________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬ર.
મહાબુદ્ધિવાળા મહાજનના અગ્રગણ્ય શેઠીયાઓએ કર્ણઘેલાને અનેક રીતિએ સમજાવ્યું અને માધવની સાથે સલાહ કરવાનું કચ્યું; પરન્તુ રાજહઠ, બાળહઠ,યોગીહઠ અને સ્ત્રીહઠમાંની રાજહઠને તાબે થઈ મહાજનની સમ્મતિને તિરસ્કાર કર્યો અને માધવ પ્રધાનને તિરસ્કાર કર્યો; તેથી પ્રધાને દિલ્હી જઈ કરણઘેલાની સાથે યુદ્ધ કરવા અલ્લાઉદીન બાદશાહની સાથે ગોઠવણ કરી. અને દિલ્લીના અલ્લાઉદ્દીન બાદશાહની સાથે યુદ્ધમાં લડતાં તેના અવિચારી સ્વભાવના લીધે માંહેમાંહે ફુટ થવાથી તે હાયે અત્તે તેની સ્ત્રીને અલ્લાઉદ્દીન લેઈ ગયે અને પિતાની બેગમ બનાવી. આ ઉપરથી પ્રત્યેક મનુષ્યને સમજણ મળે છે કે સૂમે પગદષ્ટિવાળા મનુષ્યની સમ્મતિને જે તિરસ્કાર કરે છે તે કરણઘેલાના જેવી અવસ્થાને પ્રાપ્ત કરે છે અને તે પોતે એકલે પતિત દશા પામતું નથી, પરંતુ પિત અને પિતાના આશ્રિતની-કુટુંબની પડતી દશા કરવામાં નિમિત્તકારણ બને છે. પુરૂષોની સલાહની અમૂલ્ય કિસ્મત છે તેથી તેઓની વારંવાર સ્વકર્તવ્ય કાર્યો કરવામાં સૂચના–સલાહે પૂછવાની જરૂર છે. પુરૂષોની સલાહથી રાજ્ય સુધરે છે, પાઠશાલાએ સુધરે છે, વ્યાપાર સુધરે છે, સિનિકપ્રગતિ સુધરે છે, સેવાધર્મોનાં અંગે સુધરે છે અને ધાર્મિક અંગે સુધરે છે. સભાએ, સંઘ, મહાસંઘ, પરિષદુ, કોન્ફરન્સ અને કેસ વગેરેમાં પુરૂષના અભિપ્રાયે જે જે મળે છે તે તે સમ્મતિ અવધવી અને બહુ સમ્મતિ પૂર્વક એક કાર્ય કરવાને નિશ્ચય કરવામાં આવે છે. કાલિકાચાર્યની બેન અત્યંત રૂપવતી સાધ્વી સરસ્વતી હતી. એક વખત કાલિકાચાર્ય વિહાર કરતા કરતા ઉજજયિની નગરી બહાર ઉદ્યાનમાં પધાર્યા, અને અનેકલોકેને ઉપદેશ દઈ સુધારવા લાગ્યા. કાલિકાચાર્યની બેન સરસ્વતી સાથ્વી એકવખત ત્યાંના ગર્દભભિઠ્ઠરાજાની દૃષ્ટિએ દેખાઈ. રાજાએ કામાતુર થઈને તેને જનાનખાનામાં પકડી મંગાવી, તેથી સર્વ માલવદેશમાં હાહાકાર થઈ રહ્યો. માલવ વગેરે દેશના સંઘેએ અત્યંત દિલગીરી જાહેર કરી તેની અસર, કામાતુર ગર્દભભિલ્લને થઈ નહિ. કાલિકાચાર્ય પિતે રાજાની પાસે ગયા પણ સજા કામાન્ય હેવાથી તેને ઉપદેશ લાગે નહિ. અવન્તીદેશ-માલવદેશના મહાજને રાજાની પાસે
For Private And Personal Use Only