________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कार्यमादृत्य पश्चात् त्वं-मा मुञ्च विघ्नकोटिभिः॥५१॥
શબ્દાર્થ–સુખદુઃખપ્રદ સર્વ સંગોને વિચાર કરીને કાર્ય કરવું જોઈએ. કાર્ય આદરી વિદ્મકેટિઓથી પણ પશ્ચાત્ તું કાર્યને ના મુંચ!!
ભાવાર્થ–જે જે સ્વાધિકારે કાર્યો કરવામાં આવે તે તે કાર્યો કરતાં સુખ દુખપ્રદ સર્વ સંગને વિચાર કરી જ. અમુક કાર્ય કરતાં સુખના સંયોગે કયા ક્યા છે અને અમુક કાર્ય કરતાં દુઃખના સંયોગે કયા કયા છે તે આજુબાજુના ક્ષેત્રકાલ સંબંધિત સં પરથી વિચારવું. અમુકકાર્ય કરતાં સુખના અંગો કયા કયા છે અને તે પ્રાપ્ત કરવાની
હારામાં શક્તિ ખીલી છે કે કેમ? તેને વિચાર કરે તેમજ અમુક કાર્ય કરતાં દુઃખપ્રદ સંગે કયા ક્યા છે તેને વિચાર કરી જ. દુઃખપ્રદ સંયોગે કઈ કઈ વખતે કયા ક્યા ક્ષેત્રને પામી કાર્યપ્રવૃત્તિમાં પ્રાપ્ત થશે તેને દીર્ધદષ્ટિથી એકાન્તમાં વિચાર કરે અને સુખપ્રદ સંગે ક્યા કયા ક્ષેત્રે ક્યા વખતે પ્રાપ્ત થશે અને કેવા પ્રયત્ન પ્રાપ્ત થશે તેને કાર્યપ્રવૃત્તિ પૂર્વે સ્થિરષ્ટિથી વિચાર કરવો. સુખપ્રદ સંગે અને દુઃખપ્રદ સંયોગે વર્તમાનમાં કયા ક્ષેત્રના અનુસારે કયા
ક્યા છે અને ભવિષ્યમાં કયા ક્ષેત્રને પામી કેવી રીતે પ્રાપ્ત થશે તેને દીર્ધદષ્ટિથી વિચાર કરે. વિમલશાહે ભીમદેવ સોલંકી પ્રતિકુલ થયે છે એમ જાણી તેણે સુખદુઃખપ્રદ સંગોને વિચાર કર્યો. વિમલશાહને પાટણમાં કાર્યપ્રવૃત્તિમાં દુખપ્રદ સંગે વિશેષ જણાયા તેથી તેમણે સુખપ્રદ સંગે કયાં પ્રાપ્ત થશે તેને વિચાર કર્યો. ચંદ્રાવતીમાં સુખપ્રદ સંગે મળશે એ તેણે નિશ્ચય કર્યો અને ચંદ્રાવતીમાં ગયા. ત્યાંના પરમાર રાજાને દૂર કરી સ્વયં આબુરાજની ચંદ્રાવતીના રાજા બન્યા. હળવે હળવે વિમલશાહે અનેક યુદ્ધો કરીને રાજ્યની સીમા વધારી. અમુક પ્લેચ્છ બાદશાહ સાથે યુદ્ધ કર્યું અને આબુજીપર, સિદ્ધાચલજીપર તથા કુંભારીયા કે જેને પૂર્વે આરાસણનગરી કથવામાં આવતી હતી તેમાં જિનમંદિર બંધાવ્યાં. અનેક ઉપાશ્રયે બંધાવ્યા. વિમલશાહે દુખપ્રદ સંગ અને સુખપ્રદ સંયેગોને ક્ષેત્રકાલાનુસારે વિચાર ન કર્યો હોત અને પાટણમાં જ રહ્યા હત તે તે નષ્ટ થઈ જાત. તેમણે સુખપ્રદ સંગે અને દુઃખપ્રદ
For Private And Personal Use Only