________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૬૯
સતતિ માટે તેએ દાસત્વને વારસો મૂકી જાય છે, આત્માને નિત્ય માનનારા મનુષ્યા ત્યારે ગણાય કે જ્યારે તેઓ આત્માને નહિ માનનારા મનુષ્યો કરતાં સાંસારિક વ્યવહારની સર્વ શુભ આવશ્યક પ્રગતિમાં સદા આગળ રહી શકે અને આત્માનું આસ્તિકય નહિ માનનારા મનુષ્યાને તે સ્વતાખામાં રાખી શકે. આત્માને નિત્ય માનનારા આર્યમનુષ્યા ત્યારે ગણાય કે જ્યારે તેએ આત્માને નહિ માનનારા નાસ્તિક મનુષ્ચાના કરતાં તન-મન-ધનને ભોગ આપતાં જરામાત્ર ખચકાય નહિ અને સર્વ પ્રકારની વિદ્યા-કલાદિવડે નાસ્તિક મનુષ્યાના કરતાં આગલ વધી શકે અને વિશ્વમાં પારમાર્થિક કાર્ય કરીને સર્વત્ર શાંતિ પ્રસરાવવા જેટલું સદા અલ કાયમ રહે એવી વ્યવસ્થાઓને વંશપરંપરા સંરક્ષી શકે. આત્મા નિત્ય છે એમ ખેલનારા લાખા કરોડો મનુષ્યા પછી આવે છે, પરંતુ જ્યારે દેહત્યાગ અને પ્રાણત્યાગના પ્રસંગ આવે છે; ત્યારે તેઓ દેહ પ્રાણ મમત્વ અને ભીતિ ધારણ કરી ભીરૂ મની કર્તવ્યક્ષેત્રથી કરાય ગાઉ દૂર ભાગી જાય છે. આવી રીતે આત્માને નિત્ય માનનારા અને આત્મા નિત્ય છે એમ ખેલનારા મનુષ્યા વર્ગ અને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકતા નથી. આત્માને ખરી રીતે નિત્ય માનનારા મનુષ્યા મહાવીર પ્રભુના પગલે ચાલીને તેઓ વીરત્વનાં આવશ્યક કર્તવ્યકાચને કરી વિશ્વમાં સર્વત્ર સર્વદા સર્વથા પ્રગતિમાં સર્વ કરતાં આગલ રહે છે. આત્માને નિત્ય માનનારા સર્વ પ્રકારની શુભ પ્રગતિમાં, ઘાર પરિગ્રહ-ઉપસર્ગાવિપત્તિયા-સંકટો વેઠીને આગળ વધે છે અને તે અહંવૃત્તિ-મમવૃત્તિ-ભયવૃત્તિ-નામ રૂપની વૃત્તિયાને હઠાવી સર્વ ભેગા મળી વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરવામાં પણ આગલ વધે છે. હાય ! હાય ! હું મરી જઇશ, અરે મારૂ શું થશે, આવા ભાતિના શબ્દોને લનારા આર્યાં તે વસ્તુતઃ આર્યાં નથી. તે વિશ્વમાં દાસત્વકાટીમાં રહેવાને લાયક છે. આત્માને નિત્ય માન્યા બાદ ડરવાનું રહેતું નથી. નિત્ય આત્મા કદાપિ જડ વસ્તુઓને નોકર બનીને પાપકર્મ કરવાને લલચાતા નથી. આત્માને નિત્ય માનનારા મનુષ્યો કર્તવ્યકાર્ય કરતાં પ્રાણાતિસમર્પણુમાં સદા એક સરખી રીતે કાયમ રહે છે. તેઓ
For Private And Personal Use Only