________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરિણમન થવાથી આત્માના અસંખ્ય પ્રદેશે લાગેલાં કર્મોને ક્ષય થાય છે. અતવ શ્રી મહાવીર પ્રભુ મંગલરૂપ હોવાથી ગ્રન્થારંભમાં તેમને નમસ્કાર કરીને દ્રવ્ય મંગલ વિશિષ્ટ ભાવમંગલ પ્રારંભવામાં આવ્યું છે. શ્રી વર્ધમાનપ્રભુના ચાર નિક્ષેપ મંગલરૂપ છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપાની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. નામ મંગલ, સ્થાપના મંગલ, દ્રવ્ય મંગલ અને ભાવમંગલ એ ચારે મંગલની આગમના આધારે સિદ્ધિ થાય છે. શ્રી વર્ધમાનપ્રભુનું નામ મંગલરૂપ છે અને તે મંગલકારક છે. શ્રી વર્ધમાનપ્રભુની સ્થાપના મંગલરૂપ છે અને તે મંગલકારક છે. દ્રવ્યરૂપ શ્રી વર્ધમાનપ્રભુ મંગલરૂપ છે અને મંગલકારક છે. શ્રી વર્ધમાનપ્રભુને ભાવ નિક્ષેપે મંગલરૂપ છે અને તે મંગલકારક છે. જેને ભાવ નિક્ષેપ મંગલરૂપ છે તેના અચશેષ, દ્રવ્ય સ્થાપના અને નામ એ ત્રણે નિક્ષેપ મંગલરૂપ છે. જેને દ્રવ્ય નિક્ષેપ મંગલરૂપ હોય છે તેને ભાવ નિક્ષેપ મંગલરૂપ બને છે. દરેક વસ્તુના જઘન્યમાં જઘન્ય ચાર નિક્ષેપ તે હેય છેજ. દ્રવ્ય તે કારણ છે અને ભાવ તે કાર્ય છે. દ્રવ્યપ્રણિપાતરૂપ મંગલ, શબ્દદ્વારા કરવાથી ભાવમંગલ કે જે આત્માના ઉપશમા દિગુણેને આવિર્ભાવરૂપ, તેની પ્રકટતા થાય છે. દ્રવ્ય મંગલ અને ભાવમંગલના પણ અનેક ભેદ છે. નામ અને સ્થાપના મંગલના પણ નિમિત્તાદિયેગે અનેક ભેદ પડે છે. જ્યાં નામ મંગલ હોય છે, ત્યાં સ્થાપના મંગલ, દ્રવ્ય મંગલ અને ભાવમંગલ પણ સંસ્કૃતિ દ્વારા હોય છે. તીર્થંકરાદિના નામનું મંગલ તે ઉપસમાદિ ભાવ મંગલને સિદ્ધ વ્યક્ત કરે છે. તીર્થકરના ચાર નિક્ષેપા મંગલરૂપ છે અને તેને નમસ્કારરૂપ મન વચન અને કાયાનું પ્રણિધાન મંગલરૂપ છે. ભાવપૂર્વક મન વચન અને કાયાનું નમસ્કારરૂપ મંગલ પ્રણિધાન સર્વથા સર્વદા આદેય છે. ગ્રન્થારંભમાં શ્રી વીર પ્રભુનું મંગલાચરણ કરવામાં આવે છે તેનું કારણ એ છે કે, જૈનશાસનના સ્થાપક આસોપકારી શ્રી વર્ધમાનપ્રભુ છે. સંપ્રતિ શ્રી વર્ધમાન સ્વામીનું તીર્થ પ્રવર્તે છે એ પ્રતિ તેમને મહેપકાર છે. અતવ શ્રી વીરપ્રભુનું ગ્રન્થાલે મંગલ કરવામાં આવે તે યુક્તિ
For Private And Personal Use Only