________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
પરસ્પરોપકારની આપલે થયા કરે છે. અતએવ પરોપકારામાં યથાશકત્યા પ્રયત્ન કરવા જોઇએ. નદી-વૃક્ષ-સન્ત વગેરે પરોપકારને માટે વિશ્વમાં વખણાય છે. પરોપકાર કર્યાં કદાપિ નિષ્ફલ જતા નથી. અન્યૂના પાપકાર ગ્રહણ કરી સામા પરોપકાર ન કરવા એ મૂઢ કંજુસ રાક્ષસ લોકોનું લક્ષણ છે, પેાતાની પાસે જે કંઈ છે તે અન્યા પાસેથી મેળવ્યું છે. તેમાં અન્યાના ઉપકારોજ કારણીભૂત છે. આ સબંધી કાઈ એમ કહે કે ધન સત્તાવડે જે કંઈ મળ્યું છે તે પુણ્ય અને ઉદ્યમથી મળ્યું છે, તેમાં અન્યોના ઉપકારા કેવી રીતે ઘટી શકે? તેના પ્રત્યુત્તરમાં કહેવાનું કે સત્તા ધન વગેરેની પ્રાપ્તિમાં અન્ય જીવાની જે સાહાય્યા મળી છે તે પરોપકારાજ છે. તેમજ
પૂર્વભવમાં જે પુણ્ય કરવામાં આવ્યું તેમાં પણ ગુરૂ-મનુષ્યા વગેરેના પરાપકારા થએલા છે, તેથી વિશ્વવતિજીવાના પરોપકાર ગ્રહીને લક્ષ્મી સત્તાધારક થવાયું છે માટે ઉપકારો પાછા વાળવાને આપકારિક કાર્યો કરવાંજ જોઇએ. એ કંઇ પોતાની ફર્જ કરતાં વિશેષ કરાતું નથી કે જેથી અહંમમત્વ વૃત્તિયાને સેવવાની જરૂર પડે. શ્રી તીર્થંકર સમાન આ વિશ્વમાં કોઈ તીર્થંકરનામકર્મરૂપ પુણ્યદલિકને ગ્રહણ કરનાર નથી. તીર્થંકર નામ કર્મ ગ્રહણ કર્યા પશ્ચાત્ જ્યારે તેઓ તીર્થંકર થાય છે ત્યારે તેઓ સમવસરણમાં બેસીને તીર્થંકર નામ કર્મનું દેવું જગને આપવા માટે વસ્તુતઃ તીર્થંકર નામ કર્મ તદદ્વારા નિર્જરાવવા માટે પાંત્રીશ ગુણયુક્ત દેશના દે છે અને તીર્થંકર નામ કર્મની ફરજ અદા કરીને વિશ્વાપકાર કરી વિશ્વમાંથી મુક્ત થાય છે. તેઓ પણ તીર્થકર નામ કર્મની ફરજ બજાવે છે તેા અન્ય મનુષ્ય જગતના ઉપકારો ગ્રહણ કરીને મોટા બનેલા હોય તે પણ સ્વક્રુજ બજાવે ત્યારે જગના ઉપકારામાંથી મુક્ત થાય એમાં કંઈ કહેવાનું રહેતું નથી. જે જે પુણ્યકર્મો કા હોય છે તેમાં અન્યોની સાહાય્યની જરૂર રહે છે અને અન્યાની સાહાય્ય તેજ ઉપગ્રહ અવમેધવા. આ પ્રમાણે ઉપગ્રહની વિશ્વમાં વ્યવસ્થા હોવાથી ઉપગ્રહ કરવાની ફરજ ષ્ટિએ આવશ્યક્તા અબાધાય છે. પોવધારાયસતાંવિતચ: સત્પુરૂષોની વિભૂતિયા ખરેખર પરોપકારને માટે હાય છે. અછાટાપુરાળાનાં
For Private And Personal Use Only