નથી છતાં તેના વિચારો અને આચારોના ભેદ જેજે અ૫ષ્ટિથી ભકતને લાગે અને તેને ગુરૂસમક્ષ તેઓ ખુલાસે ન કરે તે તેઓ શંકાળ બને છે અને તે શંકાથી તેમની ધર્મની ઈમારત પડી ભાંગે છે અને પ્રથમ પગથીએ આવી તે ઉભા રહે છે. જ્ઞાનીની આજ્ઞાએ પ્રાપ્ત થએલ કાર્યમાં શંકા કરવાથી જ્ઞાનની આજ્ઞાને અનાદર થાય છે અને તેથી કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થવાય છે. ગમે તેટલા તર્કો કરો પણ જ્ઞાનીગુરૂના હૃદયને નમન કરી તેમની આજ્ઞા પ્રમાણે કર્તવ્યકર્મ કર્યાવિના આત્માની શુદ્ધતા થઈ શકતી નથી. આત્મજ્ઞાનીની આજ્ઞાથી
For Private And Personal Use Only