________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૩
જની, સંઘની, કોમની, જ્ઞાતિની, મંડલની અને સર્વ વિશ્વની ઉન્નતિ કરવામાં વર્તમાનકાલાનુસારે જે જે કાર્યો કરવાવડે ઉન્નતિ થાય અને જે જે સુધારાઓ કરવા વડે ઉન્નતિ થાય તે તે કાર્યો-તે તે સુધારાઓ કરવા જોઈએ અને લોહવણિકની પેઠે કૃત્યાકૃત્યને વિવેક કદાગ્રહ કરી અવનતિના ખાડામાં ન ઉતરવું જોઈએ. વર્તમાન જમાનાને માન આપી સર્વ પ્રકારે ઉન્નતિ થાય એવી પ્રવૃત્તિને કૃત્યાકૃત્ય વિવેકથી આદરવી જોઈએ અને ઉત્તમ વ્યવહારથી વિશ્વમાં પ્રવર્તી કર્તવ્ય કાર્યોને સેવવાં જોઈએ. કૃત્યાકૃત્ય વિવેક અને પ્રામાયનીતિ સિદ્ધ ઉત્તમ વ્યવહારને આત્મશર્મપ્રદકર્તવ્યકાર્ય કરવાની શિક્ષા પ્રધાનન્તર કર્તવ્ય કાર્યમાં પ્રવર્તતાં કદાપિ નિષ્ફલતાદિ પ્રાપ્ત થાય તથાપિ કર્તવ્ય કાર્ય કરતાં કદાપિ શેક ન ધારે જોઈએ. જે જે સમયે જે જે. કર્તબ્ધ કાર્યો કરવાનાં હેય તે તે સમયે તે તે કર્તવ્યકાર્યોની સિદ્ધિ ન થાય ત્યારે મનની એવી સ્થિતિ છે કે તે શેકના વિચારે કરે છે અને આત્મશક્તિની અવ્યવસ્થિત દશા થઈ જાય એવી ધમાધમ કરી મૂકે છે પરંતુ તત્સમયે કાર્યપ્રવૃત્તિથી પ્રવર્તતાં કુમારચં તત્ મવથત જે બનવા યોગ્ય હશે તે બનશે ઈત્યાદિ વિચાર કરી પ્રવૃત્તિ કરવી પરંતુ મનમાં એક ક્ષણમાત્ર શેક-અનુત્સાહ અર્થ અને દીનતાને વાસ થવા દે નહિ. કાર્યપ્રવૃત્તિ કરતાં અનેક શેકનાં કારણે ઉપસ્થિત થાય એવું બને તથાપિ ચેતનજીએ ભૈર્ય સંરક્ષીને ચિંતવવું કે ફુવા મgતિ આવી ચિન્તાની શેકની સ્થિતિ પણ વિલય પામશે. કાર્ય કરતી વખતે ભિન્ન ભિન્ન ધર્મવાળાઓ મનમાંથી શેકના અને અનુત્સાહના વિચારને દૂર કરવા માટે ભિન્ન ભિન્ન આશયવાળા વાકોને પ્રવેદે છે. કેટલાક મનુષ્ય તે અમુક કાર્ય કરતાં વિપરીત પરિણામ પ્રાપ્ત થાય છે ત્યારે કથે છે કે મુને તે હજું કેટલાક એમ કર્થ છે કે જેવી હરિની ઈરછા. કેટલાક જેવું કર્મમાં લખ્યું હોય છે તે પ્રમાણે બને છે એમ કથે છે. કેટલાક એમ કથે છે કે જેવી કુદરતની મરજી. કેટલાક એમ કથે છે કે જે બનવાનું હોય છે તે બને છે. આ પ્રમાણે ભિન્ન ભિનન આશયવાળાં વાવડે મનને સમજાવી આત્માને શાન્ત કરી કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહ્યા કરે
For Private And Personal Use Only