________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫૪ શુભાઈ છે એવું માની હે મનુષ્ય ! હારે અવશ્ય કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ.
અવતરણ–કર્મયોગી આત્મા આ વિશ્વશાળામાં શિષ્યરૂપ બની કર્તવ્ય કાર્યોના અનુભવને ગ્રહે છે તે જણાવે છે. चेतनो विश्वशालायां, स्वोन्नतिकर्मसाधकः॥ गृह्णात्यनुभवान् सर्वान्, सद्विवेकप्रदायकान् ॥६७॥
શબ્દાર્થ—ચેતન આ વિશ્વરૂપશાલામાં સ્વોન્નતિ કર્મ સાધક છે તે સદ્વિવેકપ્રદ સર્વ અનુભવોને રહે છે. - વિવેચન–આ વિશ્વશાલામાં આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવાનું શિક્ષણ ગ્રહીને મનુષ્ય પરમાત્મપદને પ્રાપ્ત કરે છે આત્મોન્નતિકર્મસાધક ચેતન આ વિશ્વશાલામાં સર્વ પ્રકારના અનુભવને ગ્રહી શકે છે. વિશ્વશાલા વિના કેઈ નતિકર્મસાધક બની શકતું નથી અને કઈ સદ્વિવેકપ્રદ સર્વાનુભવને પ્રાપ્ત કરી શકતું નથી. સર્વ પ્રકારના અનુભવ પ્રાપ્ત કર્યા વિના કેઈ ન્નતિકર્મસાધક બની સર્વજ્ઞ બની શકતું નથી. આ વિશ્વમાં સર્વ પ્રકારના અનુભવ પ્રાપ્ત કર્યા વિના સર્વ પ્રકારના દુઃખોથી મુક્ત થઈ શકાતું નથી. સર્વ પ્રકારના દુઃખના અને સર્વ પ્રકારના શાતાના પરિણામોને ભેગવી તેને અનુભવ કરીને સંપૂર્ણ સિદ્ધરૂપ પ્રગતિમાનું બની શકાય છે. આ વિશ્વશાલામાં અનેક પ્રકારના અનુભવોનું શિક્ષણ મળે છે તેથી તે દષ્ટિએ અસાર સંસાર પણ સારભૂત અવબંધાય છે. જે જે બાબતેને પરિપૂર્ણ અનુભવ થતો નથી તે તે બાબતેને સમ્યમ્ નિર્ણય કરી શકાતું નથી, અને સભ્ય નિર્ણય વિના હેય રેય અને ઉપાદેયનો વિવેક પ્રાપ્ત થઈ શક્તા નથી તથા સમ્યવિવેકવિના સ્વોન્નતિકર્મસાધક આતમા બની શકતું નથી. અતએવ વિશ્વશાલામાં ચેતનને શિષ્યરૂપ માની સર્વ પ્રકારના અનુભવ પ્રાપ્ત કરવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. જીવ પ્રથમ એકેન્દ્રિયાવસ્થાથી પ્રારંભી દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય ગતિ પર્યત અનુભવ કરે છે. દશ દષ્ટાન્ત દુર્લભ એ મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને આત્માની ઉક્તિના માર્ગે સદ્દગુરૂપદેશથી વળે છે. આત્મા સ્વયં આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે તે વિશ્વશાલાની ઉપગિતાનું વાસ્તવિક સ્વરૂપ
For Private And Personal Use Only