________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૧૬
પ્રાપ્તિ થાય છે. બ્રહ્મરૂપ પરમાત્મા સર્વત્ર વિલસી રહ્યા છે તેના વિના અન્ય કશું કઈ બ્રહ્મરૂપ નથી એમ શાંકરમતાનુયાયીઓ માને છે. રામાનુજાનુયાયીએ સર્વત્ર સર્વ જડચેતન વસ્તુઓમાં અન્તર્યાંમી પરમાત્મા વ્યાપી રહ્યા છે એમ માને છે. શુદ્ધાદ્વૈતવાદીએ બ્રહ્મના આવિર્ભાવ અને તિરાભાવરૂપ સર્વ વિશ્વને માને છે, કબીરમતાનુયાયીઓ સર્વત્ર બ્રહ્મને માને છે. મુસભ્ભાને સર્વત્ર ખુદા પ્રભુનું અસ્તિત્વ સ્વીકારે છે. પ્રીસ્તિએ સર્વત્ર પ્રભુનું અસ્તિત્વ સ્વીકારે છે. જૈના સર્વત્ર ચતુર્દશ રાજલેાકમાં જીવા તેજ સત્તાએ પરમાત્મા છે તેમ સમરૂપ પ્રભુનું અસ્તિત્વ સ્વીકારે છે. આર્દ્રા સર્વત્ર ચૈતન્ય સ્વરૂપની વ્યાપકતા સ્વીકારે છે એમ અપેક્ષાએ અવલોકતાં સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપને દેખવાની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. તેથી સર્વત્ર આત્મપ્રભુને દેખવાના પ્રથમ પ્રેમ પ્રકટાવવા જોઇએ. પ્રભુપ્રેમ, આત્મપ્રેમ, બ્રહ્મપ્રેમ પ્રકટચાવિના કોઈ પણ મનુષ્ય સર્વત્ર પ્રભુની ભાવનામય દ્રષ્ટિથી પ્રભુનું સ્વરૂપ અવલકવા સમર્થ થતા નથી. અતએવ પ્રથમ સર્વ ચાગ્ય મનુષ્યાએ આત્મા ઉપર શુદ્ધ પ્રેમ પ્રકટાવવા જોઇએ કે જેથી સર્વત્ર ભટકતી મનોવૃત્તિને આત્મસ્વરૂપમાં લીન કરી શકાય. પરમવિશુદ્ધ પ્રેમની સાથે આત્મામાં ધ્યાનની સ્થિરતા થાય છે. સમલ બ્રહ્મદષ્ટિની અપેક્ષાએ અવલાકતાં પ્રેમને બ્રહ્મસ્વરૂપ માનવામાં આવે છે. પશ્ચાત્ બ્રહ્મની વિશુદ્ધિ થતાં સ્વયમેવ પ્રભુમયજીવન થઇ શકે છે અને તેથી પરમાનન્દની પ્રાપ્તિ થાય છે. સર્વત્ર સ્થાવરજંગમરૂપ જીવસમષ્ટિમાં આત્મસ્વરૂપની પ્રમલ ભાવનાથી આત્માને અવલેાક્યાવના અર્થાત્ બ્રહ્મ સાક્ષાત્કાર કર્યાવિના કોઈ પ્રભુમયજીવન અર્થાત્ બ્રહ્મજીવનને પ્રાપ્ત કરી શકતા નથી. સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મરવરૂપનો સાક્ષાત્કાર કરવાની દ્રષ્ટિથી રજોગુણ અને તમેગુણના નાશ થાય છે અને સત્ત્વગુણના પ્રકાશથી હૃદયની શુદ્ધિ થવાની સાથે વ્યાપક જીવનની પ્રાપ્તિ થાય છે. સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરવાથી સંકુચિત અહંમમત્વ વૃત્તિયેાના નાશ સાથે સત્યત્યાગી મહાત્માની અવસ્થા પ્રાપ્ત થાય છે. જૈનશાસ્ત્રાના મત પ્રમાણે દેહવ્યાપક આત્મા છે. તત્ત્વની દષ્ટિએ એમ છે છતાં આત્માની શુદ્ધિ તથા તેની
For Private And Personal Use Only