________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૭૦ તથા આન્તરિક પ્રગતિમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસજીને આત્મભેગ સહજે પ્રતીત થાય છે. આત્મા કર્મોન્નતિવડે સેવક બનતે બનતે અન્ને સિદ્ધ બને છે. પરસ્પર સેવાધર્મવડે સેવક બનવાથી આત્મોન્નતિ એગ્ય એવી પ્રવૃત્તિ થઈ શકે છે. પ્રવૃત્તિ કરવી એ સેવકનું લક્ષણ છે. ક્રિયાઓ વડે કાર્યમાં પ્રવૃત્ત થવું એ સ્વપરિભાષાએ સેવકગ છે અને એ સેવકગની સિદ્ધિ કરવાથી સિદ્ધ પરમાત્મા બની શકાય છે. કર્મક, સેવક જે પ્રથમ વિશ્વની સેવા કરીને બને છે તે વિશ્વને સ્વામી અર્થાત્ પરમાત્મા બની શકે છે. ઈશુકાઈટે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે મનુષ્યને સેવાધર્મ દર્શાવે હતે. ગૌતમબુદ્ધ વિશ્વવતિજીનું શ્રેયઃ કરવા પર પકારાદિકાર્યો વડે સેવા કરવાનું સ્વસેવકેને જણાવ્યું છે. આ વિશ્વમાં સર્વજીને ઉદ્ધાર ખરેખર સેવક બનીને સેવાધર્મકર્મોમાં પ્રવૃત્ત થવાથી થાય છે. જે મનુષ્ય વિશ્વહિતાર્થે અનેક શુભમાગૅદ્વારા જીવની ઉત્કાન્તિ થાય એવા પ્રયત્ન કરે છે તેઓ પરભવમાં ઈન્દ્ર ચંદ્ર નાગેન્દ્રાદિની પદવીએને પ્રાપ્ત કરે છે. ઈશુકાઈટે મનુષ્યોની સેવા કરવા માટે ઉપદેશાદિ પ્રવૃત્તિ સેવી હતી. બધે જગતનું શ્રેયઃ કરવા ઉપદેશાદિ ધર્મકર્મપ્રવૃત્તિને સેવી હતી. શ્રીમહાવીરપ્રભુએ અનેક ભવ્યજીને તારવા ત્રિીશવર્ષપર્યન્ત ભારતમાં ગામોગામ શહેર શહેર વિહાર કર્યો હતે; અને દેહોત્સર્ગસમયે પણ શેળપ્રહર સુધી એક સરખેજ ઉપદેશ દીધું હતું, અને પશ્ચાત્ શરીરનો ત્યાગ કરી સિદ્ધ બની સિદ્ધસ્થાનમાં સાદિ અનન્તમાં ભાગે વિરાજમાન થયા. થીઓસોફીસ્ટમંડલની અધિકાત્રી મીસીસ એનીબેસન્ટ સેવાધર્મને પ્રથમ સ્વીકાર કરવા માટે વારંવાર પિોતાના શિષ્યોને ઉપદેશ આપ્યા કરે છે. સેવાગમાં પ્રવૃત્ત થઈ પરિપૂર્ણ પકવ થયા વિના જ્ઞાનમાં , ભક્તિયેગમાં, અધ્યાત્મયગમાં પરિપૂર્ણ સ્થિર થઈ શકાતું નથી. સેવાગ એ કારણ છે અને જ્ઞાનયુગ એ કથંચિત્ સાપેક્ષદષ્ટિએ કાર્ય છે. તેથી સેવાવિના જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. વિનય બન્યા વિના ગુરૂપદની પ્રાપ્તિ થઈ શકતી નથી, એ જે અનાદિકાલથી કમ પ્રવર્યા કરે છે તે સહેતુક છે; એમ અનુભવ કરતાં અવબોધાય છે. ગૃહસ્થાએ અને ત્યાગીઓએ સ્વસ્વાધિકાર
For Private And Personal Use Only