________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૧૧
વિવેક અવધીને શુભવ્યવહારવડે કર્તવ્ય કાર્યોને કરવાં જોઈએ. એ વિશેષણવિશિષ્ટ કાર્ય કરવાનું જણાવવામાં આવ્યું તેનું કારણ એ છે કે સ્વાત્મસુખપ્રદ જે કાર્ય ન હોય તે કાર્ય કરવાથી પિતાને કઈ જાતને ફાયદો થઈ શકતું નથી. હાનિકારક પ્રવૃત્તિને ઉપર્યુક્ત વિશેષણથી પરિહાર થાય છે અને અન્ય મનુષ્યને પણ જે જે પ્રવૃત્તિયે હાનિકારક થતી હોય તેઓને પણ ઉપલક્ષણથી નિષેધ થાય છે. જે જે રૂઢીઓ અવનતિકારક હોય અને જે જે વિચારે અવનતિકારક હોય અને સ્વાત્માની પતિતદશા કરનારા હોય તેઓને દૂરથી ત્યાગ કરીને કર્તવ્ય કાર્યો કે જે સુખપ્રદ તરીકે નિર્ણત થયાં હોય તેઓને કરવાં જોઈએ. ઉન્નત, ઉદાર અને વાસ્તવિક સ્વતંત્ર વિચારોથી જે જે સ્વાત્મસુખપ્રદ કાર્યો કરાય છે તે કાર્યોથી પોતાની ઉત્ક્રાન્તિ થાય છે એટલું તે નહિ પરંતુ સર્વ જગની અધિક પ્રમાણમાં ઉત્કાન્તિ થાય છે. સ્વાત્મશર્મપ્રદ એ વિશેષણથી સ્વાત્મદુઃખપ્રદ એવાં પાપમય અનીતિમય કાર્યોને ન કરવાં જોઈએ. ભૂતકાળમાં સ્વાત્મસુખપ્રદ પ્રવૃત્તિ જે હતી તે વર્તમાનમાં દ્રવ્યાદિક ગે તેવા પ્રકારની નથી. વિશ્વમાં સુખપ્રદ પ્રવૃત્તિમાંકાર્યોમાં અનેક પરિવતેને થયા કરે છે અને તેથી જે મનુષ્ય ભૂતકાળનાં કાર્યોની પ્રશંસા કરીને વર્તમાનમાં જે જે સુખપ્રદ પ્રવૃત્તિને માન આપતા નથી તેઓ ઉત્કાન્તિના માર્ગથી વિમુખ રહી અન્ને પશ્ચાત્તાપાત્ર બને છે. આ વિશ્વમાં પ્રત્યેક વસ્તુનાં ભૂતકાળમાં અનન્ત પરિવર્તન થયાં, વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. સાગરમાં અનેક કલ્લેલેરૂપ પરિવર્તને થયા કરે છે. તદ્વત્ સ્વાત્મસુખપ્રદ વ્યાવહારિક કાર્ય પરિવર્તને ભૂતકાલમાં અનન્ત થયાં વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં અનન્ત પરિવર્તન થશે. વર્તમાનમાં સુખ સાધન ભૂત જે કાર્યરૂપ પરિવર્તને હોય છે તેનું વર્તમાનમાં સેવન કરવું જોઈએ. વર્તમાનમાં સ્વાત્મસુખપ્રદ જે જે કાર્ય કરવાનું હોય તે તેણે કૃત્યાકૃત્ય વિવેક અને ઉત્તમ વ્યવહાર વડે આદરવું જોઈએ. લોહવણિકની પેઠે કૃત્યાકૃત્યના વિવેકથી કદાપિ ભ્રષ્ટ ન થવું જોઈએ અને દુઃખપ્રદ કદાગ્રહવશ ન વર્તવું જોઈએ. એક નગરમાં ત્રણ્ય મિત્રો રહેતા હતા. તેઓએ એક વખત પરદેશ
For Private And Personal Use Only