________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પપટ્ટ
લામાં જે જે પદાર્થો કુદતના કાયદાને અનુસરી બેઠવાયા છે તેમાં કુદ્રતનું ડહાપણ છે તેના આગળ સ્વડહાપણ ગમે તેવું હોય તે પણ, અને ચાલવાનું નથી એવું વિચારીને કુદ્રતના કાયદાઓનું સૂકમ અવકન કરી વિશ્વશાલાની સાથે સ્વસબંધ જે છે તે નિર્ધારી આત્મોન્નતિના માર્ગ પર સદા પ્રગતિ કરવી એજ વિશ્વશાલાન શિવનું વાસ્તવિક કર્તવ્ય કદાપિ વિમર્તવ્ય નથી. આ વિશ્વશાલાને જે શિ
ષ્ય બનતું નથી તે વિશ્વશાલાને ગુરૂ બની શકતું નથી; અતએવ વિશ્વશાલામાં અનેક પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વિશ્વશાલાના અનુભવીઓને ગુરુ બનાવીને તેઓના અનુભવેને હદયમાં ઉતારી પશ્ચાત્ જે સ્વાનુભવ પ્રગટે તેના શિષ્ય બનીને અગ્રપ્રગતિમાન થવું જોઈએ. દેના કરતાં દુર્લભ એવા મનુષ્યાવતારની દુર્લભતા અવબોધીને અને મનુષ્યજન્મમાં વિશ્વશાલામાં સંપૂર્ણ પ્રગતિ કરી શકાય છે એવું પ્રબોધીને આધ્યાત્મિક તના જ્ઞાનપૂર્વક વ્યાવહારિક અને નૈશ્ચયિક પ્રગતિ અને તેની સંરતામાં સદા પ્રવૃત્તિશીલ બનવું જોઈએ. વિશ્વશાલાના અનુભવીઓ પાસેથી બ્રિતિસાધક કર્મોનું અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરીને પશ્ચાત્ સ્વહૃદયમાં પરિણમાવી સ્વાનુભવિકજ્ઞાન પ્રાપ્ત કરી સ્વાધિકાર દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે ન્નતિકર્મસાધક થવું જોઈએ કે જેથી પશ્ચાત્ પ્રગતિમાર્ગના અનેક હેતુઓનું પ્રસંગે પ્રસંગે સેવન થાય અને આત્મોન્નતિસાધક કર્મયેગી બની શકાય. વિશ્વશાલામાં ગ્નતિ સાધક ચોવીસ તીર્થક થયા તેઓએ સ્વ
ન્નતિની કઈ સાધનાઓને સાધી હતી તેનું સમ્યજ્ઞાન કરવું જોઈએ. ગૌતમબુદ્ધ-મહમદ પૈગંબર-જરસ્ત-કણાદ–પતંજલિ-જૈમિની-ગીતમ-કપિલ-મુસા-શંકરાચાર્ય-રામાનુજ-વલ્લભાચાર્ય-ચેતન–કબીર-વગેરે મહાત્માઓએ વિશ્વશાલામાં ન્નતિ સાધક કયા કયા અનુભવે અને કઈ કઈ પ્રવૃત્તિ દર્શાવી છે તેને પરસ્પર મુકાબલે કરી સભ્ય નિર્ણય કરવું જોઈએ કે જેથી વિશ્વશાલાના વિદ્યાર્થીને કેઈ જાતની બ્રાતિ રહી શકે નહિ. વિશ્વશાલામાં વ્યાવહારિક અને નૈૠયિક પ્રગતિના માર્ગ કયા કયા છે અને પૂર્વમુનિવરેએ તે કેવી રીતે દર્શાવ્યા છે તે અનુભવગમ્ય કેવી રીતે થાય છે? પરસ્પર ભિન્ન પ્રગતિમાનું
For Private And Personal Use Only