________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦૪ પ્રસંગે તે તે ઉપકાર કરવાથી ફલની પ્રાપ્તિ થાય છે. આપત્તિકાલે આપત્તિના પ્રસંગેને લક્ષ્યમાં રાખી ઉપકાર કરે ઘટે છે અને ઉત્સગેકાલે ઉત્સર્ગના પ્રસંગોને ધ્યાનમાં લેઈ ઉપકાર કરવો ઘટે છે. જેનાથી જે કાલે સ્વશકત્વનુસારે શુભ પરિણામે અને શુદ્ધપરિણામે ઉપકાર થાય છે તેને તે કાલે વિશેષફલની સ્વફરજ અદા કરવાની સિદ્ધિ થાય છે. જે પ્રસંગે જે જીવને જે યોગ્ય ઉપકાર કરવાનો હોય તે પ્રસંગે તે જીવને તેવા પ્રકારને ઉપકાર કરવાની આવશ્યક્તા સિદ્ધ ઠરે છે. ભૂખ્યા મનુષ્યને અન્નની જરૂર હોય છે તે પ્રસંગે વસ્ત્ર આપીને ઉપકાર કરે તે અગ્ય છે, પરંતુ તેને ખાવાની વ્યવસ્થા કરી આપવાની જરૂર છે. દેશ, સમાજ, સંઘ, ધર્મ અને જાતિપર જે જે કાલે જે જે ઉપકાર કરવાની આવશ્યકતા હોય તે તે કાલે તે તે ઉપકારે કરવા જોઈએ. આર્યાવર્તમાં બાવાઓ, સાધુએ લાખોની સંખ્યામાં ફરે છે તેઓને જ્ઞાની બનાવવાને અનેક જ્ઞાનશાળાઓની વ્યવસ્થા કરવામાં આવે તો તે વિશેષ ઉપયોગી ઉપકારી કાર્ય ગણાય. તેઓની પ્રગતિને પ્રભાવ ખરેખર સંપૂર્ણ વિશ્વની પ્રગતિ કરવામાં સાહાટ્યકારી છે માટે ત્યાગી બાવા સાધુઓની પાઠશાલાઓ કરવાથી અને તેઓને ભણાવવામાં સર્વ પ્રકારની સાહાચ્ય આપવાથી દેશપર મહાન ઉપકાર કરી શકાય છે. ત્યાગીઓ અને સાધુઓની ઉન્નતિની સાથે દેશોન્નતિ અને ધર્મોન્નતિ તુરત થઈ શકે છે. આ વિશ્વમાં સર્વ ને ઉપકાર થાય એવાં કૃત્ય કરવાં જોઈએ. રજોગુણ અને તમોગુણ મનુષ્યો કરતાં સત્ત્વગુણી મનુષ્ય પર વિશેષતઃ આત્મસ્વાર્પણ કરી ઉપકાર કરવા તત્પર થવું જોઈએ કારણકે સત્ત્વગુણી મનુષ્યથી દેશમાં વિશ્વમાં શાન્તિ પ્રસરી શકે છે અને તેઓ વિશ્વજીને અનેક દુઃખોમાંથી મુક્ત કરી તેઓને શાન્તિ આપવા સમર્થ થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શાએ સ્વસ્વાધિકાર પ્રમાણે યથાશક્તિ વ્યવહાર અને નિશ્ચયથી મન, વચન અને કાયાએ વિશ્વવતિ જીપર જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણોની પ્રાપ્તિ થાય અને મન, વાણી, કાયા અને આત્મશક્તિના વિકાસ થાય એવી રીતે ઉપકારે કરવા સદા તત્પર થવું જોઈએ. સંવર અને નિર્જરાની આરાધના કરનાર મહાજ્ઞાની યોગીઓની, મુનિવરોની સેવા માટે
For Private And Personal Use Only