________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
કરવામાં તેમની સ્વશક્તિપૂર્વક પ્રવૃત્તિ થતી હતી. પ્રતિલેખના, પ્રતિક્રમણુ અને ગોચરી વગેરે ક્રિયા કરવામાં તેમની રૂચિ ઘણી હતી. તેમની એવી ક્રિયાયેાગની પ્રવૃત્તિથી તે ક્રિયાયોગી એ ખ્યાતિને પામ્યા હતા. ક્રિયાયેાગ પ્રવૃત્તિમય જીવન તેમનું હતું. ક્રિયાચેાગમાં તેમની અનન્ય શ્રદ્ધા હતી તેથી ક્રિયાયોગ અથવા કર્મયાગ નામને ગ્રન્થ કરીને મનુષ્યને સ્વસ્વધર્મયુક્તક્રિયાયેાગકર્તવ્યને વિશેષતઃ જણાવવાની કર્જ પેાતાની છે અને તે દ્વારા સદ્ગુરુના ક્રિયાયેાગ ગુણની ભક્તિ છે. એવે નિશ્ચય કરીને ક્રિયાચેાગ ગ્રન્થને કથું છું. વિશ્વમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રાદિ ભેદે મનુષ્ય હોય છે. પ્રત્યેક જાતના મનુષ્યને દેશકાલાનુસાર સ્વરવ ધર્મ યોગ્ય કર્મ કરવાં પડે છે. ગૃહસ્થાને ગૃહસ્થના અધિકાર પ્રમાણે સ્વધર્મ ફ્રજના વશ્ય થઈ કર્મ કરવાં પડે છે અને સાધુઓને ત્યાગીઓને સ્વસ્વ અધિકાર પ્રમાણે કર્તવ્ય કર્મ યાગને કરવા પડે છે. પ્રત્યેક મનુષ્યને સ્વસ્વ ધર્માનુસારે ક્રિયા કરવી પડે છે તેથી ક્રિયાયોગ (કર્મયેાગ)નું સમ્યક્ સ્વરૂપ વિશ્વ મનુષ્યાને ઉપકારી થાય અતએવ તેને જણાવવા કથુ છું. ક્રિયાની આવશ્યકતાપૂર્વક ક્રિયાયોગગ્રન્થકરણપ્રવૃત્તિ દર્શાવે છેઃ
જોશ. क्रियायोगं विना जीवा, जीवन्ति न कदाचन । आवश्यक क्रियायोगात्, चित्तशुद्धि र्ध्रुवं नृणाम् ॥४॥
શબ્દાર્થ—ક્રિયાયોગ યાને કર્મયોગ વિના વિશ્વમાં જીવે કદાપિ જીવી શકતા નથી. આવશ્યક ક્રિયાયોગથી મનુષ્યેાના ચિત્તની શુદ્ધિ નક્કી થાય છે.
વિવેચન ક્રિયાયાગવડે વિશ્વમાં સર્વ જીવા સ્વજીવનાસ્તિવસ'રક્ષી શકે છે. સર્વ પ્રકારની વનસ્પતિયાને દેખા તે ક્રિયાથી સ્વચૈાગ્યાહારાદ્વિપાષક તત્ત્વને કાયયેાગની ક્રિયાવડે આકર્ષી ગ્રહીને જીવી શકે છે. જલના જંતુઓ પણ આહારાદિક ક્રિયાવડે જીવી શકે છે તે પશુઆ પખીએ નારકી-દેવા અને મનુષ્યા તા ક્રિયા
For Private And Personal Use Only