________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮૩ સતતેત્સાહ વિના અનેક મનુષ્યએ પાણીમાં પરપોટા થઇને ક્ષણમાં જેમ વિલય પામે છે તદ્વત્ પ્રારંભિત કાર્યોને ક્ષણમાં મૂકી દીધાં છે, તેનાં સહસ્રલક્ષ દષ્ટાંતે વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. ગુજરાતમાં ભેળા ભીમ પશ્ચાત્ જે જે પતિ થયા તેમાં રાજ્યરક્ષણ પ્રગતિકાર્યને સત તેત્સાહ પ્રયત્ન નહતું તેથી તેઓ ગુર્જરત્રાભૂમિનું સામ્રાજ્ય સંરક્ષી શકવા સમર્થ થયા નહીં. ગુર્જરત્રાભૂમિમાં સતતેત્સાહપૂર્વક પ્રયત્ન કરનાર મહમદ બેગડાએ અનેક હિંદુઓને વટલાવી મુસન્માન કર્યા અને રાજ્યમર્યાદાની વૃદ્ધિ કરી. ગમે તેવા પ્રગતિશીલ મનુષ્ય હોય પરંતુ તેનામાંથી સતતેત્સાહ પ્રયત્ન કળવાની સાથે તેઓની અવનતિ આરંભાય છે. વ્યાપારકાર્યપ્રવૃત્તિમાં સતતોત્સાહવિના જૈનવણિકે અન્ય વ્યાપારશીલ કેમની પાછળ હઠવા લાગ્યા છે અને ભવિષ્યમાં જે તેઓમાં સતતેત્સાહ પ્રયત્ન નહિ રહેશે તે અન્ય કોમના દાસત્વરૂપ કારાગૃહથી મુક્ત થશે નહિ. પ્રગતિશીલ પ્રત્યેક કાર્ય કરવામાં સતતેત્સાહ પ્રયત્નની આવશ્યકતા છે. તેમનુષ્ય!!! તું કઈ પણ કાર્યને આરંભી સતતેત્સાહ પ્રયત્નને સેવ! પરંતુ કાર્યપ્રવૃત્તિને ત્યાગ ન કર. સતતેત્સાહ પ્રયત્નથી રંક મનુષ્ય પણ રાજ્યત્વને પામ્યા છે. કાર્યને આતમા સતતેત્સાહ પ્રયત્ન છે. એ બેને નાશ થતાંની સાથે કાર્યને નાશ થાય છે. સતતેત્સાહ પ્રયત્નથી કાશીમાં સર્વ પંડિતશિરોમણિ શિવકુમાર શાસ્ત્રીએ મહાખ્યાતિને મેળવી છે. સતતેત્સાહ પ્રયત્નથી શેઠ વીરચંદ દીપચંદે અનેક વ્યાપારાદિ કાર્યો કરીને ખ્યાતિ મેળવી. શેઠ વીરચંદ દીપચંદ ગોધાવી ગામના સામાન્ય જૈનવણિફ હતા. પશ્ચાત તેઓએ સતતેત્સાહ પ્રયત્નથી વ્યાપાર આરંભે તેમાં ભાગ્યદેવીએ વર આપે તેથી જેનકેમમાં અગ્રગણ્ય શ્રેણી ગણાવા લાગ્યા. શેઠ પ્રિમચંદ રાયચંદે સતતેત્સાહ પ્રયત્નથી અનેક શુભકાર્યો કર્યાં. મહેસાણાના જૈનવણિક વેણીચંદ સુરચંદ્ર એક અશિક્ષિત સામાન્ય શ્રાવક છે. છતાં તેમાં સતતેત્સાહ પ્રયત્નબળ છે. તેથી તેમણે અનેક પાઠશાળાઓ સ્થાપી છે અને અનેકવામિકકાર્યો કરવામાં તે મચ્યા રહે છે. તેથી તેમણે જૈનમમાં જાગૃતિ ફેલાવી છે. હાલ પણ તે પ્રારંભિત કાર્યમાં સતતત્સાહ પ્રયત્નથી મંડયા રહે છે. ભાવનગરના શ્રાવક કુંવરજી
For Private And Personal Use Only