________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પદ્મ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અનેક
થાલય વચન:, પુષ્યપરોપજાવાય પાપાય પાલનમ્ આગમ શાસ્ત્રોપરોપકાર કરવાને માટે ઉપદેશ કરે છે. પરોપકારથી પુણ્ય થાય છે અને અધિકાર પ્રમાણે પરોપકારકર્મ કરીને સ્વક્રુરજ અદા કરવાથી આત્માની શુદ્ધતા તથા ઉચ્ચતા થાય છે; અતએવ પ્રત્યેક મનુષ્યે યથાશક્તિ પરોપકારનાં કૃત્યો કરવાં જોઇએ. પરોપકારનુ જીવન તેજ ખરૂં જીવન છે. પરોપકારને માટે પૂર્વમુનિયાએ-ઋષિયાએ આત્માર્પણ કરવામાં કોઈ જાતની બાકી રાખી નહોતી. હું મનુષ્ય ! જો હું મનુષ્યભવ પામીને પરોપકારનાં કૃત્યોમાં લક્ષ ન દીધું તે તું સમ્યકત્વ જ્ઞાનચારિત્રાદ્વિ ગુણ પ્રાપ્ત કરી શકવાના નથી. પરોપકારના જે જે વિચારો અને જે જે આચાર આચરવાના હોય તેમાં સ્વાધિકારે પ્રવૃત્ત થવાથી આ વિશ્વશાલામાં આત્માન્નતિસાધક મહાપુરૂષ બની શકાય છે. આ વિશ્વમાં મન-વચન-કાયાવડે પરોપકારનાં નૃત્ય કરી શકાય છે. લક્ષ્મી, અન્ન, વસ્ત્ર-પાત્ર-જલ–આષધાદિવડે પરોપકારનાં કાર્યો કરી શકાય છે. વિદ્યાપાઠનાવિડે પરોપકારનાં કાર્યાં યથાશક્તિ કરી શકાય છે. યાદાનવડે પરોપકારનાં કાર્યો કરી શકાય છે. સ્વાધિકારે પેાતાની પાસે જે જે શક્તિયા હાય તેને અન્ય જીવાના કલ્યાણાર્થે વાપરી પરોપકાર કરી શકાય છે. આ વિશ્વમાં જેટલા જીવા ખરેખર અરિહંત-સિદ્ધ-આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ થએલા છે તેનું મૂળ કારણ પરોપકાર અવમેધાય છે. પરાપકારગુણવિના સમ્યકત્વાદિ મહાગુણાની પ્રાપ્તિ થઈ શકતી નથી. પરોપકારથી આત્માની પ્રગતિના માર્ગ તુર્ત પ્રવૃત્તિ થઈ શકે છે અને તેથી સદ્ગુરૂ દેવની પ્રાપ્તિના માર્ગ ખુલ્લો થાય છે. જે મનુષ્યા પ્રભુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે તે મનુષ્યેા પ્રથમ પરોપકારકાર્યોની પ્રવૃત્તિ કરે છે તેથી તેમના આત્મા ખરેખર સત્પુરૂષોના ધર્માધમાટે પૂર્ણ ચેાગ્ય થાય છે અને પશ્ચાત્ ધર્મબોધિની પ્રાપ્તિ થતાં વિદ્યુદ્વેગે આત્માન્નતિ થાય છે. પોતાની પાસે કરાડા લાખા રૂપૈયા ભેગા કરેલા હોય છે અને જેએ પરોપકારના કાર્યોમાં લક્ષ્મી વાપરવાને આંચકા ખાય છે, તેઓની પાસેથી કુદ્રત પરભવમાં લક્ષ્મી પડાવી લે છે અને તેની અન્યભવમાં અપક્રાન્તિ થાય છે. અતએવ પા
For Private And Personal Use Only