________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪૧
સ્વરૂપ અવધવું. વને વિશ્વજીને લાભ કરનાર અને સ્વાધિકારથી પ્રાપ્ત થએલ સદોષ વા નિર્દોષકર્મને કર્મયેગીઓ કરે છે.
જે પરિણામે સુન્દર હોય અને સંઘન્નતિ કરનાર હેય તથા ધર્મની રક્ષા કરનાર હેય એવું દેશકાળાદિ સાપેક્ષકર્મ કરવું જોઈએ. જે કર્મ કરવાથી ધર્મની રક્ષા થાય અને અધર્મને નાશ થાય એવું દેશકાલાનુસારે કર્મ કરવું જોઈએ. ધર્મની રક્ષા કરનાર કર્મો નહીં કરવાથી રવપરની અને સમાજની-સંઘની અત્યંત હાનિ થાય છે. ધર્મની રક્ષા કરવી એ સ્વધર્મ અને સમષ્ટિ ધર્મ છે એવું અવબોધીને સર્વસ્વાર્પણ કરી સંઘરક્ષાદિકાર્યમાં તત્પર થવું જોઈએ. ધર્મરક્ષા અને સંઘરક્ષામાં મહાલાભ અને અલ્પપાપ થાય એવી દષ્ટિએ પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મની રક્ષા કરવામાં જે કર્મ વર્તમાનમાં અસુંદર લાગતું હોય પરંતુ પરિણામે ભવિષ્યમાં સુંદર અવબેધાતું હોય તે તેની પ્રવૃત્તિ કરવી જોઈએ. વર્તમાનકર્મપ્રવૃત્તિથી ભવિષ્યમાં સુંદર પરિણામ આવે એવી દષ્ટિથી વ્યાવહારિક ધાર્મિક પ્રગતિ રક્ષાદિ કર્મો કરવાં જોઈએ. વર્તમાનમાં અસ્થિર બુદ્ધિવાળાઓને જે કર્મો અસુંદર લાગે છે તે સ્થિર પ્રજ્ઞાવાળાઓને તે કર્મો વર્તમાનમાં અને ભવિષ્યમાં સુંદર લાગે છે. અત્યંત સૂક્ષ્મબુદ્ધિથી પ્રત્યેક કર્મની પરિણામ સુંદરતા તપાસવી જોઈએ. પ્રત્યેક કર્મ સંબંધી પરિણામ સુંદરતા વા અસુંદરતાને નિશ્ચય ન થાય ત્યાંસુધી જ્ઞાનિકર્મયેગીઓના આશયાનુસારે પ્રવૃત્તિ કરવી જોઈએ. સંઘન્નતિકારક, દેશેન્નતિકારક, સમાજેન્નતિકારક અને વિન્નતિકારક કયાં કયાં કર્મો છે ? તેની પ્રથમથી પરિણામ સુન્દરતા તપાસવી જોઈએ. અમુક દેશકાલમાં અમુક કર્મ છે તે ઉત્સર્ગથી સુંદર હોય અને અપવાદથી સુંદર ન હોય, તથા અમુક દેશકાલમાં અમુક કર્મ, અપવાદમાર્ગથી સુંદર હોય અને ઉત્સર્ગથી પરિણામે સુંદર ન હોય એવું બન્યા કરે છે તેથી ઉત્સર્ગ, આપત્તિકાલ, વય, દશા પ્રસંગે વગેરેને નિર્ણય કરીને પરિણામે સુંદરતા અવલેકવી. દેશકાલાદિની અપેક્ષાએ પરિણામે સુંદર એવાં સઘન્નતિકારકાદિ ધર્મકર્મો કરવાં જોઈએ. ધર્મરક્ષા કરવામાં સમર્થ એવાં ધામિક કામને દેશકાલાનુસારે કરવાં જોઈએ. દેશકાલભાવસાપેક્ષ ધર્મરક્ષા કલ્પકર્મોને વ્યષ્ટિ અને
For Private And Personal Use Only