________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮૦
કરે છે તેમાં તેના આત્માની નિર્લેપતા માટે તેને આત્મા અનુભવ સાક્ષી પૂરે છે. એમાં અન્યની સાક્ષીઓની આવશ્યક્તા નથી. કૃષ્ણ અને શ્રેણિકની આન્તરદશા કેવી હતી? તેની સાક્ષી તેઓના આત્મા એ પૂરતા હતા અને તેઓ જે દશામાં રહેલા હતા તે દશાગ્ય સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કરતા હતા. શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં અર્જુ નને કથે છે કે જ્ઞાનરૂપી અગ્નિ, સર્વ કર્મને બાળી ભસ્મીભૂત કરે છે. હૃદયમાં નૈશ્ચયિક જ્ઞાનદષ્ટિસ્થ જે થએલ હોય છે અને જે વ્યવહારથી બાહા કર્તવ્ય કાર્યોમાં પ્રવર્તતે હોય છે તે સર્વ કર્મોને બાળી ભસ્મીભૂત કરી દે છે. નિશ્ચર રિત્તિ ઘર , ચારે તે રચવા, પુષ્યવંત તે જા , મારમુકને વાર, ઈત્યાદિ સાક્ષીઓ ખરેખર આત્માના શુદ્ધ જ્ઞાનપૂર્વક નૈશ્ચયિક દષ્ટિને હૃદયમાં ધારણ કરીને આવશ્યક વ્યવહારની પુષ્ટિ કરનારી છે. આ વિશ્વમાં અનેક નાની સાપેક્ષતાએ અવલોકવાનું હોય છે, અને અનેક નાની સાપેક્ષતાએ પ્રવૃત્તિ કરવાની હોય છે. જ્યાં સુધી મહાત્મા નૈક્ષયિક નયપ્રસ્થ થતું નથી, તે દઢ નિશ્ચયપૂર્વક કઈ પણ વ્યાવહારિક કાર્યને કરી શકતો નથી, અને સંસાર વ્યવહારમાં નિર્લેપ બની શકતું નથી. નૈક્ષયિક નયપ્રસ્થ મનુષ્ય અનેક પ્રકારના વિકલપ સંક૯પથી મુક્ત બનીને વ્યાવહારિક કર્તવ્ય કરવામાં ભીતિ આદિ દેથી પશ્ચાત્ પડતું નથી. નૈક્ષયિક નયપ્રસ્થ મનુષ્ય, સર્વ કર્તવ્ય કાર્યો કરવામાં આન્તરિક નિર્લેપતા ધારણ કરી શકે છે અને જલમાં કમલની પેઠે નિર્લેપ રહેવાને આત્માની નિર્લેપ જ્ઞાનશક્તિને ખીલવી શકે છે. અતએ વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરવાની પૂર્વે નિશ્ચયિક જ્ઞાન ધારણ કરીને નૈશ્ચયિક દષ્ટિને ધારણ કરવાની આવશ્યકતાને અવશ્ય પ્રત્યેક મનુષ્ય સ્વીકારવી જોઈએ. નિશ્ચયિક નયપ્રસ્થ મનુષ્ય કદાપિ શુષ્કજ્ઞાની બની શકતું નથી. જે શુષ્કજ્ઞાની બને છે તે નૈશ્ચચિક નયપ્રસ્થ ગણી શકાતું નથી, એમ અનુભવદષ્ટિથી અનુભવવું જોઈએ. આવશ્યક વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરવાની ફરજને જે અદા કરે છે તે નૈઋયિક પ્રરથ બની શકે છે અને સર્વ બાબતેમાં વ્યવહારકુશલ બની સર્વ પ્રકારની બાહા તથા આન્તરિક પ્રગતિમાં આત્મભેગ આપી શકે છે. સદ્ગુરૂ કૃપાથી શુદ્ધજ્ઞાનની પ્રાપ્તિ
For Private And Personal Use Only