________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૭૯ વિશ્વની, ધર્મની, સમાજની અને પિતાની ઉન્નતિ કરી શકાતી નથી. સતતેત્સાહ પ્રયત્નબળે વિશ્વમાં સ્વાસ્તિત્વ સંરક્ષી શકાય છે એમ અનેક આદર્શ જીવનચરિતથી સ્પષ્ટ અવધ થાય છે. સતતેત્સાહ પ્રયત્નથી રાઠોડ દુર્ગાદાસે મારવાડનું સંરક્ષણ કર્યું અને તેથી તેનાં સર્વત્ર ભારતમાં ગુણગાન થાય છે. સતતેત્સાહ પ્રયત્ન વિના હિન્દુઓ અને મુસલમાને આર્યાવર્તના અભ્યદયાળું સારી રીતે આત્મગ આપી શકયા નથી. લઘુ કટિકાઓમાં સતતેત્સાહ પ્રયત્ન દેખવામાં આવે છે તેથી તેઓ સ્વશકત્વનુસારે ઘણું કરી શકે છે. સતતોત્સાહ પ્રયત્નથી શુદ્ધ મનુષ્ય પણ ગ્લાસ્ટનની પેઠે મહાનું બનીને લાખ કરોડે મનુષ્યને અનુશાસ્તા બની શકે છે. સતતત્સાહ પ્રયત્નથી જર્મનીના પ્રખ્યાત પ્રધાન બિસ્માર્ક જર્મનીની પ્રગતિમાં અપૂર્વ વૃદ્ધિ કરી તે સર્વત્ર વિશ્વવતિ મનુષ્યથી અજ્ઞાત નથી. ઇશ્વરી બળ તરીકે સતતસાહ પ્રયત્નને કથીએ તે તેમાં કેઈ જાતને પ્રત્યવાય આવતું નથી. સતતેત્સાહ પ્રયત્નથી દરેક કાર્યના અભ્યાસમાં અગ્ર પ્રગતિ કરી શકાય છે. જેનામાં ઉત્સાહપ્રયત્ન નથી તે નિજીવની પેઠે કંઈપણ કરવા શક્તિમાનું થતું નથી. જેના આત્મામાં સતતત્સાહ પ્રયત્નબળ વર્તે છે તે હનુમાનની પેઠે સૂર્યને પણ ગ્રાહ્ય કરવા પ્રયત્ન કરી શકે છે. સતતેત્સાહ પ્રયત્ન વિના આ વિશ્વમાં અનેક મનુષ્યની અવનતિ થઈ, થાય છે અને થશે. સતતેત્સાહ પ્રયત્નરૂપ દેવશક્તિની જેઓ આરાધના કરે છે તેઓની સદા ઉન્નતિ થયા કરે છે. સતતેસાહ પ્રયત્ન એજ પ્રગતિ મહામંત્ર છે. સતતેત્સાહ પ્રયત્ન વિના મનુષ્ય મૃતદેહ સમાન છે. સતતેત્સાહ પ્રયત્નથી નીચ જાતિ પણ હાલ લક્ષ્મી સત્તાના ઉચ્ચ શિખરે વિરાજમાન થઈ છે. તેને અનુભવ કરીને પ્રારંભિતકાર્યો કરવામાં સતતેત્સાહપૂર્વક મંડયા રહેવું જોઈએ. સતતેત્સાહથી સર્વ ધારેલાં કાર્યોની સિદ્ધિ થાય છે માટે હે મનુષ્ય !!! તું અનુત્સાહથી ઠંડુગાર જે ના બન. સતતત્સાહ પ્રયત્નથી અનેક કાર્યોને સિદ્ધ કરી શકીશ એમ નિશ્ચયતઃ અવધ. ગૃહસ્થ અગર ત્યાગાવસ્થામાં જે જે આવશ્યક કર્તવ્યકાર્યો કરવાના હોય તેમાં સતતેત્સાહને ધારણ કર. પાણીપતના મેદાનમાં મરાઠાએ
For Private And Personal Use Only