________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦૩ છે, તે ઉપદેશ વાસ્તવિકતાથી જોતાં ઉપર્યુક્ત બાળકના ઉપદેશની યેગ્યતાનેજ છે. એ લબ્ધ પ્રતિષ્ઠિત પંડિતેને આપણે માત્ર એટલું જ કહેવું છે કે, “પડિત મહારાજ ! આપના પિતાના પગે હજી આકાશાન્તરે લટકે છે, તેમને ભૂમિને સ્પર્શ થવા; એટલે પછી અમે તમારા ઉપદેશને વિચાર કરીશું. તમે આજે એક પદ્ધતિને ઉત્તમ તરીકે વ્યક્ત કરે છે, પણ પૂરા બે દિવસ પણ તમે તે પદ્ધતિને વળગી રહેતા નથી. તે પદ્ધતિ વિશે તમારા પિતામાંજ મારામારીઓ થાય છે અને છેવટે તમે પાછા પોતાના મૂળપદ પર આવીને કાયમ થઈ જાઓ છે. જેવી રીતે કેટલીક જાતિના કીટકે આ ક્ષણે જન્મ પામે છે. અને અન્ય ક્ષણે મરણ શરણ થઈ જાય છે, તે જ પ્રમાણેની તમારા સમાજની પણ અવસ્થા છે. તમારું અસ્તિત્વ, પાણીમાંના પરપોટા જેટલું જ ચિરસ્થાયિ છે. એટલા માટે અમારા સમાજ પ્રમાણે તમે પ્રથમ પિતાના સમાજને ચિરંજીવી બનાવે. કેટલાંક શતકને કાળદંડ મસ્તક પર ફરતે હવા છતાં પણ જે આચાર વિચારેનું અસ્તિત્વ સૂચિના અગ્રભાગ જેટલું પણ ચક્યું નથી. એવા આચાર વિચારેને પ્રથમ તમે પોતાના સમાજમાં રુઢ કરે. તમારી જ્યારે આટલી તૈયારી થઈ જશે, ત્યાર પછી જ આ વિષયમાં તમને અમારી સાથે બે શબ્દો બોલવાને અધિકાર પ્રાપ્ત થશે. પરંતુ ત્યાં સૂધી તમારે ઉપદેશ એટલે એક ન્હાના બાળકના તોતડા બેબડા શબ્દજ છે, એમજ અમે સમજવાના.”
ઉપર્યુક્ત સ્વામી વિવેકાનન્દના વિચારોમાંથી પ્રસ્તુત વિષપગી સાપેક્ષિત સાર ગ્રહણ કરવાને છે. અનીતિમય જે જે ક્રિયાઓ અવલકાતી હોય તે તે કિયાઓને તે દૂરથી પરિહરવી જોઈએ. આર્યાવર્તના મનુષ્યના હાડમાંસમાં નિવૃત્તિની ઓતપ્રેતતા થએલી છે. શ્રી મહાવીરપ્રભુએ અને તપશ્ચાત જે જે આચાર્યોએ જે ધાર્મિક પ્રવૃત્તિ નિર્દેશી હેય તે અનેક ક્ષેત્રકાલાદિભેદે ભેદવિશિષ્ટ હોય પરંતુ તેઓનાં સત્ય રહસ્યને અવધી સ્વાધિકારે જે કંઈ કંઈ ધર્મપ્રવૃત્તિ કરતે હોય અને તેથી તેનું જીવન ઉચ્ચ થતું હોય એમ તેને ભાસતું હોય તે તેને તેમાં વિદને કરવો નહીં. શ્રી વીરપ્રભુએ દર્શનતત્ત્વ અને જ્ઞાનતત્ત્વને જે ઉપદેશ આપે છે તેને
For Private And Personal Use Only