________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૭
ભેદો છે. પરસ્પર એક બીજાથી ભિન્ન એવી ધાર્મિક ક્રિયાઓમાં એકની શ્રદ્ધા રાખતાં તેનાથી વિરૂદ્ધ સાંપ્રદાયિક યાએપર તિરસ્કાર ટે છે અને અન્ય ધાર્મિકક્રિયાઓનુ અને તે ક્રિયાઓના કર્તાનુ' ખંડન કરવામાં આવે છે. આ પ્રમાણે પરસ્પર ધર્મમત ભેદોની ક્રિયાની ભિન્નતાઆવડે પરસ્પર મનુષ્યામાં ખંડન, મંડન, રાગદ્વેષ થયા કરે છે. એક મનુષ્ય અમુક ધામિકક્રિયાનુ મંડન કરે છે ત્યારે અન્ય મનુષ્ય તેનું ખંડન કરે છે. અમુક મનુષ્ય અમુક ધાર્મિક ક્રિયા પર રાગ ધારણ કરે છે ત્યારે અમુક મનુષ્ય તેજ ધાર્મિકક્રિયા પર દ્વેષ-અરૂચિ ધારણ કરે છે. જેનામાં ચેારાશી ગચ્છાની પરસ્પર કેટલીક ક્રિયાઓ વિરૂદ્ધ હાય છે, તેથી તે તે ક્રિયાઓની વિભિન્નતાએ ચારાશી ગાના આગેવાનો ખંડન મંડન કલેશ વગેરે કરી ધર્મની આરાધનામાં કર્મની વૃદ્ધિ કરી શકે છે. સર્વ મનુષ્યો સ્વસ્વધામિકક્રિયાઓને આગમાના આધારે પ્રતિપાદન કરીને અન્યનીક્રિયાઓને અસર્વજ્ઞ કથિત છે એમ ઠરાવવા પ્રયત્ન કરે છે. દિગબરાએ અને શ્વેતાંખરાએ આ પ્રમાણે પરસ્પર વિરૂદ્ધ માન્યતાવંત ક્રિયાઓના ભેદે પરસ્પર ક્લેશ કરીને સંઘવીર્યના પરસ્પરના નાશાથે ઉપયોગ કર્યાં, તેથી તેની પડતી થઈ અને વૈદિકધર્મવાળાની પ્રગતિ થઈ. વેદધર્મીઓ પણ પ્રવૃત્તિયાનુ સાધ્યબિંદું સમજ્યાનિના પરસ્પર સાંપ્રદાયિક વિરૂદ્ધ ધામિકક્રિયાઓના ખંડન મંડનમાં પડી રાગદ્વેષની વૃત્તિમાં મુંઝાયા અને તેથી મુસલમાનેા તરફથી તેને આક્રમણા સહવાં પડયાં. ક્રિયામાં મુ`ઝાવાથી સાધ્યશન્યપ્રવૃત્તિ થાય છે અને તેથી સ્વપરની ઉન્નતિ થઈ શકતી નથી. ખ્રીસ્તિયામાં અને મુસલ્ખાનામાં ધાર્મિક મતભેદવાળી પરસ્પર વિરૂદ્ધ ક્રિયાઓથી તરવારાનાં યુદ્ધા પ્રવર્ત્યા હતાં. એમતેઓના ધાર્મિક ઇતિહાસાના વાચનથી સ્પષ્ટ અવબોધાય છે. પરસ્પર ધામિકક્રિયાઓના ભેદોથી પરસ્પર વિરૂદ્ધ ધાર્મિક ક્રિયા કરનારા એક બીજાને શત્રુની દ્ધિથી દેખે છે. વ્યાવહારિકરાજ્યકાર્યો વગેરેની પ્રવૃત્તિયામાં ક્રિયાઆમાં પરસ્પર વિરૂદ્ધતાલેદે રાજાએ અને પ્રજાએ યુદ્ધ કરી જગમાં અશાન્તિ ફેલાવે છે. વિશ્વવર્તિમનુષ્યમાં પરસ્પર ખાવાની, પીવાની, આફ્રિકાÎમાં અનેક પરસ્પર વિરૂદ્ધ ક્રિયાઓ પ્રવર્તે છે. પાશ્ચાત્યાની
For Private And Personal Use Only