________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મપ્રવૃત્તિને અન્તથી નિર્લેપ રહેવાની શક્તિ પ્રાપ્ત કરવાની સાથે કરવાથી આમેન્નતિમાર્ગમાં સદા આગળ પ્રવહવું થયા કરે છે. જેનામાં જે શક્તિ ખીલી હોય છે અને તેના અધિકાર પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વ્યાવહારિક દષ્ટિએ તેને જે જે કર્તવ્યપ્રવૃત્તિ કરવી ઉચિત હોય છે તે તેને કરવી પડે છે અને એ કર્તવ્ય પ્રવૃત્તિ કરવાની ફર્જથી યદિ તે વિમુખ થાય છે તે તે સ્વ અને પારને અનેક પ્રકારની હાનિ પ્રાપ્ત કરાવે છે. સર્વ જીવોને વર્તમાન, ભૂત, અને ભવિષ્યમાં સ્વદેહાદિષણાર્થે અનેક પ્રવૃત્તિ કરવાની હોય છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી પડે છે પરંતુ તેમાં વિશેષ એ છે કે પ્રારબ્બાદિયેગે જે જે પ્રવૃત્તિ થાય તેનાં લાભાલાભને વિવેક હે જોઈએ અને જ્ઞાનગપૂર્વક તે પ્રવૃત્તિ થવી જોઈએ. જ્ઞાનપૂર્વક થતી પ્રવૃત્તિથી ભવિષ્યમાં અનુભવશિક્ષણ મળે છે અને તેથી ભવિષ્યમાં અનેક પ્રકારના સુધારા વધારા યુક્ત પ્રવૃત્તિ કરી શકાય છે. સર્વ પ્રકારનાં કર્મ કન્યા વિના અને પંચ શરીરને નાશ થયા વિના દેહાદિક પ્રવૃત્તિ ટળતી નથી. જ્યાં સુધી દેહનું
અસ્તિત્વ છે તાવત્ જ્ઞાની વા અજ્ઞાની દેહાદિ પોષણાર્થે પ્રવૃત્તિ કર્યો વિના રહી શકે તેમ નથી. જીવ માત્રની પ્રવૃત્તિ અનિવાર્ય હોવાથી જ્ઞાનીઓને એ ફર્જ શીર્ષે આવી પડે છે કે તેઓની પ્રવૃત્તિ
માં જ્ઞાનમાર્ગપૂર્વક પ્રવર્તવાને ઉપદેશ દે. શ્રી આદિનાથ પ્રભુએ ગ્રહવાસમાં મનુષ્યને અનેક પ્રકારની શિલ્પાદિ શિક્ષણની પ્રવૃત્તિ દર્શાવી હતી. જો કે શિલ્પાદિ કળાઓ સષિત હતી તે પણ તેના વિવેક વિના અને તેની પ્રવૃત્તિ વિના નિવૃત્તિમાર્ગ તેઓ થઈ શકે તેમ નહેતું અત એવ તત્કાલીન મનુષ્યોને કર્મમાર્ગની શિલ્પાદિ પ્રવૃત્તિ જણાવવાની જરૂર પડી હતી. પન્નર કર્મ ભૂમિમાં તીર્થક ઉત્પન્ન થઈ શકે છે અને કર્મભૂમિમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિમાર્ગ, ચિરંજીવી, થઈ શકે છે તેનું સૂક્ષ્મરહસ્ય અનુભવવાની જરૂર છે. અકર્મ ભૂમિમાં કર્મમાર્ગ ન હોવાથી ત્યાં તીર્થંકરે વગેરે થઈ શકતા નથી અને ત્યાંના મનુષ્યને મુક્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી. ઉપર્યુક્ત રહસ્યથી અનુભવી શકાશે કે જ્યાં અસિ-મષી કૃષ્ણાદિક કર્મમાર્ગની પ્રવૃત્તિ
For Private And Personal Use Only