________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭૬
વૃક્ષથી અનેક જીવે ઉપગ્રહ પ્રાપ્ત કરી શકે છે, તેથી આમ્રવૃક્ષને જલાદિથી મનુષ્ય પિોષે છે અને તેની પરંપરાની સંરક્ષામાં સ્વયમેવ પ્રવૃત્ત થાય છે. એક મનુષ્ય જ્ઞાની બનીને ધનધાન્યાદિક સાંસારિક વસ્તુઓને ત્યાગ કરે છે, તેની સાથે સ્વસ્વામિત્વભાવ ત્યાગપૂર્વક વસ્તુએનું તે અન્યને દાન કરી શકે છે, અને તેમજ અન્યોને દાન દ્વારા ઉપગ્રહ કરીને ત્યાગની અવસ્થાથી જે અપ્રાપ્ય અમૂલ્ય સુખસાધને છે તેઓને દાનના પ્રતિદાન ફળ તરીકે પ્રાપ્ત કરતે જાય છે. છેવટે તે પરમાનન્દત્વને ઉપગ્રહના બદલામાં પામીને કૃતકૃત્ય થાય છે. એક સરવર પશુ, પંખી વગેરેને જે જલદાન સમર્પે છે અને ઉપગ્રહત્વને અંગીકાર કરે છે, તેના પ્રતિદાનમાં તે પુષ્કળ જળપ્રવાહને પામે છે અને હતું તેવું બને છે. આવી સર્વત્ર સમસ્ત વિશ્વમાં સર્વથા સર્વદા સાર્વજનીન પરસ્પરોપગ્રહત્વવ્યવસ્થા પ્રસરી રહી છે, અને તેને લાભ આપણે લઈને અનેક દુઃખોમાંથી મુક્ત થઈ શકીએ છીએ. તીર્થંકરે દીક્ષા લેવાની પૂર્વ સાંવત્સરિક દાન દે છે અને તેઓ જગના ઉપગ્રહત્વરૂપ ત્રણમાંથી વિમુક્ત થાય છે અને છેવટે કેવલી થઈ સમવસરણમાં બેસી સર્વોત્તમ ધર્મદેશનાથી ઉત્તમત્તમ ઉપગ્રહત્વ કરીને સર્વ જીવોને સુખી કરે છે. આવી પરસ્પર ઉપગ્રહનીતિ સર્વત્ર વિદ્યમાન છે.
રાજાને પ્રજા પર ઉપગ્રહ છે, અને પ્રજાને રાજા પર ઉપગ્રહ છે. માતાને પુત્ર પર ઉપગ્રહ છે અને પુત્રને માતા પર ઉપગ્રહ થાય છે. પતિ પોતાની પત્ની પર ઉપગ્રહ કરી શકે છે, અને પત્ની પિતાના પતિ પર ઉપગ્રહ કરી શકે છે. ત્યાગીએ પિતાની શક્તિથી ગૃહસ્થ પર ઉપગ્રહ કરી શકે છે, અને ગૃહસ્થ સ્વયશક્તિથી ત્યાગીએ પર ઉપગ્રહ કરી શકે છે. શિક્ષકે શિષ્ય પર ઉપગ્રહ કરી શકે છે, અને શિષ્ય સેવાભક્તિથી શિક્ષકે પર ઉપગ્રહ કરી શકે છે. સેના પોતાના રાજા અને પ્રજાનું આત્મભેગવડે સંરક્ષણ કરી શકે છે, અને રાજા તથા પ્રજા સ્વયશક્તિ વડે સેનાનું સંરક્ષણદિ વડે જીવન નિભાવી શકે છે. સુવર્ણ પિતાના અધિકાર પ્રમાણે બ્રાદ્વાણદિ પર ઉપગ્રહ કરી શકે છે અને બ્રાહ્મણાદિ વર્ગ પિતાને સંપ્રાપ્ત
For Private And Personal Use Only