________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૩૮
હેય તેને સાફ કરવા માટે ડામરને લગાડતાં અલ્પ કર્મબંધ અને મહાલાભની દ્રષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. ચેરે વગેરે પ્રજાને સતાવનારા દુષ્ટને સજા કરવામાં અલ્પ પા૫ અને મહાલાભની દષ્ટિએ રાજાઓ વગેરેને પ્રવૃત્તિ કરવી પડે છે. સાધુઓ વગેરેની રક્ષામાં અલ્પ પાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. જે જે પાપકારાદિ સાર્વજનિક, સામાજીક, કાર્યો છે તેમાં અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ લેકેની પ્રવૃત્તિ થાય છે. આહાર પાણી વગેરેનું ગ્રહણ કરી જીવવામાં પણ અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. ગુરૂકુલે, પાઠશાલાઓ વગેરે સ્થાપવામાં અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. પાંજરાપોળો વગેરે સ્થાપવામાં અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવૃત્તિ કરે છે. ત્યારે તેઓ સ્વપરની ઉન્નતિ કરવા સમર્થ થાય છે, સર્વ મનુષ્યોને ત્યાગ કરીને વનમાં એકાંત વાસમાં જવાય તે પણ ત્યાં આહારદિ ગ્રહણાર્થે અ૫પાપ અને મહાલાભની દષ્ટિએ કઈ પણ ત્યાગીને પ્રવૃત્તિ કર્યા વિના છૂટકે થતો નથી. જૈન સાધુઓ, પ્રમતદશામાં અલ્પપાપબંધ અને મહાનિર્જરાસંવરલાભની દષ્ટિએ દરેક ધાર્મિક પ્રવૃત્તિને કરે છે તે અને સ્વસ્વાધિકાર પ્રમાણે અ૯૫પાપ અને મહાલાભ દષ્ટિએ પ્રવૃત્તિ થાય એમાં કંઈ શંકા નથી. પિતપોતાના વર્ણ જાતિકર્મના અધિકાર પ્રમાણે સર્વ મનુષ્ય અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ તરતમયેગે પ્રવૃત્તિ કરવા તત્પર થાય છે. તેઓ સ્વની અને વિશ્વની ઉન્નતિમાં લાભ સમર્પી શકે છે. અપપાપ અને મહાલાભની દષ્ટિએ શ્રી રામચંદ્ર રાવણની સાથે ધર્યયુદ્ધ આરંવ્યું હતું. અપપાપ અને મહાલાભની દષ્ટિએ કુમારપાલ રાજાએ હિંસક લેકને સજા કરી ધર્મકર્મની પ્રવૃત્તિ કરી હતી. અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ શ્રી હેમચંદ્ર કુમારપાલ રાજાને અહેગ્નીતિ કર્મપ્રવૃત્તિ કરાવવા ઉપદેશ આપે હતે. અપપાપ અને મહાલાભની દષ્ટિએ વ્યાવહારિક કાર્યો તથા ધાર્મિક કાર્યો કરવાને અનેક ગ્રન્થની શાસ્ત્રોની રચના થઈ છે. આ વિશ્વમાં કઈ પણ એવું બાહ્ય કાર્ય
For Private And Personal Use Only