________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૬૧
વર્તવું જોઈએ ઈત્યાદિ શુભસમ્મતિ આપી, પરંતુ દુર્ગંધને કૃષ્ણની સસ્મૃતિને હસી કાઢી અને ઉલટું કૃષ્ણને કેદખાનામાં નાખવા વિચાર કર્યાં; તેથી અન્તે મહાભારત યુદ્ધ શરૂ થયું; તેમાં અન્તે કરવા હાર્યાં, અઢાર અક્ષાહિણી સૈન્યને નાશ થયા અને પાંડવા રાજ્યગાદી પર બેઠા. સત્પુરૂષ એવા કૃષ્ણની સમ્મતિ ન માનવાથી કરવાના નાશ થયે. જ્યારે મુંજરાજાએ દક્ષિણના તૈલપરાજા સાથે યુદ્ધ આરંભ્યું ત્યારે મુંજરાજાના પ્રધાને મુંજરાજાને તૈલપની સાથે યુદ્ધ કરવાની સમ્મતિ ન આપી અને યુદ્ધના નિષેધ કર્યાં. પ્રધાને મુંજને અનેક હેતુએ પૂર્વક યુદ્ધ ન કરવા ભલામણ કરી. પરંતુ તેને મુંજરાજાએ તિરસ્કાર કર્યો તેનું પરિણામ એ આવ્યુ કે તે યુદ્ધમાં હાર્યા અને પકડાયા; તેને તૈલપરાજાએ કેટ્ઠખાનામાં નાખ્યું. મુંજના પ્રધાનોએ મુંજરાજાને કેદખાનામાંથી છેડાવવા માટે નગરની અહારયી તે ઠેઠ કેદખાના સુધી સુરંગ ખાદી અને તુર્ત કાઇને કથ્યાવિના નગરબહાર સુરંગદ્વારા આવવા જણાવ્યું. મુંજને પ્રેમ કેદખાનામાં આવનાર તૈલપની બેન સાથે બંધાઈ ગયા હતા, તેથી તે તેને લઇને સુરગઢારા બહાર આવવાને નિશ્ચય કરી તૈલપની બેનને સર્વ વાત કહી દીધી; તેથી સુરંગની વાત તૈલપરાજાએ જાણી લીધી અને મુંજને પકડી ઘેર ઘેર ભીખ મંગાવવાની પ્રવૃત્તિ કરી અને ભીખ મંગાવીને અન્તે મુંજરાજાનું શિરઃ છેદી નાખ્યું. સુરંગથી બહાર આવવાની વાત કાઇને પણ ન કહેવી એવી પ્રધાનોની સમ્મતિને પણ મુંકે ન માની તેથી તે ભૂંડા હાલે મર્યા. તેણે પ્રધાનોની સમ્મતિ સિવાય યુદ્ધ કર્યું અને સુરંગની વાત પણ વિષયપ્રેમના પાશમાં પડી તૈલપની બેનને કહી દીધી તેથી તે બે સ્થાને સત્પુરૂષોની સમ્મતિથી ભ્રષ્ટ થઈ મૃત્યુ શરણ થયા. આ ઉપરથી સાર એ લેવાના છે કે પેાતાના કરતાં વિશેષ બુદ્ધિવાળા મધ્યસ્થ સત્પુરૂષોની કર્તવ્યકાર્યમાં સલાહ-સમ્મતિ લેવાની પ્રત્યેક મનુષ્યે આવશ્યકતા સ્વીકારવી જોઇએ અને સૂક્ષ્મપયેાગઢષ્ટિવડે કાર્ય કરવાં જોઇએ કે જેથી કાઈ જાતની ગફલત થઇ શકે નહિં. કરણઘેલાએ માધવ પ્રધાનની સ્ત્રીને ઝનાનખાનામાં નાખી દીધી. તેને પાછી માધવ પ્રધાનને સોંપવા માટે માધવ પ્રધાને અનેક યુક્તિયેાથી સમજાખ્યું. પાટણના
For Private And Personal Use Only